તાંદળજાની ભાજી ના ફાયદા: બે ઋતુ ભેગી થાય. આમ ઉનાળો હોય અને આમ ચોમાસા ના ટાણે, ઉનાળાની બળબળતી ગરમીમાં શીતળતા છાંયડા સમી તાંદળજાની ભાજી વિશે કેટલીક માહિતી આપીશું. ઉનાળામાં ચૈત્ર, વૈશાખ, જેઠ દરમિયાન પિત્તદોષ અને તેને કારણે રક્તધાતુ દૂષિત થવાની શક્યતા વધી જાય છે.
ચોમાસા બેસવાના પ્રારંભમાં પણ પિત્તજ્વર, મુત્રનું અટકવું, મૂત્રાશયમાં સોજો આવવો, મૂત્રમાર્ગમાં દાહ થવો, પથરી, આંખનું બળવું, ચામડી ઉપર ખસ અને ખરજવા તથા નાના મોટા ફોડકા થવાની શક્યતા વધી જાય છે. એવે ટાણે તાંદળજાની ભાજીનો પ્રથમ ગુણ એ છે કે શરીરમાં ઠંડક આપનારી ગણવામાં આવી છે.
તાંદળજો પિત્તને હરનાર છે. તાંદળજોના સેવનથી પેટની બળતરા શાંત થાય છે. તાંદળજો બારમાસી ભાજી તરીકે આપણને બારે મહિના મળે છે. આપણા ઘેર નાનકડો ક્યારે હોય તોપણ તાંદળજાની ભાજી આપણે સહેલાઇથી ઉછેરી શકીએ છીએ.
તાંદળજાની ભાજી અથવા તેનો રસ લોહીનું શુદ્ધિકરણ કરનાર છે. આપણા દેશમાં ભાજી વિવિધ પ્રકારની ભાજીઓ રાત્રે ખાવાની પરંપરા છે. પિત્તનું શમન કરવા માટે અનેરૂ ભાજી શાક છે. તાંદળજો લીલી ડાંડલી તથા કથ્થઈ કલર ની ડાંડલી વાળો, એમ બે પ્રકારે થાય છે.
તાંદળજો પચવામાં હળવો છે. મળ તથા મૂત્રને છુટથી લાવનાર છે. તે ખાવાથી રૂચિ જળવાઇ રહે છે. તાંદળજાની ભાજી ભૂખ લગાડનાર છે. કફ તથા લોહીના બગાડને પણ મટાડનારી જાણવામાં આવી છે.
જે લોકોને યકૃત, હરસ, માતા બેન દીકરીઓ ને સફેદ પાણી પડવું, આંખ ના રોગો તથા પેટના રોગો જેને આ રોગ થયા હોય તેઓએ તાંદળજાની ભાજી નિત્ય ખાવી જોઈએ. તાંદળજાની સાથે લસણનો વઘાર, લસણની કળી એ તાંદળજાનો વિભાગ દૂર કરનારી છે અને લસણ બળવાથી તાંદળજાની ભાજી એ બહુ મીઠી પૌષ્ટિક અને પોષણ આપનારી બને છે.
આપણા દેશમાં નાનામોટા, ગરીબ – મધ્યમવર્ગ, શ્રીમંત કોઈપણ લોકો હોય એ આ ભાજી નિયમિત રીતે ખાઈ શકે છે. આ ભાજીથી આપણા પેટના તમામ રોગો પણ શાંત રહે છે. પેટમાં કબજીયાત, અરુચિના કે કોઈ એવા રોગ આ ભાજીથી થતા નથી.
અને આ ભાજી ખાવાથી પેટની બધી ક્રિયાયો હળવી રહે છે કારણ કે તે સુપાચ્ય છે એટલે તાંદળજાની ભાજી ઉનાળા અને ચોમાસા દરમિયાન અને આમ ગણો તો બારેમાસ ખાવાની પરંપરા છે. ધન્યવાદ.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.