Why does the phone explode while charging
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણા લોકોના ફોન અચાનક બોમ્બની જેમ ફૂટે છે, જ્યારે ઘણાના ચાર્જ કર્યા પછી ચાલુ જ થતા નથી. ફોનમાં વિસ્ફોટ થયો હોવાના ઘણા કિસ્સા ન્યૂઝપેપરમાં આવતા રહે છે. આવી સ્થિતિમાં, અમે આ લેખમાં તમને જણાવીશું કે તમારો ફોન કેવી રીતે બ્લાસ્ટ થઈ જાય છે.

બેટરી કેમ ફાટે છે : સ્માર્ટફોનની બેટરી ફાટવાની કે ફોનમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બનતી હોય છે અને આ માટે સ્માર્ટફોનની કંપનીને દોષી ઠેરવીએ છીએ, પરંતુ હંમેશા સ્માર્ટફોનનો જ દોષ નથી હોતો, ઘણી વખત આપણી ખરાબ આદતને કારણે ફોન બ્લાસ્ટ થાય છે.

કઈ છે ખરાબ આદતો : ચાલુ ચાર્જિંગમાં મોબાઈલ વાપરવાની ઘણા લોકોની આદત હોય છે. આ આદતને કારણે પણ ફોન બ્લાસ્ટ થઈ શકે છે. બીજી બાજુ, ઘણા લોકોની એવી આદત હોય છે જેનો ફોનને કલાકો સુધી ચાર્જિંગમાં રાખે છે. આ કારણે પણ ફોન ફૂટે છે.

ફોન ચાર્જ કરતી વખતે ગરમ થવો : જો તમારો ફોન પણ ચાર્જ કરતી વખતે ગરમ થાય છે તો તમારે તરત જ ફોન કોઈ મોબાઈલની દુકાનમાં જઈને બતાવવો જોઈએ. ઑવરહિટિંગ ના કરને પણ અનેક અકસ્માતો થાય છે. આપણે ફોનને લઈને સાવચેત રહેવું જોઈએ ક્યારેય અવગણવું ના જોઈએ.

પાવર ડિસ્કનેક્ટ વિકલ્પ : તમને જણાવી દઈએ કે લોકોને એવું લાગે છે કે બધા જ ફોનમાં પાવર ડિસ્કનેક્ટનો ઓપ્શન આવે છે, પરંતુ પાવર ડિસ્કનેક્ટનો વિકલ્પ માત્ર મોંઘા ફોનમાં જ જોવા મળે છે.

ચાર્જ કરતી વખતે ગેમ રમવી : જ્યારે તમે ફોનને ચાર્જમાં લગાવો છો ત્યારે તમારે તે સમયે તમારો ફોન છોડી દેવો જોઈએ. ઘણા લોકો ચાર્જ કરતી વખતે પણ મોબાઈલમાં ગેમ રમતા હોય છે. ગેમ રમતી વખતે અને ચાર્જિંગ દરમિયાન ફોન સામાન્ય કરતા વધુ ગરમ થઇ જાય છે. આ કારણે પણ ફોન વિસ્ફોટ થઈ શકે છે.

હવે જો તમે પણ આ બાબતોને લઈને બેદરકાર છો તો હવે થી સાવધાન રહો. બાળકોને ચાલુ ચાર્જિંગ માં ગેમ ના રમવા દો. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આતો વી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા