ungh na avavani samasya
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

સારા સ્વાસ્થ્ય માટે ઘણી બાબતો મહત્વપૂર્ણ ભાગ ભજવતી હોય છે, જેમ કે સારો ખોરાક, કસરત, સારી ઊંઘ વગેરે. પરંતુ આજના ભાગદોડભર્યા જીવનમાં ઊંઘ ન આવવી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે ઘણા લોકો પરેશાન થઇ રહ્યા છે અને તેના કારણે તેઓ ઊંઘની ગોળીઓ લેવા લાગ્યા છે.

પરંતુ આ ગોળીઓ ખાઈ ઊંઘ લેવી એ નુકસાનકારક સાબિત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે નિષ્ણાતો કહે છે કે ઊંઘ ન આવવાનું મુખ્ય કારણ તણાવ છે. જ્યારે ઊંઘ આવતી નથી, ત્યારે દરેક લોકો પોતાનો આખો દિવસ થાક સાથે પસાર કરે છે.

જો ઊંઘ ન આવવી એ લાંબા સમય સુધી ચાલે છે, એટલે કે જે લોકો યોગ્ય રીતે ઊંઘી શકતા નથી, તેવા લોકોના સ્વાસ્થ્ય પર ઘણી રીતે ખરાબ અસર પડે છે. જેના કારણે શરીરમાં બીમારીઓ આવી શકે છે અને શરીર ની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે.

તેથી સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ જરૂરી છે. જો તમને પણ સારી રીતે ઊંઘ લઇ શકતા નથી તો તમારે રાત્રે સૂતા પહેલા કેટલીક વસ્તુઓનું સેવન કરવું જેથી તમે પણ સારી ઊંઘી શકો. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિષે.

જાયફળ: જાયફળ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાનું જાણીતું છે એટલે તેનો ઉપયોગ ખાસ કરીને ખીર બનાવવામાં કરીએ છીએ. પરંતુ તેના ઉપયોગથી તમે અનિદ્રાની સમસ્યા દૂર કરી શકો છો. આ માટે એક કપ ગરમ દૂધમાં એક કે બે ચમચી જાયફળનો પાવડર મિક્સ કરીને સૂતા પહેલા તેનું સેવન કરો.

આ રીતે થોડા દિવસ તેનું સેવન કરવાથી તમારી અનિદ્રાની સમસ્યા ઉપરાંત, તે અપચો અને ડિપ્રેશનની સારવારમાં પણ ઉપયોગી થશે. તમને જણાવી દઈએ કે પેટની સમસ્યાઓ માટે પણ જાયફળ બેસ્ટ દવા છે

ગરમ દૂધ : મગજ અને શરીરને આરામ આપવા માટે ગરમ દૂધ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે દૂધમાં ટ્રિપ્ટોફેન હોય છે, જે ઊંઘને ​​પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. ગરમ દૂધનો ઉપયોગ કરીને તમે અનિંદ્રાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

આ માટે એક કપ ગરમ દૂધમાં એક કે અડધી ચમચી તજ પાવડર મિક્સ કરો અને સૂતા પહેલા તેનું સેવન કરો. થોડા દિવસ આ રીતે કરવાથી તમારી અનિદ્રાની સમસ્યા દૂર થઇ જશે.

કેળા: અનિદ્રાની સમસ્યામાં કેળાને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ સાથે તે એનર્જી થી પણ ભરપૂર હોય છે. કેળામાં રહેલા મિનરલ્સ જેવા કે આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ સારી ઊંઘમાં મદદરૂપ થાય છે. પરંતુ ધ્યાન રાખો કે કેળાને સૂતા પહેલા તેનું સેવન ન કરો. જયારે પણ સૂવાના ઓછામાં ઓછા એક કે બે કલાક બાકી હોય તે પહેલા કેળા ખાઈ શકો છો.

કેસર: કેસર સારી ઊંઘ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. કેસરમાં ઘણા ગુણધર્મો છે, જે અનિદ્રાની સારવારમાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા એક કપ ગરમ પાણીમાં બે ચપટી કેસર ભેળવીને પી જાઓ. આ તમને સારી રીતે ઊંઘવામાં અને સવારે તાજગી અનુભવવામાં મદદ કરશે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા