Vashi modhe pani pivana fayada in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઇશું કે સવારે વાસી મોઢે પાણી પીએ તો આપણા શરીરમાં કયા કયા પરિવર્તન જોવા મળે છે. આપણે જયારે સવારે ઉઠીએ છીએ, ત્યારે આપણા પેટમાં એટલે કે આપણી હોજરીમાં ખૂબ જ માત્રામાં એસિડ એકઠું થયેલું હોય છે. આખી રાત્રી નું એસિડ આપરા પેટમાં જમા થયેલું હોય છે.

આપણા મોઢામાં જે લાળ હોય છે, જે લાળ ગ્રંથિમાંથી જે રસ જળે છે તેની અંદર કેટલાય આલ્કલાઈન તત્વો હોય છે એટલે કે તે લાળમાં આલ્કલાઈંન કમ્પાઉન્ડ રહેલા હોય છે. જે આપણા પેટમાં રહેલા એસિડને ન્યુટ્રીલાઇજ કરી દે છે એટલે કે એની અસર નાબૂદ કરી દે છે. તો આ સવારના ભાગમાં આપણા મોઢામાં મળતી લાળ ને થોડી પણ વેસ્ટ કરવાની નથી. પણ આપણે તેનો ઉપયોગ કરવાનો છેે.

પેટમાં એકઠા થયેલા એસિડ ને નાબૂદ કરવા માટે. હવે જાણો વાસી મોઢે એટલે કઈ રીતે તો વાસી મોઢે એટલે સવારે ઉતાવળ કર્યા વગર કંઈપણ ખાધા વગર સીધું પાણી પીવાનું અને જો પાણી થોડું હૂંફાળું હોય તો એ સોનામાં સુહાગ ની જેમ વર્તે છે. એટલે કે વધુ પ્રભાવશાળી અસર કરે છે. પણ જરૂરી નથી કે ગરમ પાણી જ પીવું. તમે સાદું પાણી પણ પી શકો છો.

હવે જાણો કે આ પાણીને આપણે કઈ રીતે પીવાનું છે. સૌથી પહેલાં તો આ પાણીને ઉભા ઉભા તો બિલકુલ નથી પીવાનું. આના માટે સૌથી શ્રેષ્ઠ મુદ્રા છે આપણે ઘૂંટણ પર બેસીને આ પાણીને ધીરે ધીરે મોઢામાં ફેરવીને એટલે કે તેમાં લાળરસ ભળી જાય એવી રીતે સમય આપીને પછી તેને ગળાથી નીચે ઊતારવા નું છે.

આપણી ભારતીય પરંપરામાં આપણે સૌ શૌચ માટે જે પોઝિશનમાં બેસીએ છીએ તે પોઝિશનમાં બેસીને આ પાણી પીવું એ સૌથી શ્રેષ્ઠ છે. તેનાથી ફાયદો થશે કે આપણને ભવિષ્યમાં ક્યારેય ઘૂંટણ ને લગતી કોઈપણ સમસ્યા નહીં થાય. આ પાણીને આપણે ઘૂંટડો ભરી ભરીને પીવાનું છે, ધીરે ધીરે પીવાનું છે અને મોઢામાં એક થી થયેલી લાળ પાણી સાથે મિક્સ થઈ અને પેટમાં રહેલા એસિડને ન્યુટ્રીલાઈજ કરે એ રીતે ધીમે ધીમે આ પાણી પીવાનું છે.

આ રીતે પાણી પીવાથી જે લોકોને ઓડકાર આવવાની તકલીફ હોય છે તે તકલીફ પણ દૂર થઈ જશે. બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લોકોનું બોડી એસિડિક છે એટલે કે જેમને સવારે ખાટી ખાટી ટકારો આવે છે તેમણે પાણીમાં લીંબુ નાખીને એટલે કે લેમન વોટર નથી લેવાનું. કારણ કે લીંબુ પણ એસિડિક હોય છે અને લીંબુવાળું પાણી પીવાથી એસિડિટી વધી શકે છે.

આ સિવાય જો તમે વાસી મોઢે પાણી પીતા હો તો તમારી આંખોની રોશની વધી જશે. તમારા વાળ ખરવાનું બંધ થઈ જશે. તમે આનો વધારે લાભ લેવા માગતા હો તો તમે તમારી પાસે આમળાનો પાવડર હોય તો આમળાનો પાઉડર ઉમેરી શકો છો. આનાથી જે લોકોને કબજીયાત અને ગેસની સમસ્યા રહે છે તે પણ દૂર થઈ જશે. જે લોકોને લોહીની કમી હોય, જે લોકોને આંખો ની ફરતે કુંડાળા થઈ ગયા હોય, જેમના ચહેરા પર ગ્લો નથી, જેમને ખીલ ના નિશાન છે, પેટની તકલીફો છે.તેમને આ  પાણી પીવાથી આ બધી તકલીફો દૂર થઇ જશે.

તો જે લોકો કોઈપણ કારણસર દિવસ દરમિયાન વધુ પાણી પી શકતા ન હોય,વધુ કામને કારણે અથવા બીજી શરીરને કારણે દિવસમાં પાણી ઓછું પીવાતું હોય. તે લોકોએ સવારે ત્રણથી ચાર ગ્લાસ પાણી પી લેવું, જેથી તેમને એમાં ડિહાઇડ્રેશન નો પ્રોબ્લેમ ના થાય અને તેમનું શરીર આખો દિવસ હાઈડ્રેટ રહે. તો અહિયાં તમનેે વાસી મોઢે પાણી પીવાનાં ફાયદા વિશે માહિતી આપી. તમને અમારી આ માહિતી પસંદ એવી હસે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા