limbu khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમને એક એવા મિશ્રણની વાત કરવાનાં છીએ કે જે ત્રણ થી ચાર મિશ્રણ તમે લેશો તો તમારા શરીરમાં શરદી, ઉધરસ, કફ આવા બધા જ પ્રકાર ના રોગો માં તમને ખૂબ જ રાહત મળશે. મીઠું અને લીંબુ આ બંને આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે, પરંતુ સાથે ત્રીજી એક વસ્તુ લેવાથી તમારા કફ જન્ય રોગો શાંત થાય છે, જ્યારે ઋતુ બદલાઈ જાય અને ઋતુ ભેગી થાય ત્યારે જે રોગો થાય છે, ત્યારે બીમાર પડી જવાય છે, તે બધામાં શરીર માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે.

તો આ ત્રીજી ઔષધી છે કાળા મરી. કાળા મરીનાં અનેક ફાયદા થાય છે અને લીંબુ, મીઠું, કાળા મળી અને જો તમે ગળપણ તરીકે મધનો પણ પ્રયોગ કરી શકો છો કારણ કે મધ કફનાશક ગુણ ધરાવે છે. મીઠું, કાળા મરી આ બંને એક ગ્લાસ પાણીમાં લેવાનું. તેમાં  લીંબુ નીચોવવાનું અને આ ત્રણેયનું મિશ્રણ તમારે પીવાનું. તેને તમે આયુર્વેદનું કોલ્ડ્રિંક એનર્જી ડ્રીંક સમજો કે કફનાશક ડ્રીંક સમજી શકો છો.

તમે તેમાં જરૂરિયાત પ્રમાણે મધ પણ ઉમેરી શકો છો. તો લીંબુ, મીઠું અને કાળા મરીનો મિશ્રણ કફને તોડવાનું કામ કરે છે તથા શરદીના રોગોમાં રાહત અપાવે છે અને જામેલા બલગમ ને પાતળો કરી નાખે છે એટલે આપણા કફને પાતળો કરીને રાખે છે અને કફ મે ઘણો શાંત કરી દે છે.

હાલનાં આ કોરોનાના સમય માં તે કફ ન થાય તેનું ખુબજ ઘ્યાન રાખતા હસો. આ કોના સમયમાં આપશો ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખતા હશો અને કફનાશક દ્રવ્યો જ લેતા હસો અને તમે એવી જ વાતો સાંભળવા મળે કે આ નહિ ખાવાનું અને ખાવાનું. આવી બધી જ વાતો તમને સાંભળવા મળતી હોય છે.

પરંતુ આ બધું સાંભળીને કંટાળી ગયા હોય અને તમારે ક્યાંક એનર્જી ડ્રીંક ઘરે બનાવેલું ખાવું છે તો લીંબુ, મીઠું, કાળા મરી અને થોડું મધ આ બધું મિક્સ કરીને તમે પીશો તો તમારા શરીરમાં કફ જન્ય રોગો, શ્વાસ સંબંધી રોગો આ બધા જ રોગોમાં તમને શાંતિ મળે છે.

જો શરીર માં કફ નહિ હોય તો તમને શરીરમાં કોઈ પણ પ્રકારનું વાઇરલ ઇન્ફેક્શન, બૅક્ટેરિયલ ઇન્ફેક્શન હોય કે કોરોના જેવો સમય હોય પણ જો આપણા ફેફસા કફ મુક્ત હશે તો, આપણે આ બધી વસ્તુ માં રાહત મળશે. તમને ઇન્ફેક્શન થયું હોય તો પણ તેમાં રાહત મળે છે.

જો તમે હળદર અને મીઠાને કોગળા કરશો તો પણ તમને ફાયદો થશે. હળદર અને મીઠું સહેજ નવશેકા ગરમ પાણીમાં ગરમ કરી દિવસમાં ત્રણ વખત કોગળા કરશો તો પણ ગળા નાં ઇન્ફેક્શનમાં રાહત થશે. ઇન્ફેકશન થાય એટલે તરત જ ઇજગીથરોમાઈન નું સેવન નથી કરવાનું.

આ પ્રકારની દેશી ઔષધોનું સેવન કરશો તો પણ સરળતાથી મટી જશે. દેશી ઔષધોનું સેવન કરવાથી લાંબા ગાળે આપણને કોઈ કિડની કે લીવર માં કો અસર નહિ થાય. આ એનર્જી ડ્રીંક તમે પીશો તો તમારો કફ-શરદીમાં રાહત રહેશે અને તમારા ફેફસાં કફ મુક્ત રહેસે. કાળા મરી, લીંબુ, સિંધવ મીઠું અને તમે મધનો પ્રયોગ કરશો તો આ પ્રકાર નાં ફાયદા થશે. સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

આપણા કિડનીની સફાઈ કરે છે, મંદાગ્નિ, અરૂચિ, કઈ ગમતું ન હોય તો તેમાં પણ આપણને ફાયદો અપાવે છે. પેટના દુખાવામાં પણ એ ઉપયોગી છે.જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય તો તેના માટે પણ ઉપયોગી છે. દુખાવામાં પણ રાહત આપે છે અને શરીરમાં સ્ટેમિનાર પણ જાળવી આપે છે. તો આ કફનાશક ની સાથે સાથે આ બધા ફાયદાઓ પણ છે તો કાળા મરી, લીંબુ અને મધ નો ઉપયોગ કરવો સરળ છે. ઘરે થઈ શકે છે. રસોડામાં થઈ શકે છે. તમારે ક્યાંય વસ્તુ પણ લેવાની જરૂર નથી પણ એક વાત ધ્યાન રાખજો કે મધ હોવું ખુબજ જરૂરી છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા