તમે વજન ઘટાડી રહ્યા છો તો, ભૂલથી પણ આ ચાર કામ ના કરો, નહિતર વજન ઓછું કરવું મુશ્કેલ થઇ જશે

weight loss mistakes in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં દરેક છોકરી એક સ્લિમ દેખાવા માંગે છે અને જો તેમના વજનમાં થોડો પણ વધારો થાય છે તો તે તરત જ તેને ઘટાડવાની કોશિશ કરવા લાગે છે. સામાન્ય રીતે, સ્ત્રીઓને વજન ઓછું કરવું ખૂબ મુશ્કેલ માને છે, પરંતુ વાસ્તવમાં તે એટલું અઘરું કામ પણ નથી.

વજન ઓછું કરવા માટે તમારે ફક્ત યોગ્ય પદ્ધતિને અનુસરવાની જરૂર છે. જ્યારે સ્ત્રી વજન ઘટાડવાનું વિચારે છે, ત્યારે તે વિવિધ પ્રયોગો કરવાનું શરૂ કરી દે છે. જેના કારણે તેમને વજન ઓછું થયાવને બદલે કંઈક બીજું નુકસાન વધુ થાય છે.

આ સિવાય તેઓ, વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન, તે આવા ઘણા નાના કામો કરે છે, જે તેના વજન ઘટાડવાની પ્રક્રિયાને મુશ્કેલ બનાવી દે છે. કદાચ તમે પણ વજન વધવાની પરેશાન થઇ રહ્યા છો તો અને તમે આ દિવસોમાં વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ તમે ધાર્યું હશે તેવું પરિણામ નથી મળી રહ્યું.

તો, આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યાં છે, જે તમારે વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન બિલકુલ ન કરવી જોઈએ, તો ચાલો જાણીયે કઈ છે તે વસ્તુઓ.

ડાઈટ ફૂડનું સેવન કરવું : સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે જ્યારે લોકો વજન ઘટાડવાનું શરુ કરે છે તો અને બહારનું ખાય છે, ત્યારે તેઓ એવી વસ્તુઓ ખાય છે, જે ઉચ્ચ ફાઇબર અથવા ડાઈટ વગેરે લખેલું હોય છે. તેમને એવું લાગે છે કે આ વસ્તુઓ ખાવાથી તેમને કોઈપણ પ્રકારનું નુકસસં કર્યા વગર વજન ઘટાડવામાં મદદ કરશે. પરંતુ વાસ્તવમાં એવું થતું નથી.

ઉદાહરણ તરીકે, જો તમે ઉચ્ચ ફાઇબર બિસ્કિટ ખાઓ છો, તો તમે જોશો કે તે કેલરી અને ચરબી ખૂબ વધારે હોય છે. આ તમને વજન ઘટાડવામાં કોઈ ફાયદો નહીં આપે. એ જ રીતે ડાયેટ કોક પણ તમને ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. તો જયારે પણ તમે ક્યાંક બહાર ખાઓ છો તો તમારી કેલરીની ગણતરીમાં હેલ્ધી ફૂડનો ઓર્ડર આપો.

પ્રોટીન અને ફાઇબર પર ધ્યાન ના આપવું : કેટલાક લોકો વજન ઘટાડવાની પ્રક્રિયામાં હોય છે ત્યારે તેઓ સવારનો નાસ્તો કરતા નથી. બપોરના ભોજનમાં રોટલી-શાક ખાય છે અને રાત્રિભોજનમાં માત્ર સૂપ પીવે છે. પરંતુ આ વજન ઘટાડવાની ખોટી રીત છે.

આ તમારા BMR રેટને ઓછો કરે છે અને પછી વજનમાં ઘટાડો થવાને બદલે વધારો થાય છે. કોશિશક કરો કે તમારી કેલરીમાં સ્વસ્થ આહાર લો. તમારા આહારમાં પ્રોટીન અને ફાઈબરની માત્રા વધુ લો. તમે તમારા આહારમાં દૂધ, ચીઝ, ઈંડા, ચિકન, સલાડ, ફળની માત્રા વધારી શકો છો અને બ્રેડ અને રોટલીનું સેવન ઘટાડી શકો છો.

ફક્ત વજન કાંટા પર જ નિર્ભર રહેવું : આ એક સામાન્ય ભૂલ છે જે લોકો વારંવાર કરતા હોય છે. જ્યારે તે વજન ઘટાડવાનું શરુ કરે છે ત્યારે તે દર બીજા દિવસે વજન ચેક કરે છે અને જો તેમનું વજન સહેજ ઘટે છે, તો તેમને લાગે છે કે તેઓ વજન ઓછું કરી રહયા છે. જોકે, એવું કઈ હોતું નથી.

તમારે સમજવું પડશે કે તમારા શરીરમાં ચરબી સિવાય પાણીનું વજન, મસલ્સનું વજન વગેરે ઘણું બધું હોય છે. ક્યારેક એવું બને છે કે જો તમે હેલ્ધી રીતે વજન ઓછું કરો છો, તો તમારું વજન ઘટતું નથી અને થોડું વધી જાય છે, પરંતુ તમારું શરીર ધીમે ધીમે શોષવા લાગે છે.

આ સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી. સારી રીતે વજન ઘટાડવા માટે માત્ર વજનના કાંટા પર આધાર રાખશો નહીં પરંતુ સાથે તમારી શારીરિક રચના પણ તપાસો. આનાથી તમને એ સમજવામાં મદદ મળશે કે કેટલી ચરબી ઘટી છે અને કેટલી માંસપેશીઓ ઘટી છે અથવા પાણીનું વજન ઘટશે.

વર્કઆઉટ દરમિયાન ભૂલો કરવી : વજન ઘટાડવા દરમિયાન લોકો ઘણીવાર વર્કઆઉટ કરે છે, પરંતુ વર્કઆઉટ પહેલા અથવા પછી તેઓ તેમના શરીરને પૂરતી એનર્જી આપતા નથી, જેના કારણે તેમના શરીરમાં ચરબી નથી ઓછી થતી, પરંતુ મસલ્સ અને વોટર વેટ લુસ થઇ જાય છે.

ઉદાહરણ તરીકે, જો તમે વેઈટ ટ્રેઈનીંગ કરી રહ્યા છો તો તે પહેલા કેળા અથવા ખજૂર અથવા અખરોટ જેવા કાર્બોહાઇડ્રેટ યુક્ત ખોરાક ખાઈને વર્કઆઉટ શરૂ કરો. અને પછી જ્યારે વર્કઆઉટ કરી રહો છો તો વીસ મિનિટની અંદર, ઇંડા અથવા દૂધ જેવી પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાઓ.

જો તમે પણ વજન ઓછું કરી રહયા છો તો આ ઉપર જણાવેલી કેટલીક ભૂલો કરતા હોય તો તમે પણ તે કરવાનું ટાળો. જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.