જો તમે ઘરે બિરયાની બનાવવા જઈ રહયા છો તો બજારના બિરિયાની મસાલા કરતા આ ખાસ ઘરેલુ બિરયાની મસાલા જરૂર ટ્રાય કરો. આ તમારી બિરયાનીને સ્વાદિષ્ટ બનાવશે. આ મસાલાની ખાસ વાત એ છે કે આ મસાલા સ્વાદથી ભરપૂર, સારી ગુણવત્તાવાળો અને તાજો પીસેલો હોય છે.
જો તમે તાજા બનાવેલા બિરયાની મસાલા પાવડરનો ઉપયોગ કરશો તો બિરયાનીનો સ્વાદ વધી જશે. તમે આ મસાલા પાવડરનો ઉપયોગ વેજ બિરયાનીથી લઈને ચિકન બિરયાનીમાં બંનેમાં કરી શકો છો.
તમે આ મસાલાને તૈયાર કરીને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો પરંતુ તેને હંમેશા એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર જ કરો. તો ચાલો જાણીએ બિરિયાની સ્પેશિયલ મસાલો બનાવવાની રીત.
સામગ્રી : 1 મોટી ઈલાયચી, નાની 6 ઈલાયચી, ધાણા 5 ચમચી, કાળા મરી 2 ચમચી, ચક્ર ફૂલ 3, અજમો 2 ચમચી, જીરું 2 ચમચી, જાવિત્રી 3, હીંગ 3 થી 4 ચપટી, તજ 2 ઇંચ, લવિંગ 5, તેજપત્તા 2
બિરયાની મસાલા પાવડર બનાવવાની રીત : બિરયાની મસાલા પાવડર બનાવવા માટે પહેલા પેનને ગરમ કરો. પેન ગરમ થઇ જાય એટલે તેમાં સૌપ્રથમ ધાણા, આખા કાળા મરી અને સારી રીતે શેકી લો. હવે તેમાં તજ, જીરું, લવિંગ ઉમેરીને તેને પણ શેકી લો. હવે તેમાં અજમો, તમાલપત્ર, ઈલાયચી, મોટી ઈલાયચી, જાવિત્રી, ચક્ર ફૂલ નાખીને તેને પણ શેકો.
બધા મસાલા બરાબર શેકાઈ જાય પછી તેને ઠંડા થવા બાજુમાં રાખો. મસાલો ઠંડો થાય એટલે તેને મિક્સરમાં નાખીને પાવડર બનાવી લો. તો તૈયાર છે તમારો બિરયાની મસાલા પાવડર. જ્યારે પણ તમે બિરયાની બનાવો ત્યારે આ મસાલાનો જ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો.
આશા છે કે તમને આ બિરિયાની મસાલા પાવડર બનાવવાની રીત પસંદ આવી હશે અને જો તમે આવી જ બીજી રેસિપી ઘરે બેઠા જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો