pagana sajano upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સોજા નો આયુર્વેદિક ઉપચાર: અત્યારના ભાગદોડ વારા જીવનમાં લોકોની જીવનશૈલી કંઈક એ પ્રકારની બની ગઈ છે કે લોકો પાસે પોતાની સ્વાસ્થ્ય ની સાર સંભાળ લેવાનો પણ સમય રહેતો નથી. પરિણામે તેમનું સ્વાસ્થ્ય કથળે છે અને તેઓ ડાયાબિટીસ, થાઇરોઇડ અને બ્લડપ્રેશર જેવી અનેકવિધ જીવલેણ બીમારીથી પીડાતા હોય છે.

આ બીમારીઓના કારણે તમારા પગમાં સોજા ચડી જતા હોય છે અને અમુક વખત તો વધુ સમય માટે પગને લટકાવી અને બેસી રહેવામાં આવે તો પણ પગ ફૂલીને દડા જેવા થઈ જતા હોય છે અને અસહ્ય પીડા પણ ઉત્પન્ન થતી હોય છે.  અહીંયા આપણે વાત કરી પગના સોજાની સમસ્યાને દૂર કરવા માટેના કેટલાક ઘરેલૂ ઉપાય વિશે (સોજા નો આયુર્વેદિક ઉપચાર).

જો તમારે તમારા પગમાં રહેલા સોજાને દૂર કરવા હોય તો તેના માટેનો શ્રેષ્ઠ નુસખો સિંધવ-મીઠું. કારણ કે સિંધવ નમક માં હાઈડ્રેટ મેગ્નેશિયમ સલ્ફેટ ના ક્રિસ્ટલ સમાવિષ્ટ હોય છે જે માંસપેશીઓમાં રહેલા સોજાને દૂર કરવા માટે સહાય રૂપ સાબિત થાય છે.

પાણીમાં સિંધવ મીઠું ઉમેરી અને તે પાણીમાં 15 મિનિટ સુધી તમારા પગને ડૂબાડી રાખવામાં આવે તો તમને આ પગના સોજાની પીડામાંથી રાહત મેળવી શકાય છે.

આ સિવાય સીહપર્ણી એક આયુર્વેદિક જડીબુટી પણ તમારા પગના સોજાને દૂર કરવામાં સહાયરૂપ બને છે. આ જડીબુટ્ટી માં સમાવિષ્ટ એન્ટિઓક્સિડન્ટ એ તમારી માસપેશીઓમાં થતી ખેંચાણને સમસ્યાને દૂર કરે છે. જેનાથી પગ માં આવેલા સોજામાં રાહત મેળવી શકાય છે.

આ પણ વાંચો:

પગના સોજાને દૂર કરવા અજમોં પણ એક કારગર ઔષધી ગણાય છે. અજમાનું સેવન શરીરમાં સમાવિષ્ટ તમામ ઝેરી દ્રવ્યો નિકાલ થાય છે. જેથી તમારા પગ ના સોજામાં રાહત મેળવી શકાય છે. અજમાની ચાનું સેવન આ સમસ્યાને દૂર કરવા માટે લાભદાયી સાબિત થાય છે.

આ ઉપરાંત કોબીજમાં પણ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો તત્ત્વોનો સમાવેશ થતો હોય છે. જે પગમાં રહેલા સોજાને દૂર કરવા માટે અસરકારક સાબિત થઇ શકે છે. જેના માટે તમે સૌ પ્રથમ કોબીજ ને ફ્રિજમાં રાખી અને તેને ઠંડી કરી લો. ત્યારબાદ તેના પર્ણોની પટ્ટી બનાવી અને પગ પર અડધી કલાક સુધી બાંધી રાખવામાં આવે તો પગના સોજા દૂર થઇ જાય છે.

જો તમે પણ પગના સોજા અને તેનાથી થતા અસહ્ય પીડામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોય તો આદુનું આદુનું ઓઇલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આદુના ઓઇલમાં સમાવિષ્ટ એન્ટીઓક્સીડેન્ટ તથા એન્ટિ-ઇન્ફ્લેમેટરી નું ગુણ રહેલો હોય છે જે તમારે આ સમસ્યાને ખુબ જ આસાનીથી દૂર કરી આપે છે.

જો તમે ઓલિવ ઓઇલ, તજ, દૂધ લીંબુનો રસ આ બધું જ એક પાત્રમાં ઉમેરી અને તેનું મિશ્રણ તૈયાર કરીને આ મિશ્રણથી તમારા પગના સોજા વાળી જગ્યા પર માલિશ કરવામાં આવે તો પગના સોજા માટેની રાહત મેળવી શકાય છે.

આ ઉપરાંત જો રનીંગ કરવાને કારણે જો તમારા પગમાં સોજા આવતા હોય તો તેના નિવારણ માટે કાકડી ના ટુકડાઓ ખૂબ જ સારો ઇલાજ ગણાય છે. તેના માટે કાકડીના ટુકડા ને પગમાં બાંધેલી રાખો. કાકડીના ટુકડા માં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જે તમારા પગ ના બધા જ દર્દને દુર કરી આપે છે.

પગના સોજામાંથી મુક્તિ મેળવવા માટે એક પાત્રમાં થોડું હૂંફાળું પાણી લઇ અને તેમાં ફટકડી ઉમેરો. ત્યારબાદ તમારા પગ તેમાં બોળી રાખો. આવું કરવાથી રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થવા લાગે છે અને પગમાં આવેલા સોજાને પણ દૂર કરી શકાય છે.

આ ઉપરાંત તમેં ચોખાનું પાણી લઇ અને તેમાં થોડાક બેંકિંગ સોડા ઉમેરી અને ત્યારબાદ તેના વડે પગને મસાજ કરવાથી તમારા પગની માસપેશીઓમાં થતું ખેંચતાણને દૂર કરી શકાય છે અને તેનાથી તમારા પગના સોજાને પણ દૂર કરી શકાય છે.

જો તમે નિયમિત રીતે તમારા પગને લવિંગના તેલથી માલિશ કરો છો તો પણ તમારા પગના સોજાની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો છો. તો આ હતા કેટલાક એવા ઘરેલૂ ઉપાય છે જેની મદદથી તમે પગના સોજાની સમસ્યાને દૂર કરી શકો છો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા