grapes face pack home remedy
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ત્વચાને નિખારવા માટે અને જુવાન બનાવવા માટે આપણે ઘણા પ્રકારના ફળો અને ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરીએ છીએ, જે ત્વચાને કુદરતી રીતે સુંદર બનાવવામાં મદદ કરે છે. આ જ રીતે અમે તમને કાળી દ્રાક્ષમાંથી બનેલા ફેસ માસ્ક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે તમારી ત્વચાની સારી રીતે કેર કરી શકો છો.

કાળી દ્રાક્ષ સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ સારી માનવામાં આવે છે. તેમાં વિટામીન-સી અને વિટામીન-ઈ ભરપૂર માત્રામાં હોવાથી ત્વચાના કોષોને પુનર્જીવિત કરવાનું કામ કરે છે. આ કારણે તેને ખાવાથી અને તેમાંથી બનાવેલા ફેસ માસ્ક લગાવવાથી ત્વચા લાંબા સમય સુધી યુવાન રહે છે.

ઘણી વખત હવામાનમાં ફેરફારને કારણે ત્વચા સબંધિત ઘણી સમસ્યાઓ થાય છે, જેમ કે ઉનાળાની ઋતુમાં ત્વચા ડલ અને કાળાશ થવી સામાન્ય છે. ધૂળ, પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોના કારણે પણ ત્વચા પર નકારાત્મક અસર થાય છે. તો તમે પણ આ સમસ્યાથી બચવા માટે કાળી દ્રાક્ષમાંથી બનેલા ફેસ માસ્કનો ઉપયોગ કરી શકો છો.

1) કાળી દ્રાક્ષથી સ્ક્રબ કરો : ચહેરા પરથી ખીલ અને ગંદકી દૂર કરવા માટે ત્વચા સ્વચ્છ રાખવી ખૂબ જરૂરી છે. તો તમે ત્વચાને સાફ કરવા માટે કાળી દ્રાક્ષમાંથી બનાવેલો સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.

જરૂરી સામગ્રી : કાળી દ્રાક્ષ 5, પલાળેલી મસૂર દાળ 2 ચમચી, એક ચપટી હળદર અને લીંબુનો રસ 1/4 ચમચી

તેનો ઉપયોગ આ રીતે કરો : આ બધી સામગ્રીને મિક્સરમાં નાખીને પીસી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવીને હળવા હાથે સ્ક્રબ કરો. સ્ક્રબ કર્યા પછી તેને લગભગ 5 મિનિટ સુધી રહેવા દો, પછી ચહેરાને સામાન્ય પાણીથી ધોઈને સૂકવી લો. સુકાઈ ગયા પછી હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝર લગાવો. આ ફેસ માસ્ક અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર જરૂર લગાવો.

2) વૃદ્ધત્વ વિરોધી ફેસ પેક : કાળી દ્રાક્ષમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન-સી અને વિટામિન-કે ત્વચામાંથી ફાઈન લાઈન્સ અને કરચલીઓને દૂર કરવામાં મદદ કરે છે. ત્વચા સંબંધિત આ સમસ્યાઓ માટે તેમાંથી નીચે પ્રમાણે ફેસ માસ્ક બનાવો. સામગ્રી : કાળી દ્રાક્ષ 5, બેસન 1 ચમચી, મધ 1 ચમચી અને એક ચપટી હળદર

આ રીતે ઉપયોગ કરો : કાળી દ્રાક્ષની છાલ કાઢીને એક બાઉલમાં મેશ કરો. હવે તેમાં ચણાનો લોટ, હળદર અને મધ ઉમેરીને મિક્ષ કરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો અને સ્ક્રબ કરો.
સ્ક્રબ કર્યા પછી ચહેરા પર 5 મિનિટ રહેવા દો.

5 મિનિટ પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો અને ત્વચાને ટુવાલથી સૂકવી દો. સુકાઈ ગયા પછી હવે ત્વચા પર નારિયેળ તેલ એટલે કે કોપરેલ લગાવો. કાળી દ્રાક્ષમાંથી બનેલા આ ફેસ માસ્કને તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર જરૂર લગાવો.

3) ડી-ટૈન ફેસ માસ્ક : કાળી દ્રાક્ષમાં રહેલું વિટામિન-સી ટૈનિંગ દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ દહીં અને લીંબુ ત્વચાની કાળાશને દૂર કરવામાં મદદ કરે છે. જરૂરી સામગ્રી : કાળી દ્રાક્ષ 5, દહીં 1 મોટી ચમચી અને લીંબુનો રસ 1/4 ચમચી.

તેનો આ રીતે ઉપયોગ કરો : એક બાઉલ લો અને આ બધી વસ્તુઓને એક બાઉલમાં કાઢીને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લો. હવે બ્રશથી આ ફેસ માસ્કને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. લગભગ 10 મિનિટ માટે તેને ચહેરા પર લગાવીને રહેવા દો.

હવે એક કોટન બોલમાં ગુલાબજળ મિક્સ કરીને આ ફેસ માસ્કને દૂર કરો. તેને દૂર કર્યા પછી ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો અને હાઇડ્રેટિંગ મોઇશ્ચરાઇઝર લગાવો. તમે ફેસ માસ્ક અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર લગાવી શકો છો.

જો કે આ બધા ફેસ માસ્કથી મોટાભાગના લોકોની ત્વચાને ફાયદો થાય છે, પરંતુ દરેક શરીરની જેમ દરેક ત્વચા પણ અલગ-અલગ હોય છે અને જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તેને લગાવતા પહેલા એક નાનો ટેસ્ટ જરૂર કરો અથવા ડૉક્ટરની સલાહ લીધા પછી તેને લગાવો.

તમે કાળી દ્રાક્ષમાંથી બનેલા આ લેખમાં જણાવેલ ફેસ માસ્કથી પણ તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો. જો તમને આ બ્યુટી ટિપ્સ ગમી હોય તો, આવી જ વધારે બ્યુટી ટિપ્સ સંબંધિત આવી વધુ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા