Tuesday, September 27, 2022
Homeચિલ્ડ્રન સ્પેશિયલતુટ્ટી ફ્રૂટી બનાવવાની રીત

તુટ્ટી ફ્રૂટી બનાવવાની રીત

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી તુટ્ટી ફ્રૂટી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી :

 1. ૧ કાચું પપૈયું
 2. ૨ વાટકી ખાંડ
 3. ૩ વાટકી આશરે પાણી
 4. ફૂડ કલર
 5. ૨-૩ ટીપા વેનીલા એસેન્સ

tuti fruity

બનાવવાની રીત:- 

4
 1. સૌ પ્રથમ પપૈયાની છાલ કાઢી નાની નાની કટકી કરવી.
 2. પછી એક વાસણમાં ખાંડ અને પાણી લઇ હલાવતા રહેવું પાણીમાં ખાંડ ઓગળે એટલે તેમાં પપૈયાની કટકી ઉમેરી દેવી.
 3. ૩-૪ મિનીટ ઢાંકીને રાખવી, પછી ગેસ બંધ કરી ૫-૬ મિનીટ એમનેમ ઢાંકીને રહેવા દેવું.
 4. પછી તેમાં વેનીલા એસેન્સ ઉમેરી હલાવી જેટલા કલરની કરવી હોય એટલા બાઉલમાં લેવી.
 5. પછી અલગ અલગ બાઉલમાં અલગ અલગ કલર ઉમેરી દઈ, હલાવી ૨૪ કલાક એમનેમ રહેવા દેવું.
 6. પછી બીજા દિવસે ધઉં માટેની જે ચારણી હોય, દૂધ ઢાંકવા માટે અથવા રોટલી રાખવા માટે કાણાવાળી ડીશ હોય તેના પર તુટ્ટી ફ્રૂટી રાખતું જવાનું.
 7. ધ્યાન રહે કે જેના પર તુટ્ટી ફ્રૂટી સુકવી હોય તેની નીચે પ્લેટ રાખવાની અને તેમાં પાણી રાખવાનું જેથી કીડી ન ચડે
 8. પછી તેને હવામાં સુકાવા દેવી, જ્યાંસુધી બધી ચાસણી સુકાય જાય અથવા ચીપ ચીપ ન થાય ત્યાંસુધી, લગભગ ૨-૩ દિવસ.
 9. પછી એરટાઈટ ડબ્બામાં ભરી દેવી.
 10. તો તૈયાર છે તુટ્ટી ફ્રૂટી.

નોંધ:

 • આ તુટ્ટી ફ્રૂટી મુખવાસમાં, કેકમાં, બિસ્કીટ, નાનખટાઈમાં, મીઠા પાનમાં, કોઈ પણ ડેઝર્ટમાં ગાર્નીશ કરવામાં ઉપયોગ થઇ શકે.તૂટી
રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -