This type of food slowly melts the bones
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે એક એવા વિષય વિશે વાત કરીશુ, જે આપને બહુ ઓછું વિચારીએ છીએ, એ વિષય એટલે આપણા શરીરના હાડકા નબળા પડવા. હાડકા ની સાચવણી આપણા શરીર માટે સૌથી વધુ અગત્યની છે અને આજકાલના યુવાનો ના હાડકા તકલાદી થવાના કેશો ખૂબ જ વધવા લાગ્યા છે અને તે હવેથી વધવાના જ છે. પણ આ વધવાના કેશો માટે કોણ જવાબદાર છે.

વધુ પડતા ખાંડ આધારિત ગળપણ એ હાડકાને નબળા કરનારું છે. વધુ પડતી ખાંડ હાડકાને નુકસાન કરે છે. વિજ્ઞાન પણ માને છે કે ઠંડા અકુદરતી પીણાં હાડકાને ક્ષીણ બનાવે છે કોલ્ડ્રિંક્સ માં કાર્બન ડાયોક્સાઇડ અને ફોસ્ફરસનો વપરાશ હોવાને લીધે આ તત્વોથી હાડકાં નબળાં પડવાની સ્થિતિ ઉભી થાય છે.

હાડકા ની મજબૂતાઈ માટે સતત કોલ્ડ્રિંક્સ પીવાનું ટાળવું જરૂરી છે. હાડકાની મજબૂતી માટે આપણી વૈદક પરંપરામાં ચા કોફી પણ પ્રમાણસર પીવા જોઈએ. ચાનો શક્ય હોય ત્યાં સુધી ઓછો ઉપયોગ થવો જોઈએ એટલે સપ્રમાણ અથવા ઓછી પીવી જોઈએ. કારણ કે ચા ની અંદર રહેલા કેફીન તત્વ હાડકા નબળા પાડે છે.

વધુ પડતું સાદુ મીઠું જે દરિયાઈ મીઠા તરીકે ઓળખાય છે એ પણ ખાવું હાડકા માટે નબળું છે. વૈદક વિદ્યાની એવી ભલામણ છે કે માત્ર સીંધવ જ પસંદ કરવામાં આવે.( સીંધાલુણ નમક). સીંધાલુણ નમક એ ગાંગડાના સ્વરૂપમાં પણ આવે અને દરેલુ પણ આવે. સાદા મીઠા માં રહેલું સોડિયમ આપણા શરીરના ઉપયોગી તત્વ કેલ્શિયમ ને યુરીન મારફતે બહાર કાઢે છે.

જેને લીધે લાંબા ગાળે હાડકાને નુકસાન થાય છે. આજકાલ આપણી ખાનપાનની ક્રિયા સાવ ખોખલી થઈ જવા પામી છે અને નિયમિત ખાણીપીણી, નબળી જીવનશૈલીને લીધે નાની ઉંમરે દુખ કમરનો દુખાવો, પગનો દુખાવો, એડીનો દુખાવો આ બધું થાય છે. જેની મજબૂતાઈ માટે કયા કયા પ્રમાણે ધ્યાન આપવાથી આપણા હાડકા મજબુત રહેશે.

તો તેના માટે દરરોજ કાળા તલના તેલનું માલિશ, પકવેલું તેલ અથવા તો કાળા તલના તેલમાં સિદ્ધ કરેલી નગોડ જેવી વનસ્પતિઓનું તેલ. આ નિત્ય નહી તો કાંઈ નહી પણ અઠવાડિયે એક વખત માલિશ થવું હાડકા માટે બહુ જરૂરી છે. આપણા દેશમાં કેરળ અને હરીયાણા બંને પ્રદેશોમાં તેલ જોડવાની શરીરે મોટી પરંપરા છે. એ પ્રદેશના લોકોને હાડકાના રોગ તથા વાના રોગો ઓછા થાય છે.

તો આપણે સ્નિગ્ધ પદાર્થમાં આ તેલનો ચોળવાનો પ્રયોગ કરીએ. ગાયના ઘી ખાવાથી પણ હાડકા મજબુત થાય છે. આવી કેટલીક બાબતો નું આપણે ધ્યાન રાખીએ અને સપ્રમાણ કસરત કરીએ. વ્યાયામ કરીએ, માથામાં તેલ નાખી એ તો પણ આપણા માથાના જે મસ્તિષ્કની હાડકાની ખોપરી છે અને હાડકાંનુ પડ પણ મજબૂત થાય છે.

આ રીતે આપણે હાડકાને નબળા પડતા તત્વો થી દૂર રહી અને એને જાણી અને કેટલીક એવી ક્રિયાઓ કરીએ જેને કારણે આપણા હાડકા મજબુત રહે આપણું શરીર મજબૂત રહે અને જેથી આપણે એક સાદુ સરળ અને સ્વાસ્થ્ય જીવન જીવી શકીએ

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા