જીમમાં જઈને પરસેવો પાડયા વગર વજન ઓછું કરો, ચરબી થરથર ઓગળવા લાગશે

weight loss protein foods
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે પણ જીમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડવાથી લઈને ડાયેટિંગ સુધી વજન ઘટાડવા માટે ઘણો પ્રયાસ કરી ચુક્યા છો, પરંતુ તેમ છતાં વજનમાં બહુ ફરક પડ્યો નથી તો પછી તમારા આહારમાં થોડો ફેરફાર કરવાનો પ્રયાસ કરો. જી હા, પ્રોટીન એ એકમાત્ર એવું પોષક તત્વ છે જે વજન ઘટાડવાની સાથે-સાથે વજન વધારવામાં પણ તમારી મદદ કરે છે.

પ્રોટીન શરીરને યોગ્ય આકારમાં લાવી શકે છે અને પ્રોટીનની વધુ માત્રા લેવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે. આ સિવાય પ્રોટીનનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે તમને જલ્દી ભૂખ લાગતી નથી. તે ઘણા પ્રકારના વજનને નિયંત્રિત કરતા હોર્મોન્સમાં ફેરફાર પણ કરે છે.

આ સિવાય તે તમારા શરીરમાંથી બિનજરૂરી ચરબીને પણ દૂર કરે છે. જો તમે વજન ઓછું કરવાની વિચારી રહયા છો તો યોગ્ય માત્રામાં પ્રોટીન લો. તમારા આહારમાં કેટલાક પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરીને તમે પણ સરળતાથી વજન ઘટાડી શકો છો.

સાંજના નાસ્તામાં બદામ ખાઓ : સાંજનો સમય એવો હોય છે જ્યારે વ્યક્તિને બહારનો નાસ્તો કરવાની ઈચ્છા થાય છે. જો તમને પણ એવું જ લાગતું હોય તો આ સમયે બદામ ખાવાની આદત પાડો. દરેક બદામમાં 1.3 ગ્રામ પ્રોટીન હોય છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને વજન નિયત્રિંત કરવામાં મદદ કરે છે.

કોટેજ ચીઝ : કોટેજ ચીઝ પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ અને વિટામિન B12 હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે તેમાં ફેટ અને કેલરી ખૂબ જ ઓછી હોય છે અને સો ગ્રામ કુટીર ચીઝમાં 11 ગ્રામ પ્રોટીન હોય છે.

ઓછી કેલરીવાળી બ્રોકોલી : લીલા શાકભાજીના ફાયદાઓ વિશે દરેક લોકો જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે બીજી શાકભાજીની સરખામણીમાં બ્રોકોલીમાં ખૂબ જ પ્રોટીન હોય છે. તે વિટામિન સી અને કે, ફાઈબર, ઓમેગા-3 ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર છે. તેમાં ખૂબ જ ઓછી માત્રામાં કેલરી હોય છે.

ઉચ્ચ ફાઇબરવાળા ચણા : કઠોરની જેમ ચણામાં પણ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેમાં હાજર ઉચ્ચ ફાઇબર સામગ્રીને કારણે તે ચરબી ઘટાડવામાં તમારી મદદ કરે છે. તો વજન ઓછું કરવા માંગતા હોય તો દરોજ મુઠ્ઠીભર ચણાનું સેવન કરો.

નાળિયેર : નારિયેળ પણ પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે અને તે થ્રેઓનિન, એમિનો એસિડથી ભરપૂર હોવાને કારણે તે લીવરનું રક્ષણ કરે છે અને જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ઇંડા : ઇંડાને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. એક ઈંડામાં લગભગ 6 ગ્રામ પ્રોટીન હોય છે અને તે વિટામિન B12, સેલેનિયમ, આયોડિન અને વિટામિન B2 પણ ભરપૂર માત્રામાં હોય છે. ઈંડાના સેવનથી હાઈ કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ અને વજન વધવાનો ડર પણ રહેતો નથી.

ટોફૂ : ટોફુ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ટોફુમાં એમિનો એસિડ ઉપરાંત આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, સેલેનિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે. તેનું સેવન કરવાથી તમે સરળતાથી તમારું વજન નિયંત્રિત કરી શકો છો.

દૂધ : કેટલીક સ્ત્રીઓને દૂધ ગમે છે અને કેટલીક મહિલાઓને નથી ગમતું, પરંતુ તે પ્રાણી પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. જો તમે એક ગ્લાસ દૂધ પીઓ છો તો તમારા આહારમાં લગભગ 8 ગ્રામ પ્રોટીનની જરૂરિયાત પુરી કરી શકે છે.

આ વસ્તુઓમાં ભરપૂર માત્રામાં પ્રોટીન તો હોય છે, જેના સેવનથી તમે ન માત્ર પ્રોટીનની ઉણપને દૂર કરી શકો છો પરંતુ તેની સાથે તમે તમારા વધતા વજનને પણ સરળતાથી નિયંત્રિત કરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવી જ માહિતી તમે ઘર બેઠા વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ આહાર સબંધિત માહિતી મળતી રહેશે.