આજે અમે તમને ૨૦ ઉપાય બતાવીશુ જે દરેક માણસ માટે ખુબજ ઉપયોગી છે. દરેક માણસ આ બધા ઉપાય ઘરે સરળતાથી કરી શકે છે. તો જાણો અગત્યના ૨૦ ઉપાય વિશે.
૧- શું તમારે વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીવો આ કરવાનો વજન વધશે.
૨- અપચો થઈ ગયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ-મીઠું મેળવી તેમાં પાણી શરબત બનાવી દીવસમાં ત્રણ-ચાર વખત પીવુ.
૩- ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઇલ્સ પર ખૂબ જ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.
૪- ગોળના નાના-નાના ટૂકડા સાથે ૮થી ૧૦ દાણા ચારોલના ચાલી જતાં થાક ઉતરી જશે.
૫- મોમા પાણી ભરી આંખ પર પાણી છાંટવાથી નેત્રની જ્યોતિ વધે છે.
૬- જમતા પહેલા ખાટા ફળો અને જમ્યા બાદ મીઠા ફળ ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.
૭- દાતનો દુખાવો થતો હોય ત્યારે તજના તેલનુ પુમડુ મુકવાથી રાહત રહેશે.
૮- રાય ના તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટીલા અને સુડોળ બને છે.
૯- જાંઘમા દુખાવો થતો હોય ત્યારે પગ ના તળિયા માં માલિશ કરવાથી ફાયદો થાય છે.
૧૦- સાંધાના દુખાવામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે. એક નંબર
૧૧- નવરાત્રી દરમિયાન કરવામાં આવતા ઉપવાસ વખતે નાળીયેરનું પાણી પીવાથી શરીરને ખૂબ જ તાકાત મળે છે.
૧૨- એસીડીટી લાગે ત્યારે થોડીક બદામ ખાવાથી એસિડીટી માં રાહત રહેશે.
૧૩- જ્યારે શરીરમાં પિત્ત વધી ગયું હોય ત્યારે બરફના નાખેલા પદાર્થો અને તળેલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.
૧૪- અઠવાડિયામાં એકવાર મધનુ એક ટીપુ આંખમાં નાખવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
૧૫- બરેલા શરીરને ઝડપી રુઝાવવા એલોવેરા અને હળદરના મિશ્રણમાં કોપરેલ ભેળવી બળેલા ભાગ પર લગાવવાથી જલદી રાહત મળે છે.
૧૬- નવા સંશોધન પ્રમાણે કસરત કરવા પહેલા હલકો નાસ્તો સ્ફુર્તિદાયક બની રહે છે અને ઝડપથી થાક લાગશે નહીં.
૧૭- પથરીથી મુક્ત રહેવા માટે કળથીને આહારમાં સ્થાન આપવાથી પથરી થવાની શક્યતા ઓછી રહે છે.
૧૮- લીંબુના શરબતમાં થોડું ગ્લુકોઝ અને થોડું મીઠું ભેળવીને પીવાથી લો બી.પી.માં તરત રાહત રહેશે.
૧૯- ૧ ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાકવાથી પેટનું દર્દ મટી જાય છે.
૨૦- તમને જાડા થઈ ગયા હોય તો એક વાડકા દહીમા મેથીના દાણાનો પાવડર મેળવી ખાવાથી ઝાડા માં રાહત મળે છે.