vasi rotli khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઇશું હેલ્થ ઉપયોગી માહિતી માં વાસી રોટલી ખાવાથી થતા ફાયદાઓ વિશે. રોટલી ખાવાના ફાયદાઓ તો ભરપૂર છે પરંતુ આ માહિતી તમે સાંભળ્યા બાદ ક્યારેય પણ વાસી રોટલી અથવા તો બાકી રહી ગયેલી, વધેલી રોટલી તમે ફેકિતો નહિ. તો ચાલો જાણીલો આ ઘરેલૂ ઉપાય વિશે ની એકદમ સંપૂર્ણ માહિતી.

મોટાભાગના લોકો પાસેથી એવું સાંભળ્યું છે કે રાતનો બચેલ ભોજન કરવાથી ફુડ પોઇજન થઇ શકે છે. જો ભોજન ૧૨ કલાકથી વધુ સમય રાખવામાં આવે તો તેના સેવનથી આપણને ફુડ પોઇજન ની સમસ્યા થઈ શકે છે. જેને વધુ વાસી ખાવાથી પૌષ્ટિક તત્વોની માત્રા ઘટી જાય છે.

જેના લીધે નુકસાન પહોંચે છે. એટલે કે તમે કહી શકો કે વધુ ખતરનાક સાબિત થાય છે. પણ અમુક ચીજો એવી પણ છે કે છે કે જેને વાસી ખાવાથી તેના ફાયદાઓ ડબલ થઈ જતાં હોય છે. એવી જ રીતે એક ખોરાક છે “વાસી રોટલી”. ઘઉંની રોટલી ની વાત કરીએ તો તમે રાતની વધેલી વાસી રોટલી ને કોઈ બીક વગર ખાઈ શકો છો. રોટલીમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર મળી આવે છે અને તે ખોરાક પચવામાં આસાની રહે છે.

રોજ સવારે વાસી રોટલી દૂધની સાથે ખાવાથી શરીરમાં ઘણા બધા રોગો ઠીક થઈ શકે છે. તો ચાલો જાણીએ વાસી રોટલી ખાવાથી કઈ કઈ બીમારીઓ દૂર થાય છે અને કઈ બીમારીઓ માં રાહત મળે છે.

તો સૌથી મોટી સમસ્યા દૂર થશે ડાયાબિટિસની. સુગર ની માત્રામાંથી છુટકારો મેળવવો હોય તો તમારા માટે વાસી રોટલી ખુબજ ફાયદેમંદ રહે છે. જે વ્યક્તિઓને ડાયાબિટીસ કે સુગર ની સમસ્યા છે તેઓના માટે વાસી રોટલી ખાવી જ ખૂબ જ ફાયદાકારક છે. જો ડાયાબિટીસ વાળા માણસો વાસી રોટલીનું સેવન કરશે તો એ દર્દીઓના સુગર લેવલમાં એકદમ ઘટાડો થઈ શકે છે.

વાસી રોટલી ને દસ મિનિટ માટે ઠંડા ફીકા દૂધમાં પલાળીને મુકી દો. ત્યારબાદ તેનું સેવન કરવું. આ પ્રયોગથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે, શુગર એકદમ ઘટી જાય છે. તમારે ઇન્સ્યુલિન લેવાની જરૂર નહિ પડે કે ડાયાબીટીસની કોઈ પ્રકારની મદદ લેવાની જરૂર નહીં પડે અને તમારે એક પણ રૂપિયાનો ખર્ચ વગર ડાયાબિટીસ કંટ્રોલમાં થઈ શકે છે.

બીજી વાત કરીશું બ્લડ પ્રેશરની છે. જે કોઇ વ્યક્તિને બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત છે તો આવી સ્થિતિમાં તે વ્યક્તિને ઠંડા દૂધ અને વાસી રોટલીનો સેવન જરૂર કરવું જોઈએ. ઠંડા દૂધમાં વાસી રોટલીની દસ મિનિટ માટે પલાળીને મુકી દો. દૂધમાં પલાળેલી આ રોટલી સવારે નાસ્તામાં ખાઓ.

તમારી પસંદ પ્રમાણે તમે એમાં ખાંડ ભેળવી શકો છો. આવું કરવાથી બ્લડપ્રેશરની સમસ્યા દૂર થઈ શકે છે. અને હા તમારી તેમાં ખાડ ન ભેળવવી હોય તો બે મધનાં ટીપાં પણ મેળવી શકો છો. આમ કરવાથી ગરમીમાં શરીરનું તાપમાન યોગ્ય બની રહેતુ હોય છે.

૩) ત્રીજો રોગ છે પેટ સંબંધી રોગો:  આજકાલના સમયમાં અનિયમિત ખાનપાન ને લીધે લોકોના પેટની સમસ્યા થવામાં વધારો થતો જોવા મળી રહ્યો છે .જે લોકોને પેટની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેઓએ નિયમિત વાસી રોટલીનું સેવન કરવું જોઈએ.

પેટની સમસ્યાથી પીડાઈ રહેલા લોકો માટે આ ઔષધી સમાન ગણવામાં આવે છે. કબજિયાત, એસિડિટી, પેટમાં બળતરા, પેશાબમાં જલન આ બધી સમસ્યાઓ વાસી રોટલી ખાવાથી દૂર થઈ જતી હોય છે અને જે લોકો એકદમ દુબળા-પાતળા છે, તે લોકોનું વજન વધારવું છે ઘટાડવું બિલકુલ નથી તો એવા લોકો માટે રોટલી ઉત્તમ ખોરાક છે.

જે વ્યક્તિ ખૂબ દુબળો-પાતળો છે તો તેનું વજન વધારવા માટે, હેલ્થી રહેવા માટે,  હષ્ટપુષ્ટ થવા માટે વાસી રોટલીનું સેવન જરૂર કરવું જોઈએ. આમ કરવાથી શરીર માં અલગ પ્રકાર ની શક્તિ મળે છે.  દુુુબળાપણાથી છુટકારો મળે છે સાથે શરીરમાં એક પ્રકારની એનર્જી આવે છે. તો તમે દુબળા-પાતળા હોવ તો બીજું બધુ ખાવાનું છોડી દો. વાસી રોટલી ખાવાનું શરૂ કરી દો. તમારૂ શરીર એકદમ મસ્ત, તંદુરસ્ત અને અલમસ્ત બની જશે.

હવે આપણે જોઈશું તાજી રોટલી કરતા વાસી રોટલી શા માટે પૌષ્ટિક છે. તો તાજી રોટલીની સરખામણીમાં વાસી રોટલી એકદમ વધારે પૌષ્ટિક છે, કારણ કે લાંબા સમય સુધી રાખવાના કારણે તેમાં જે બેક્ટેરિયા તૈયાર થાય છે તે સ્વાસ્થ્ય માટે એકદમ લાભદાયક છે. આ વાતનું ધ્યાન રાખવું કે વાસી રોટલી છે રોટલી બારથી સોળ કલાકથી વધારે વાસી ન હોવી જોઈએ.

કસરત માટે સૌથી ઉપયુક્ત છે વાસી રોટલી: જો તમે કસરત કરવા જઈ રહ્યા હોય તો તમારે પ્રોટીન પાવડર બધું ખાવાની જરૂર જ નથી.  કસરત કરો તે સમય તમારે વધારે એનર્જીની જરૂર પડતી હોય છે. તો જ્યારે તમે કસરત કરવા જાઓ છો, જીમમાં જાવ છો તો એ પહેલા બે વાસી રોટલી ખાઇને જાણો. તમારું શરીર એકદમ મસ્ત બની જશે સાથે સાથે એનર્જીથી ભરપૂર રહેશે અને તમારા શરીરમાં કોઇ પણ પ્રકારનો થાક તો નહીં જ લાગે.

હવે તમને જણાવી દઈએ કે વાસી રોટલી અને દૂધ સાથે ખાવાથી કોઈ જ નુકસાન થતું નથી પણ જ્યારે તમે વાસી રોટલી અને દૂધ ખાવ છો ત્યારે ડાયાબિટીસના દર્દીઓએ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓએ બ્લડ-પ્રેશરની દવાઓ બંધ કરવી પડશે. તો જ વાસી રોટલીની અસર થતી હોય છે અને તે ઉપરાંત થોડા સમય બાદ તમારી ડોક્ટર પાસે તપાસ જરૂર કરાવવાની રહેશે.

તમને ખ્યાલ આવી જશે કે તમારું સુુગર, તમારું બીપી કંટ્રોલમાં છે કે નહિ. આ પ્રયોગ આપણો જાણીતો છે સાચો છે અને આપણા દાદી-નાની વખતનો આ પ્રયોગ અજમાવેલો છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા