vasan dhova mate tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડામાં વાસણો સાફ રાખવામાં આવે ત્યારે જ રસોડું પણ ચમકતું દેખાય છે. એટલે જ રસોડાનું સૌથી મહત્વનું કામ વાસણ ધોવાનું છે અથવા એમ પણ કહી શકાય કે સૌથી વધારે જંજટવાળું કામ આ જ છે. પણ આજના સમયમાં વાસણ ધોવાનું એટલું મુશ્કેલ કામ નથી જેટલું પહેલાના જમાનામાં હતું.

જો તમે દરરોજ વાસણ ધોતા હોય તો પછી તમે થોડી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમારા કામને સરળ બનાવી શકો છો. જોકે ઘણી મહૈયાઓને વાસણ ધોવાનું કામ ખૂબ જ અઘરું લાગે છે, પણ એવું નથી. તો ચાલો જાણીએ વાસણને ધોતી વખતે કઈ 6 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી તમારા વાસણો હંમેશા ચમકતા દેખાય.

જો ભારે કે મોટા વાસણોથી સાથે હલકા વાસણો ધોતા હોય તો પહેલા હલકા વાસણોને ધોઈને બહાર કાઢી લો. નહિંતર તે ભારે વાસણો સાથે અથડાવાથી તૂટી શકે છે. આ સિવાય ચમચીઓ અને છરી પહેલાથી ધોઈ લો.

વાસણો ધોયા પછી એવી રીતે રાખો કે તે સારી રીતે સુકાઈ જાય, નહિ તો તેમાંથી દુર્ગંધ આવવા લાગશે. અને એ પણ ધ્યાનમાં રાખો કે વાસણોને રેકમાં મૂકતા પહેલા તેને સારી રીતે સાફ કરી લો.

જો તમે ચીકણા વાસણો ધોવા માંગતા હોય તોસૌથી પહેલા આવા વાસણોને એક જગ્યાએ રાખો અને તેમાં ગરમ ​​પાણી અને ડીશ વોશ લીકવીડ નાખો. જેથી તેમની ચિકાસ નીકળી જાય અને તેમને ધોવા માટે વધારે મહેનત ના કરવી પડે.

ગંદા વાસણોને ધોતા પહેલાં એક જગ્યાએ ભેગા કરો, જેથી તમારે વારંવાર આમ તેમ ના જવું પડે. બાકી બધી સામગ્રી જેમ કે સ્ક્રબર, સાબુ અને ટુવાલ વગેરેને પણ તમારી સામે રાખો.

બધા વાસણો ધોયા પછી તેમને નાનાથી લઈને મોટા સુધી ક્રમમાં ધોવા જોઈએ. આમ કરવાથી પાણીની બચત થશે અને વાસણો પણ સારી રીતે સાફ થઇ જશે.વાસણો ધોયા પછી એકસાથે ઘુસાડીને ના રાખો પણ તે વાસણોને સ્ટેન્ડમાં અલગ અલગ રાખો. પછી તેમને ટુવાલથી લૂછીને જ તેમને રેકમાં મૂકો.

ધ્યાન રાખો કે વાસણ ધોયા પછી સાબુ ​​અને સ્ક્રબરને સારી રીતે ધોઈ લો , નહીંતર તેમાંથી દુર્ગંધ આવવા લાગશે, ખાસ કરીને ઉનાળા દરમિયાન આ વાતને ખાસ ધ્યાનમાં રાખો.

વાસણો ધોયા પછી વોશ બેસિનને પણ સારી રીતે સાફ કરો અને ધ્યાન રાખો તેના પર પણ કોઈ પ્રકારની ચિકાસ કે ગંદુ ના રહે નહિંતર વોશ બેસિનમાં ડાઘ દેખાશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા