આજે પંજાબી વાઇટ ગ્રેવી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જોઈશું. તો આ ગ્રેવી બનાવવાં ની સરળ રીત જોઇ ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો
- સામગ્રી :
- ડુંગળી ની પેસ્ટ માટે
- કપ ડુંગળી
- કાજુ
- મગજતરી નાં બી
- લસણ
- આદું
- ૨ ચમચી તેલ
- ૩ એલચી
- ૨ લવિંગ
- તજ નાં પત્તા
- લીલા મરચા
- ૫ ચમચી દહીં
- અડધી ચમચી ફ્રેશ ક્રીમ
- સ્વાદ પ્રમાણે મીઠું
ડુંગળી ની પેસ્ટ બનાવવા માટે: એક કડાઈ મા બધી સામગ્રી લઇ લો. પાણી એડ કરી ૮-૧૦ મીનીટ માટે મીડિયમ તાપે રાંધો. હવે નીચે ઉતારી મિક્સર બાઉલ માં લઇ તેની પેસ્ટ બનાવી લો.
ગ્રેવી માટે: એક કડાઈ મા તેલ લઇ તેમાં એલચી, લવિંગ , તજ નાં પત્તા ને મધ્યમ તાપે સાંતળી લો. હવે તેમાં લીલા મરચા અને ડુંગળી ની પેસ્ટ નાખી સારી રીતે સાંતળી લો. હવે તેમાં દહીં નાખી સારી રીતે મિક્સ કરી લો. બધી થોડી વાર ધીમા તાપે રાંધો.
બધું સારી રીતે થઈ ગયા પછી ગેસ બંધ કરી તેમાં ક્રીમ અને મીઠું ઉમેરી સારી રીતે હલાવો. તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.