dudhi na bhajiya banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે અને જો ખાવામાં ભજીયા મળી જાય તો તેની મજા જ કંઈક અલગ હોય છે. શિયાળામાં મોટાભાગના લોકો મેથીના ભજીયા બનાવીને ખાય છે પરંતુ જો ચટણી સાથે દૂધીના ભજીયા મળી જાય તો ભજીયા ખાવાની વધુ મજા આવે છે. તો આજે અમે તમને ચટણી સાથે એકદમ ક્રિસ્પી અને પોચા રૂ જેવા દૂધીના ભજીયાની રેસિપી જણાવીશું.

તો ચાલો જાણી લઈએ ચટણી સાથે દૂધીના ભજીયા બનાવવાની રીત. દૂધીના ભજીયા માટે જરૂરી સામગ્રી: 350 ગ્રામ દૂધી, 3 કાપેલી ડુંગળી, 2-3 સમારેલા લીલા મરચા, 1 ઇંચ ઝીણું સમારેલું આદુ, 3-4 ઝીણી સમારેલી લસણની કળી, કોથમીર, ½ ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર,

1 ચમચી અજમો, 1 ચમચી આમચૂર પાવડર, ¼ ચમચી ગરમ મસાલો, ચમચી લીંબુનો રસ, એક ચપટી સંચળ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 કપ ચણાનો લોટ, ½ કપ ચોખાનો લોટ, ¼ ચમચી ખાવાના સોડા, 1 ચમચી ગરમ તેલ, જરૂર મુજબ પાણી, તેલ

ચટણી બનાવવાં માટે જરૂરી સામગ્રી: 10 -12 નંગ ખજૂર ની પેશી (ઠળિયા કાઢી લેવા), 2 ચમચી આમલી, 2 ચમચી ગોળ, 4-6 લસણની કળી, 2 સમારેલા લીલા મરચા, 1 ઇંચ આદુ, ½ ચમચી સફેદ તલ, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, દોઢ કપ પાણી

દૂધીના ભજીયા બનાવવાની રીત: સૌ પ્રથમ દુધીના ઉપરના ભાગને ચપ્પા વડે છોલી લો. હવે દૂધીને ખમણીની મદદથી ખમણી લો.
પછી તેમાં 3 કાપેલી ડુંગળી, સમારેલા લીલા મરચા, આદુ, સમારેલ લસણ, ધાણાજીરું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, અજમો , આમચૂર પાવડર, ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરો.

તમારા હાથની મદદથી બધા મસાલાને સારી રીતે મિક્સ કરો. (આ સમયે મીઠું ઉમેરવું નહીં). બધા મસાલા સારી રીતે મિક્સ થઇ ગયા પછી સંચળ પાવડર અને મીઠું ઉમેરો. બધા મસાલા સારી રીતે મિક્સ કરો અને 4-5 મિનિટ માટે રહેવા દો જેથી દુધીમાંથી પાણી છૂટું પડે.

4-5 મિનિટ પછી તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, ખાવાના સોડા અને ગરમ તેલ ઉમેરો. હાથની મદદથી બધું સારી રીતે મિક્સ કરી દો. પછી એક ચમચી પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરીને નરમ કણક બાંધી લો. હવે હાથને પાણીથી ગ્રીસ કરો અને કણકમાંથી નાના નાના ગોળ આકારના ભજીયા (બોલ) બનાવો.

ભજીયાને તળવા માટે: એક પેન માં મધ્યમ ગેસ પર તેલ રાખીને ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં ભજીયા એડ કરો અને તળી લો. ભજીયા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર તળો. ભજીયા સારી રીતે તળાઈ જાય પછી પ્લેટમાં કાઢી લો. તો અહીંયા તમારા દૂધીના ભજીયા બનીને તૈયાર છે.

ભજીયા ની ચટણી બનાવવાની રીત: એક પેનમાં એક કપ પાણી ઉમેરી તેમાં ખજૂર, આમલી અને ગોળ ઉમેરો. ખજૂર અને આમલીને મધ્યમ તાપ પર ગરમ કરો, જ્યા સુધી તે નરમ ન થઇ જાય. મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ કરો અને મિક્સર જારમાં ઉમેરો. પછી તેમાં લસણની કળી, લીલું મરચું, આદુ, સફેદ તલ, ધાણાજીરું, લાલ મરચું પાવડર, મીઠું અને પાણી ઉમેરો.

સારી રીતે ગ્રાઈન્ડ કરી સ્મૂધ પેસ્ટ બનાવી લો. ચટણીના મિશ્રણને ગાળી લો. હવે ચટણીને થોડી પાતળી બનાવવા માટે તેમાં થોડું પાણી ઉમેરો. છેલ્લે ચટણીમાં થોડા ક્રશ કરેલા ધાણા અને સફેદ તલ ઉમેરી સારી રીતે મિક્સ કરી દો. તો અહીંયા ભજીયા સાથે સર્વ કરવા માટે ચટણી બનીને તૈયાર છે

જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા