દૂધીનું શાક ભાગ્યે જ કોઈને ભાવતું હશે પરંતુ તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે દૂધી ખાવાથી આપણા શરીરને ઘણા લાભ મળી રહેતા હોય છે. તેમાં પણ ખાસ કરીને દૂધી ખાવાથી વિટામીન બી, વિટામિન સી અને આઇરન જેવાં તત્વો આપણા ને મળી રહેતા હોય છે. ખાસ કરીને દૂધી ખાવાથી આપણા શરીરને ગંભીર બીમારીઓ સામે પણ રક્ષણ મળી રહેતું હોય છે જેના કારણે લોકો સવારના સમયે દૂધીનો જ્યૂસ પીવાની ઈચ્છા રાખતા હોય છે.
દુધી ની ખેતી સૌથી પહેલાં ભારતમાં જ થઈ હતી. ત્યારબાદ તેની ખેતી શ્રીલંકા, ઇન્ડોનેશિયા, ચીન સાઉથ અમેરિકા અને આફ્રિકા જેવા દેશોમાં કરવામાં આવી. પંજાબમાં દૂધીને સૌથી વધારે ખેતી થાય છે. દુધી સામાન્ય રીતે બે પ્રકારની જોવા મળે છે એ ગોળાકાર પ્રકારની અને બીજા લાંબી, જાડી ડંડા આકારની.
મોટાભાગે લોકો બીજા પ્રકારની દૂધી ખાતા હોય છે, કારણ કે ગોળાકાર દુધી વધારે જગ્યા ઉપર મળતી નથી. આ તો વાત થઈ દૂધી ના પ્રકાર વિશે, હવે જાણો તેની ખેતી ક્યાં થાય છે ? અને દૂધી ખાવાથી તમને કયા કયા પ્રકારના લાભ મળી રહેશે તે પણ જાણો.
દુધી આપણા લીવર માટે સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી આપણા લીવરને ઘણો ફાયદો મળી રહે છે. સાથે જ લીવરની કાર્યક્ષમતામાં પણ વધારો થતો જોવા મળતો હોય છે.
આજે મોટાભાગના લોકો વધતા વજનને કારણે હેરાન થતાં હોય છે પરંતુ, આપને જણાવી દઇએ કે દૂધીના ૯૦ ટકા કરતાં વધારે પાણી રહેલું હોય છે, સાથે જ તેમાં માત્ર 12 ટકા જેટલી કેલરી હોય છે. ઉપરથી તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે દૂધી ખાવાથી તમે તમારું વજન ઉતારી શકો છો.
બ્લડપ્રેશરના દર્દીઓ માટે તો દૂધી વરદાન કહી શકાય. કારણ કે તેમાં સોડિયમ, પોટેશિયમ અને અન્ય મિનરલ્સ પણ રહેલા હોય છે. જેના કારણે તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેતું હોય છે. ઉપરાંત તેના સેવનથી અન્ય બીમારીઓ સામે પણ રક્ષણ મળી રહેતું હોય છે.
જે લોકોને કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય છે તેવા લોકોએ તો ખાસ કરીને દૂધનું સેવન કરવું જોઈએ કારણ કે કબજિયાત જેવી સમસ્યા આપણા પેટમાં ફાઇબરના અભાવને કારણે થાય છે. દૂધીમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી તમને તેનાથી રાહત મળી રહેશે સાથે જ દૂધીનો જ્યૂસ પીવાથી તમને એસિડિટી જેવી સમસ્યાઓમાંથી પણ રાહત મળી રહેશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.