elchi na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શરીરમાં નાની મોટી સમસ્યા થવી એ એક સામાન્ય બાબત છે. પરંતુ ઘણી સમસ્યા એવી હોય છે જે શરીરમાં વારંવર થાય છે અને માણસને ઘણી રીતે હેરાન કરે છે. આવીજ એક સમસ્યા એટલે કે એસિડિટી. ઘણા લોકોને વારંવાર એસિડિટીની સમસ્યા રહેતી હોય છે.

તમને જણાવી દઈએ કે રાત્રિભોજન કર્યા પછી એસિડિટીની સમસ્યા થવી એ સારી વાત નથી. ધીમે-ધીમે આ સમસ્યા તમારી આખી સિસ્ટમને બગાડી શકે છે પરંતુ જો તમે તમારા ઘરમાં હાજર એક નાની એવી વસ્તુનું સેવન કરવાનું શરૂ કરી દેશો તો તમને આવી કોઈ સમસ્યા થશે નહીં અને તમે આરામથી રાત્રી ભોજન કરી શકશો.

તો આ ઘરેક ના ઘરે હાજર વસ્તુ એટલે કે એલચી. એલચીનું સેવન કરવાથી છાતીમાં થતા દુખાવાથી પણ રાહત મળે છે, પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તમારે રાત્રે વધુ મસાલેદાર કે તેલયુક્ત ખોરાક ન ખાવા જોઈએ. જો તમે રાત્રે વધુ મસાલેદાર કે તેલયુક્ત ખોરાક ખાઓ છો તો તમને ભવિષ્યમાં, ગંભીર રોગો થઈ શકે છે.

એલચી પાવડરને તમે રાત્રે દૂધમાં ઉમેરીને પણ પી શકો છો. તો ચાલો જાણીએ રાત્રે થતી એસિડિટી સામે લડવા સિવાય એલચીના ના બીજા કયા કયા ફાયદા થાય છે. પાચન સંબંધી સમસ્યાઓથી રાહત: અત્યારના સમયમાં ઘણા લોકો રાત્રિભોજન પછી એસિડિટીથી પરેશાન છે.

ખરાબ દિનચર્યા અને ખોટા આહારના સેવનથી અપચો, કબજિયાત, એસિડિટી વગેરેની સમસ્યા થાય છે, પરંતુ જો તમે આ બધી સમસ્યાઓથી જલ્દી છુટકારો મેળવવા માંગતા હોવ તો દરરોજ ખાધા પછી એલચીનું સેવન શરૂ કરો. એલચી ખાવાથી તમે રાત્રિભોજન સરળતાથી કરી શકશો અને તમને કોઈ પણ પ્રકારની સમસ્યા થશે નહીં.

શરદી અને ખાંસી: જો તમને શરદી અને ખાંસી હોય તો પણ એલચીનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. જયારે પણ વાતાવરણમાં ફેરફાર થાય છે ત્યારે શરદી અને ઉધરસ થવી એ એકદમ સામાન્ય બાબત છે. શરદી વધુ હોય ત્યારે ગળામાં દુખાવો પણ થાય છે,આવા સમયે જો એલચી ખાવામાં આવે તો ગળામાં થતો દુખાવો મટાડી શકાય છે.

ઈલાયચીનો ઉપયોગ શરદી-ખાંસી મટાડવા માટે બનાવવામાં આવતા મુખ્ય આયુર્વેદિક પાઉડરમાં પણ થાય છે, તેથી આ સમસ્યા જયારે થાય ત્યારે ઈલાયચીનું સેવન કરવું જોઈએ.

તણાવ: જો તમને લાગે છે કે તમે તણાવમાં છો તો ઈલાયચી તમારા માટે ઘણી મદદ કરે છે. એલચીની સુગંધથી તમારું મન સારું રહેશે. ઉપરાંત, જો તમે એલચીની ચાનું સેવન કરો છો, તો તમારું મન હળવું થશે અને તમને સારું લાગવા લાગશે. દરરોજ સવારે એલચીનું સેવન કરવાથી તમારો દિવસ સારો જાય છે, તેથી એલચીનું સેવન બે થી ત્રણ દિવસ સુધી કરો.

પેટનો ગેસ, અને આફરો: જો સેકેલી હિંગ અને એલચી દાણા નું ચૂર્ણ લઇ ને લીંબૂ ના રસ માં નાખીને પીવામાં આવે તો પેટનો ગેસ, અને આફરો મટાડી શકાય છે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા