under mare gharelu upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઇશું આપણા ઘરમાં આવતા મચ્છર, માખી, ગરોળી અને વંદા થી આપણા ઘર ને કેવી દૂર રાખી શકીએ. ઘરમાં મચ્છર હોય કે માખી, ગરોળી હોય કે વંદો આ બધાથી બચવા માટે જોઈએ ઘરેલૂ દેશી ઉપાય.

આપણે હંમેશા ઘર નાં ખૂણા માં કે સ્ટોર રૂમ માં રહેતા વંદા થી હેરાન પરેશાન થઈ જતાં હોઈએ છીએ અને ઘર માં રહેલી માખીઓ પણ ઘણી બીમારી ફેલાવે છે. ઘર ની મોટી સમસ્યા એ છે કે ઘરમાં રહેલા ઉંદર, મચ્છર, વંદા અને માખી જેને આપણે નજરઅંદાજ પણ કરી શકતા નથી.

તો વંદા ને ઘરેથી ભગાડવા માટે લસણ – ડુંગળી અને મરી ને વાટી ને તેની પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટ માં થોડુંક પાણી એડ કરી liquid બનાવી લો. હવે આ liquid ને વંદા આવે ત્યાં છાંટી દો. જો તમે આ ઉપાય ૨-૩ દિવસ નિયમિત કરશો તો તમને તેમાંથી જલ્દી રાહત મળશે.

જો તમે ઉંદર થી પરેશાન થઈ ગયા છો. તમારા ઘરે બહુજ ઉંદર છે. તો પીપરમિંટ નાં ટુકડાને ઘરના દરેક ખૂણા માં મૂકી દો. આવું કરવાથી ઉંદર તમારી ઘરે આવશે નહિ અને ઘરમાં હસે તો ભાગી જશે. જો તમને ફરીથી ઉંદર ઘરમાં જોવા મળે તો આ રીત ૨-૩ દિવસ કરી જોવો. ફરીથી ઉંદર તમને ઘરે જોવા મળશે નહિ.

ઘરમાં રહેલી માખીઓથી પરેશાન થઈ ગયા છો તો સૌ પ્રથમ ઘરના દરવાજા બંધ કરી દો. ત્યારબાદ કોઈ સ્ટ્રોંગ ગંધ વાળા તેલ મા રૂ પરોવી ને દરવાજા પાસે મુકી દો. આ સ્ટ્રોંગ ગંધ થી માખી દૂર ભાગે છે.

જો તમને ઘરમાં ગરોળી જોઈને બીક લાગે છે અથવા તો તમ ઘરમાં રહેલી ગરોળી થી પરેશાન થઈ ગયા છો તો મોર નાં પીંછા ને દિવાલ પર લગાવી દો. આ મોરપીંછ ને જોઇને ગરોળી દૂર ભાગે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા