આજે તમારી સાથે શેરી કરીશુ વઘારેલી છાશ ની રેસિપી. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને સ્વાદમાં સુપર થી પણ ઉપર એવી આ વગારેલી છાશની રેસિપી ઘરે કઈ રીતે બનાવી બનાવી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ રેસીપી જોઈલો.
સામગ્રી:
- ૧ ચમચી મગફળીનું તેલ
- ૧ ચમચી જીરું
- ૧ ચમચી સમારેલું લસણ
- લીલાં શમારેલા મરચાં
- હળદળ
- લાલ મરચું
- કોથમીર
- લીલાં લીમડાના પાન
- સ્વાદ પ્રમાણે મીઠું
બનાવાની રીત:
સૌ પ્રથમ ગેસ પર એક તપેલી માં તેલ એડ કરી ગરમ થવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં ૧ ટી.સ્પૂન જીરુંં એડ કરો. જીરૂ ને ફૂટવા દેવાનુ છે. જવે તેમાં લસણ ને એડ કરો. થોડી વાર પછી લસણ નો કલર બદલાવા લાગે ત્યારે ગેસ ને ધીમો કરી તેમાં સમારેલાં લીલા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરો.
જ્યારે બધું સારી રીત સંતળાઈ જાય પછી તેમા લાલ મરચુ, હળદળ, અને કોથળીર એડ કરો. હવે બધું બરાબર એકવાર સરખી રીતે સાંતળી દો. અહિયાં તમે તમારાં સ્વાદ પ્રમાણે વધુ કે ઓછાં મસાલા એડ કરી શકો છો. હવે ગેસ ને બંધ કરી દો.
હવે આપડે છાશ ને એડ કરવાની છે. હંમેશા છાશ ને તમારે ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાની છે, જો ગેસ ચાલુ હસે તો છાશ ફાટી શકે છે. હવે છાશ ને તમે એડ કરો. છાશ એડ કર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ એડ કરો. તો અહિયાં તમારી વઘારેલી. છાશ બનીને તૈયાર થઈ ગઈ છે. જે તમે વઘારેલી ખિચડી કે મસાલા ખિચડી સાથે સર્વ કરશો તો ખાવામાં ટેસ્ટી લાગશે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Image Credit: Rakesh Prajapati’s kitchen Gujarati