weight loss drink in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વજન ઘટાડવું એ આપણામાંથી ઘણા લોકોની સમસ્યા છે અને આ સમસ્યાના ઉપાય માટે ઘણા લોકો જીમમાં જાય છે, ડાયટ ફોલો કરે છે, ઘણી પદ્ધતિઓ અપનાવે છે, પરંતુ વજન ઘટાડવું એ માત્ર એક રાતમાં નથી ઘટાડી શકાતું.

વજન ઓછું કરવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે અને સૌથી અગત્યની વાત એ છે કે તમારે તમારી જીવનશૈલીમાં પણ થોડોક ફેરફાર કરવો પડશે. આજકાલ વેઈટ લોસ ડ્રિંક્સ ખૂબ જ લોકપ્રિય થઈ ગયા છે, તો આજે તમને આ માટે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ સાથે શિયાળા અને ઉનાળા બંને માટે વજન ઘટાડવાના માટેના પીણાં વિશે જણાવશું.

ડ્રિન્ક વિષે જાણતા પહેલા તમને જણાવી દઈએ કે, જો તમે કેટલીક ભૂલો કરશો તો વજન ઘટાડવાનું કોઈ પીણું કામ કરશે નહીં. વેઈટ લોસ ડ્રિંક્સ તમારી વેઈટ લોસના લક્ષ્યમાં થોડો સુધારો કરી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે રાતોરાત જાદુ કરશે. તે ચોક્કસપણે અસર કરશે પરંતુ તમારે વજન ઘટાડવા માટે તમારી જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો પડશે.

આ માટે તામરી જીવનશૈલીને હેલ્દી રાખો, હેલ્દી ડાઈટ રાખો અને કસરત પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો તમે ઉપર જણાવેલી 3 વસ્તુઓ કરી રહ્યા છો તો આ પીણાં તમને તમારા વજન ઘટાડવાની યાત્રામાં ચોક્કસ મદદ કરશે. આ પીણાં ત્યારે જ કામ કરશે જયારે તમે તમારી જીવનશૈલીની આદતો પર કામ કરશો.

આ પીણાંની સાથે હેલ્ધી ખોરાક અને એક્સરસાઇઝ પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ પીણાં મેટાબોલિઝમ વધારવાની સાથે વજનમાં પણ ઘટાડો કરે છે.

ઉનાળા માટે વજન ઘટાડવા માટે પીણું : ઉનાળાની ઋતુમાં તમે આવા વજન ઘટાડવાના પીણાં અપનાવી શકો છો, જેની તાસીર ઠંડી હોય છે અને તે પેટની બળતરાને પણ શાંત કરે છે અને તમને ફાયદા પણ આપે છે.

1. વરિયાળીનું પાણી : તેને સવારે ઉઠ્યા પછી લઈ શકાય છે અને એમાં જો આ પીણું સવારે લેવામાં આવે તો તે ખૂબ જ સારું કામ કરે છે. આ પીણું બનાવવા માટે, 1 ચમચી વરિયાળીને 1 ગ્લાસ પાણીમાં આખી રાત માટે પલાળી રાખો. સવારે તેને ગાળી ના લો અને તેને ઉકાળો જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય.

આ પછી, તે તમારી મરજી છે કે તેને ફિલ્ટર કરવું કે નહીં અને તેમાં અડધો ગ્લાસ પાણી બીજું ઉમેરો. હવે તેને બેઠા બેઠા પીવો સીપ સીપ કરીને. જો તમે ઉભા રહીને ઉતાવળમાં પાણી પીવો છો તો ઘૂંટણના દુખાવાની સમસ્યા થઈ શકે છે.

2. ચિયા બીજ અને લીંબુ પાણી : આ પીણાને વર્કઆઉટના સમયમાં લઈ શકાય છે. આ પીણું બનાવવા માટે, 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી ચિયા સીડ્સ પલાળીને મૂકી રાખો.સવારે તેમાં અડધુ લીંબુ નીચોવી લો, જો તમે ઇચ્છો તો તમે મધ પણ ઉમેરી શકો છો, પરંતુ તે વૈકલ્પિક છે.

આપણે આ 2 ડ્રિન્કની વાત કરી તે ઉનાળાની વાત હતી, પણ શિયાળાની ઠંડીમાં કાયા પીણાં પીવા એ પણ પ્રશ્ન હશે? તમે ઠંડા હવામાનમાં આ પીણાં પી શકતા નથી કારણ કે તે ખૂબ અસર કરશે. તો હવે શિયાળામાં કાયા ડ્રિન્ક પીવા જોઈએ તે વિશે જાણીયે.

શિયાળા માટે વજન ઘટાડવાનું પીણું : આપણે શિયાળા માટે વજન ઘટાડવાના જે પણ પીણાં પીએ છીએ તેની અસર ગરમ હોઈ શકે છે. જો કે આ પીણાં તમને ઉનાળામાં અનુકૂળ આવે તો તમે તેને લઈ શકો છો, પરંતુ જો તમને અનુકૂળ ન હોય તો ના લો કારણ કે ઘણા લોકોને ખીલની સમસ્યા થઈ શકે છે.

1. તજનું પાણી અથવા ચા : તજ એક ખૂબ જ રસોડામાં ઉપયોગમાં આવતો મસાલો છે અને તેને તમારા આહારમાં સામેલ કરવું ખૂબ જ સારું સાબિત થઈ શકે છે. તજના પાણી માટે 1 ગ્લાસ પાણીમાં 1/4 ચમચી તજ પાવડર ઉમેરો. તેને સવારે ઉકાળો અને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. પછી તેમાં 2/3 ગ્લાસ પાણી જાઓ.

2. આદુ અને કાચી હળદરની ચા : શિયાળાની ઋતુમાં આ ચા ગરમી પણ આપશે અને મેટાબોલિઝમ પર પણ અસર કરશે. આ ચા બનાવવા માટે, એક પેનમાં 1 ગ્લાસ પાણી લો, તેમાં 1/4 ચમચી કાચી હળદર અને આદુ ઉમેરીને પછી તેને ઉકાળો અને અડધુ કરો, તેને તે રીતે પીવો.

એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે, જ્યાં સુધી તમે તમારી જીવનશૈલીમાં ફેરફાર નહીં કરો ત્યાં સુધી આ પીણાં કામ કરશે નહીં. વજન ઘટાડવા માટે કોઈ એક વસ્તુ પાર આધાર રાખ્વાથી વજન ઓછું થતું નથી. ઘણા લોકોની ફરિયાદ છે કે સવારે કસરત કરે છે અને દિવસમાં ચરબીવાળો ખોરાક ખાય છે અને કહે છે કે વજન ઓછું થતું નથી.

જો આ ડ્રિંક્સ લીધા પછી તમે જંક ફૂડ ખાઓ છો, પૂરતી ઊંઘ નથી લેતા, ખૂબ તણાવ લઈ રહ્યા છો, કંઈપણ શારીરિક પ્રવૃત્તિ નથી કરતા તો તમારું વજન ઓછું ક્યારેય નહીં થાય. આ લેખમાં આપવામાં આવેલી આ ટીપ્સને ફોલો કરો. આવી જ વધારે માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા