yellow urine reason in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક વ્યક્તિની નીરોગીતા તેના શરીરની તાસીર પર થી આવે છે એમ એના મળમૂત્રના રંગભેદ અને ચીકાશ પરથી પણ જણાઇ આવે છે. અહીંયા યુરિનનો રંગ પીળો થઇ જાય તો એના કયા કારણો છે અને એનાથી તમારે કયા પ્રકારની દરકાર કરવાની છે એ વિષે માહિતી જાણીશું.

યુરીનના રંગ પરથી સ્વાસ્થ્ય અંગે આપણે બધું જાણી શકીએ છીએ. યુરિનનો નો રંગ પીળો થવાના અનેક કારણો છે અને આ કારણો જાણવા જરૂરી છે. મૂત્ર માર્ગમાં કોઈ ઇન્ફેકશન થવાને કારણે પણ યુરિનનો રંગ પીળો થઇ જવાની શક્યતાઓ રહે છે. યુરિનમાં બળતરા થતી જણાય તો પણ મૂત્રનો રંગ પીળો થઈ જાય છે.

શરીરમાં જો પૂરતા પ્રમાણમાં પાણી મળતું બંધ થઈ જાય તો પણ મૂત્રનો રંગ પીળો થઈ જાય છે. વધારે સમય તડકામાં કામ કરવાથી પણ યુરિનનો રંગ ઘેરો પીળો થઇ જવાની શક્યતાઓ વધી જાય છે. શરીરનું પાણી પરસેવા માટે વધુ પ્રમાણમાં બહાર નીકળી જાય તો પણ, માણસના મૂત્ર કટ કેળું અને પીળું થવાની શક્યતાઓ વધી જાય છે.

જ્યારે આપણા શરીરનું તાપમાન નોર્મલ ન રહેતું હોય અને તાવ જેવું અથવા તો જીર્ણજ્વર રહેતો હોય તોપણ યુરિનનો રંગ પીળો થઇ જવાની શક્યતા ઉભી થાય છે. યુરિનનો રંગ લાંબા સમય સુધી પીળો રહે તો, કિડનીમાં સ્ટોન પણ હોઈ શકે. પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી. હાલના સમયમાં ખૂબ સારી તપાસ થાય છે.

ખૂબ સારી ઔષધિઓ અને એની જાણકારીને લીધે આપણે ઝડપથી રોગમુક્ત થઇ શકીયે છીએ. આ સમયમાં તપાસ કરાવવી એ ખૂબ જ જરૂરી છે. પાણી ઓછું પીવાતું હોય તો પણ પેશાબનો રંગ પીળો થઇ જવાની શક્યતા છે. ઓછામાં ઓછું દરરોજ આઠ થી દસ ગ્લાસ પાણી પીવું એ આપણા શરીર માટે ખૂબ જ હિતાવહ અને યોગ્ય છે.

શારીરિક નબળાઈ અનુભવાતી હોય તો પણ યુરિનનો રંગ પીળો થઈ જાય છે. જે વ્યક્તિ વધારે પડતા આલ્કોહોલનું સેવન કરે તો પણ એના યુરિનનો રંગ બદલતો રહે છે. ગર્ભાવસ્થામાં સ્ત્રીઓને જો પીળો પેશાબ થાય તો ડરવાની જરૂર નથી કારણ કે, આ સમયે માતાના શરીરમાં અનેક નવા કોષો બનતા રહેતા હોય છે, તેમ છતાં ડોક્ટરની સલાહ પ્રમાણે ચાલવું. પણ નીડરતાપૂર્વક આપણે આપણા શરીર નિરોગીતા જાળવી રાખવી જોઈએ.

અમુક દવાઓના સેવનથી દાખલ તરીકે, કોઈ રોગ થયો હોય અને આપણે કોઈ એલોપથી દવાઓ લેતા હોઈએ તો એ દવાઓના સેવનથી પણ પીળો રંગ થવાની શક્યતાઓ રહે છે અને ડોક્ટરો દર્દીઓને કહેતા પણ હોય છે, આ દવા લેશો તો તમારા પેશાબનો રંગ આ પ્રકારે થઈ જશે.

આ બધા કારણો પૈકી, મોટાભાગના વ્યક્તિઓમાં પાણી ઓછું પીવાને કારણે પેશાબ પીળો થતો જોવા મળે છે. પાણી જરૂરિયાત મુજબ પીવું અને ઉનાળામાં તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારની સમસ્યા જણાય તો આપણે આપણા સ્થાનિક ડોક્ટર કે વૈદ્યની સલાહ લેવી જરૂરી છે.

કારણ કે આપણા શરીરના આમ તો બધા જ અંગો ખૂબ જ ઉપયોગી છે. એમાં લીવર અને આપણી કિડની એ આપણા શરીરની મૂળભૂત તાસીરનું એક સ્વરૂપ છે એટલે આ કીડની અને મૂત્ર માર્ગે વ્યવસ્થિત ચોખા અને નિરોગી રાખીએ અને ઝડપથી સાજા થઇએ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા