Know the right time to eat banana in the morning, afternoon or evening?
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સવાર બપોર કે સાંજ જાણો કયો છે કેળા ને ખાવાનું સાચો સમય? મિત્રો જો તમને પણ ક્યાં પસંદ છે તો જાણો કેળા ખાવા નો યોગ્ય સમય જેથી તમને તેના પૂર્ણ ફાયદા મળી શકે. કેળા એવું ફળ  છે જે ખાવામાં વધારે મહેનત કરવી પડતી નથી, તેથી જ ઘણા લોકો તેમના નાસ્તામાં કેળાને પસંદ કરે છે, પરંતુ ભૂખ્યા પેટે કેળા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક?

Know the right time to eat banana

તેમાં કોઈ શંકા નથી કે કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તંદુરસ્ત હૃદય અને શરીરનો થાક દૂર કરવા માટે કેળા ખુબ મદદગાર છે. કેળા બ્લડ પ્રેશર જાળવવામાં, તણાવ ઓછો કરવા માં, કબજિયાત અને અલ્સર ની સમસ્યામાં રાહત આપવામાં પણ મદદ કરે છે.

કેળા શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે. કેળામાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જે હીમોગ્લોબિન બનાવે છે અને એનિમિયા સામે લડવામાં મદદ કરે છે. કેળા પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમ નું એક ઉત્તમ વિકલ્પ છે. જે શરીરને જરૂરી ઘણા પોષક તત્વો પૂરા પાડે છે.

 

કેળા ખાવાથી ઉર્જાનું સ્તર વધે છે. આ કારણોસર દરેક વ્યક્તિએ દરરોજ કેળા ખાવા જોઈએ પરંતુ કેળા ક્યારે અને કેવી રીતે ખાવા તે જાણવું પણ જરૂરી છે. કેળામાં આયરન, ટ્રાઈટોફન,  વિટામિન બી 6 અને વિટામિન બી પણ હોય છે.

Know the right time to eat banana

કેટલાક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમ સમૃદ્ધ હોવા છતાં ભૂખ્યા પેટે કેળા ખાવા સ્વાસ્થ્ય માટે સારા નથી. સવારના નાસ્તામાં કેળા નો સમાવેશ કરવો જોઇએ પરંતુ તે ખાલી પેટે ખાવા ન જોઈએ. ડ્રાયફ્રુટ, સફરજન અને અન્ય ફળો નો પણ ઉપયોગ કેળા સાથે કરવો જોઈએ, જેથી શરીરમાં એસિડ પદાર્થોની માત્રા ઓછી થાય.

કેળા માં રહેલું મેગ્નેશિયમ લોહીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના સ્થળોનું સંતુલન બગાડી શકે છે, તેનાથી આગળ જઈને રક્તવાહિની તંત્ર ઉપર પ્રતિકુળ અસર પડી શકે છે. સવારે ખાલી પેટે કેળા ખાવાથી ભૂખ મરી જાય છે, જે શરીર માટે સારું નથી.

Know the right time to eat banana

મોટાભાગના લોકો રાત્રે સૂતા પહેલાં કેળા ખાય છે જ્યારે આમ પણ ન કરવું જોઈએ, કારણ કે રાત્રે કેળા ખાવાથી તમે બીમાર હોઈ શકો છો. રાત્રે કેળા ખાવાથી કફની સમસ્યા થઈ શકે છે. આયુર્વેદ અનુસાર જો તમે નાસ્તા પછી કેળા ખાતા હોય તો તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને કેળા ખાવા નો સારો સમય સવારે આઠ થી નવ વાગ્યાનો હોય છે પરંતુ જો તમે નાસ્તો કર્યો હોય તો આયુર્વેદ મુજબ દરેક વ્યક્તિએ સવારે ભૂખ્યા પેટે ફળ ખાવાનું ટાળવું જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભૂખ્યા પેટે કેળા જ નહીં પરંતુ અન્ય ફળો પણ ખાવાનું ટાળવું જોઈએ 

ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા