weight loss snacks in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે વજન ઘટાડવા માટે દૈત ફોલો કરી રહ્યાં છો, તો તમારા ડાયટમાં આ લેખમાં જણાવેલ હેલ્ધી સ્નેક્સનો સમાવેશ કરવો જોઈએ, જે તમને વજન ઘટાડવામાં ખુબ જ મદદ કરશે. તમે પણ આજથી આ નાસ્તાને તમારા આહારમાં સમાવેશ કરી શકો છો.

1 બાફેલા શક્કરિયા : જો તમે વજન ઓછું કરી રહયા છો તો તમારા આહારમાં શક્કરિયાનો સમાવેશ કરો . તેમાં બીટા કેરોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને તેને શેકીને અથવા બાફીને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમે વધારે ખાવાથી બચી શકો છો.

2. સ્પ્રાઉટ્સ વેજિટેબલ સલાડ : આ પૌષ્ટિક કચુંબર પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ખાધા પછી સંતોષની લાગણી થાય છે અને વધારે ખાવાથી બચી શકો છો.

3. મિક્સ નટ્સ કરો : મિક્સ નટ્સમાં કાજુ-બદામ-અખરોટ-અંજીર-કિસમિસ સમાન માત્રામાં ખાવાથી ભૂખની તૃષ્ણા શાંત થાય છે અને જલ્દી ભૂખ લાગતી નથી. મિક્સ નટ્સ વજન ઘટાડવાની મુસાફરીમાં શરીરને પોષક તત્વો પ્રદાન કરે છે.

4. ઈંડાનો સફેદ ભાગ : ઈંડાની સફેદીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. વજન ઘટાડવા દરમિયાન 2-3 ઈંડાનો સફેદ ભાગ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેનાથી ભૂખ લાગતી નથી. તમે તેને કોઈપણ સમયે નાસ્તા તરીકે ખાઈ શકો છો.

5. દહીં : દહીં એક સારું પ્રોબાયોટિક હોવાથી તે પેટને લગતી તમામ બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. કેલ્શિયમ અને પ્રોટીન ધરાવતું લો ફેટ દહીં વજન ઘટાડવામાં પણ ખુબ જ મદદ કરે છે, તેથી તમે પણ આ હેલ્ધી નાસ્તાને ડાયટમાં સામેલ કરો.

6. મિક્સ બીજ : મગઝ, કાળા અને સફેદ તલ, સૂર્યમુખીના બીજ, શણના બીજ વગેરે હેલ્દી નાસ્તો છે. તેમાં ફાઇબર, વિટામિન ઇ, ફેટી એસિડ, મેગ્નેશિયમ અને ઝિંક હોય છે, જે તમારી ભૂખને શાંત કરે છે.

7. શેકેલા ચણા : પ્રોટીન અને ફાઈબરનો મુખ્ય સ્ત્રોત હોવાની સાથે, તેમાં કાર્બોહાઈડ્રેટ્સ ઓછું હોય છે, તેથી તમે તેને વજન ઓછું કરવા દરમિયાન હેલ્ધી નાસ્તા તરીકે ખાઈ શકાય છે. વજન ઘટાડવા માટે આ પરફેક્ટ છે. આનાથી ભૂખ તો દૂર થાય છે અને તેને ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

8. મગફળી : તમે મગફળીને પણ નાસ્તા તરીકે ખાઈ શકો છો, તેમાં પોટેશિયમ, કોપર, કેલ્શિયમ, આયર્ન અને સેલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે. જેને તમે સાંજે કે સવારે ગમે ત્યારે નાસ્તા તરીકે ખાઈ શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા