કહેવાય છે કે જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ યાદશક્તિ પણ નબળી પડી જાય છે. પરંતુ વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે જ યાદશક્તિ પર અસર નથી થતી, પરંતુ તમારી નબળી જીવનશૈલી પણ યાદશક્તિને અસર કરે છે.
ખાસ કરીને જો તમે તમારી જાતની યોગ્ય કાળજી લેતા નથી તો તમે ઘણી વાર વસ્તુઓ ભૂલી જવાનું શરૂ કરો છો અને આ પરિસ્થિતિ જ સૂચવે છે કે તમારી યાદશક્તિ નબળી પડી રહી છે. તો આ સમસ્યાથી બચવા શું કરવું જોઈએ તો આ સ્થિતિમાં શાંત મન હોવું ખૂબ જ જરૂરી છે અને આ માટે સારી ઊંઘ અને પૌષ્ટિક ખોરાક સૌથી વધુ જરૂરી છે.
સ્વાભાવિક છે કે જો તમને રાત્રે સારી ઊંઘ ના આવે તો તમને થાક ચોક્કસ લાગશે અને તેની અસર તમારી યાદશક્તિ પર પણ પડશે. મહિલાઓ સાથે પણ આવું થાય છે કારણ કે તેમને ઘર અને ઓફિસની બંને બાજુ જવાબદારી ઉઠાવવી પડે છે. અને આવી સ્થિતિમાં પોતાના શરીર અને મનને આરામ આપવો તેમના માટે એક પડકાર છે.
પરંતુ તમે આ પડકારજનક કામને માત્ર સારી ઊંઘ લઈને જ પૂર્ણ કરી શકો છો. તો સારી યાદશક્તિ માટે આહારમાં કંઈક વસ્તુઓ સામેલ કરવાની હોય છે, તે જાણીયે.
અખરોટ : મગજ માટે ઓમેગા-3 ફેટી એસિડનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે અને તે માટે શ્રેષ્ઠ સ્ત્રોત અખરોટ છે. અખરોટનો આકાર મગજ જેવો હોય છે. જો તમે દરરોજ 1 અખરોટ ખાઓ છો તો તમારું મગજ તેજ બની જશે. અખરોટ તમારી યાદશક્તિ વધારે છે. ડિપ્રેશનના દર્દીઓએ પણ અખરોટનું સેવન કરવું જોઈએ કારણ કે તે હૃદયને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે.
દેશી ઘી : દેશી ઘીનો ઉપયોગ પ્રાચીન સમયથી આપણા જીવનમાં કરવામાં આવે છે. તમે એ કહેવત પણ સાંભળી હશે કે વાણિયાઓનું મગજ ખૂબ જ તેજ હોય છે કારણ કે તેઓ દેશી ઘીનું સેવન કરે છે. પરંતુ ધ્યાન રાખો કે તમારે વધારે માત્રામાં ઘી ખાવાની જરૂર નથી.
જો તમે નિયમિતપણે સવારે ઉઠ્યા પછી અથવા તમારા એક ભોજન સાથે 1 ચમચી ઘીનું સેવન કરો છો તો તે તમારી યાદશક્તિ વધારવા માટે પૂરતું છે.
સિયા સીડ્સ : ચિયા સીડ્સમાં વધારે માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે આપણા મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે દરરોજ રાત્રે એક ચમચી ચિયાના બીજને પાણીમાં રાત્રે પલાળી રાખો અને બીજા દિવસે સવારે તે પાણીનું સેવન કરો તો તમારી નબળી યાદશક્તિ મજબૂત થઇ જશે.
જો કે ચિયાના બીજ તમારી ત્વચા, હાડકાં અને વાળ માટે પણ ફાયદાકારક છે. જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોય તો ચિયા સીડ્સ તમને આમાં મદદ કરશે.
ચા અથવા કોફી : સસલું કોઈ જાણે છે કે ડોકટરો વધારે ચા કે કોફી પીવાની ના પાડે છે પરંતુ તમે દિવસમાં 2 થી 3 વખત ઓછી માત્રામાં ચા કે કોફીનું સેવન કરી શકો છો. તેનાથી તમારો થાક પણ દૂર થશે, ફ્રેશ મહેસુસ થશે અને તેમાં રહેલું કેફીન તમને યાદશક્તિ વધારવામાં પણ મદદ કરશે.
ખાસ કરીને જો તમે કોફીનું સેવન કરો છો તો તે મગજ માટે ફાયદાકારક હોવાની સાથે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. અમેરિકાની જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં હાથ ધરવામાં આવેલા સંશોધનોએ પણ પુષ્ટિ કરી છે કે કોફી મગજને તેજ કરે છે.
જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ લેખને તમારા સર્કલ જોડે આગળ મોકલો અને આવી જ બીજી જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.