tea masala powder recipe gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

દરેક સ્ત્રીને રસોઈની રાની કહેવામાં આવે છે કારણ કે તેમને રાંધવાનું પસંદ હોય છે અને તેમનો મોટાભાગનો દિવસ તો રસોડામાં જ જતો હોય છે. ગૃહિણી તેના પરિવાર માટે ખાવા માટે અલગ પ્રયોગો કરતી રહે છે અને હંમેશા કંઈક નવું બનાવવા માંગતી હોય છે.

પરંતુ આજની મહિલાઓને ઘર સિવાય ઓફિસની પણ જવાબદારી નિભાવવી પડે છે અને તેના કારણે તેમની પાસે રસોડામાં કઈ નવું બનાવવાનો સમય નથી હોતો.

પરંતુ જો તમને બજારમાં સારી ગુણવત્તાવાળા મસાલા નથી મળી રહયા તો તમે થોડો સમય નીકાળીને સરળતાથી ઘરે મસાલો બનાવીને તમારા ખાવાનો સ્વાદ બમણો કરી શકો છો. ઘરે બનાવવામાં આવતા મસાલા હંમેશા તાજા અને સારી ગુણવત્તાવાળા હોય છે. તો ચાલો આજે આપણે જોઈએ કે ઘરે ચા નો મસાલો બનાવવાની રીત.

લગભગ દરેક લોકોને ચા પીવાનું પસંદ હોય છે. શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાશુ, સવારે ઉઠતાની સાથે સૌથી પહેલું પીણું આપણે ચા પીવાનું પાસનાડ કરીએ છીએ. ચા તણાવને ઘટાડવામાં મદદરૂપ થાય છે. જો તમે પણ ચા માં કંઈક નવો સ્વાદ ઉમેરવા માંગતા હોય તો આજનો આ લેખ તમારા માટે છે.

જો તમે ચાના શોખીન છો તો ઘરે ચાનો મસાલો બનાવો અને જાતે ચાનો સ્વાદ માણો અને પરિવારને પણ પીવડાવો. આ ચાનો મસાલો તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તમને નાની-નાની બીમારીઓથી પણ બચાવે છે.

ચાનો મસાલો બનાવવાની સામગ્રી : નાની ઈલાયચી 15, લવિંગ 15, કાળા મરી 2 ચમચી, સૂંઠ પાવડર 2 ચમચી, સૂકા તુલસીના પાન અડધો કપ, તજનો 1 ટુકડો

ચાનો મસાલો બનાવવાની રીત : બધી સામગ્રીને મિક્સ કરીને ડ્રાયરોસ્ટ કરી લીધા પછી તેને મિક્સરમાં નાખીને પાવડર બનાવી લો અને તેને એર ટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો.

જ્યારે પણ તમારે ચા બનાવવી હોય ત્યારે 2 કપ પાણીમાં અડધી ચમચી ચાનો મસાલો ઉમેરો અને 1/2 ચાની પત્તી, 1 કપ દૂધ અને સ્વાદ અનુસાર ખાંડ મિક્સ કરીને ચા બનાવો અને ગરમાગરમ સર્વ કરો.

અમને આશા છે કે તમને આ રેસિપી પસંદ આવી હશે અને જો તમે આવી જ બીજી રેસિપી અને માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા