cockroach killer spray homemade
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો આપણા ઘરે વંદો આવે તો આપણને બીક લાગે છે અને ઘરમાં ગંદકી હોય એવું લાગે છે અને જો ઘરમાં વધુ પ્રમાણ માં વંદા હોય તો બીમારી થવાની પણ શક્યતા રહેતી હોય છે. ઘણા બધા પ્રકાર ના સ્પ્રે બજાર માં મળતા હોય છે. પણ આ સ્પ્રે નો ઉપયોગ કરતા આપણે ડરતા હોઈએ છીએ. કારણકે આ સ્પ્રે આપણા વાસણ કે આપણા ખોરાક માં ઉડીને ન જાય.

તો આજે આપણે જોઇશું એક સરળ ઉપાય જેથી તમારા ઘરમાં ક્યાંય પણ વંદો હસે તો જતો રેહસે. આ ઉપાય કરવાથી કોઈ પણ પ્રકાર ની સાઈડ ઈફેક્ટ નથી. અથવા તો કોઈ નુકશાન નથી. તો ચાલો જોઈએ સરળ ઉપાય.

એક પ્લેટ મા કપૂર લેવું. આ કપૂર તમને બહાર બજારમાં સરળતાથી મળી જાય છે. કપૂર ની સુગંધ આપણને તો સારી લાગે છે પણ વંદા માટે તે રામબાણ સાબિત થાય છે. કપૂર ની ગોટીઓ લઈ તેને હાથની મદદ થી ક્રશ કરી લો. સાથે અહી આપણ અગરબત્તી નો ઉપયોગ કરીશુ. અગરબત્તી ની સુગંધ થી પણ વંદા આપના ઘરમાં આવતા બંધ થઇ જાય છે.

૩-૪ અગરબત્તી લઈ તેનો ઉપર નો ભાગ કાઢી લો એટલે કે સળી સિવાય જે ઉપરનો પાઉડર વારો ભાગ છે તે. ૩-૪ અગરબત્તી નો ઉપર નો પાઉડર કાઢી લો. હવે એક અડધો ગ્લાસ પાણી લઇ તેમાં કપૂર અને અગરબત્તી નો ભુક્કો એડ કરી લો. હવે એક ચમચી ની મદદ થી તેને સારી રીતે હલાવી દો જેથી પાણી સાથે તેની સુગંધ આવી જાય. આ મીશ્રણ ને એક કલાક માટે મુકી રાખો.

હવે બનેલા  મિશ્રણ ને એક ગરણી ની મદદ થી ગાળી લઇ એક બોટલ માં ભરી દો. અહિયાં આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે એક સ્પ્રેવાળી બોટલ એટલે કે જેનાથી તમે સ્પ્રે કરી શકો તેવી બોટલ લઈ તેમાં આ મિશ્રણ ને એડ કરો. હવે તમારા ઘરે જ્યાં વંદા આવે છે જે જગ્યા પર આ સ્પ્રે નો છંટકાવ કરો.

આ સ્પ્રેનો છંટકાવ કરવાથી તમારા ઘરમાં રહેલા વંદા ભાગી જશે અને કોઈ દિવસ તમારા ઘરે આવશે નહિ. આ મિશ્રણ માં રહેલી સુગંધ તેમને ખુબજ ખરાબ લાગતી હોય છે તેથી કોઈ દિવસ પછી તમારા ઘરે ક્યારેય વંદા જોવા મળશે નહિ.

એક દિવા કરવાના કોડીયુમાં બોરિક પાઉડર લઈ ને જ્યાં વંદા આવે છે ત્યાં આ કોડીયુ મુકી દો. આ કોડિયું મુકવાથી કોડીયાાની આજુબાજુ ક્યાંય તમને વંદો દેખાશે નહિ.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા