હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ છોડની ઘરોમાં પૂજા પણ કરવામાં આવે છે. વાસ્તુની દ્રષ્ટિએ ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ શુભ કહેવાય છે. શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે તુલસીનો છોડ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેના મૂળમાં બધા દેવી -દેવતાઓ નો વાસ હોય છે.
એવામાં જો તમે નિયમિત રીતે દરરોજ તુલસીના છોડની પૂજા કરો છો તો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને બધા દેવી -દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો. તુલસીના છોડની પૂજામાં પરિક્રમાને પણ વિશેષ મહત્વ આપવામાં આવેલું છે.
આ અંગે પંડિતજી કહે છે, ‘કોઈપણ દેવતાની પરિક્રમા કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.’ એવામા જો તુલસીના છોડની પરિક્રમા કરવામાં આવે તો એકસાથે બધા દેવી દેવતાઓની પરિક્રમા થઇ જાય છે.
બહુ ઓછા લોકોને ખબર છે કે તુલસીના છોડની પરિક્રમા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ નો વાસ થાય છે પણ તુલસીના છોડની પરિક્રમા કરવા માટે કેટલાક નિયમો છે, જો તમે આ નિયમોનું પાલન કરો છો, તો દેવી લક્ષ્મીની સાથે તમને વિશ્વના પિતા શ્રી હરિ વિષ્ણુના વિશેષ આશીર્વાદ પણ મળે છે.
તુલસી પરિક્રમા કરવાના નિયમો : જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો દરરોજ સવારે અને સાંજે તેની પૂજા કરવી જોઈએ. આ દરમિયાન તુલસીની પરિક્રમાના નિયમ પણ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. પરંતુ તુલસીજીની પૂજા કરવા માટે, તમારે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા પડશે.
પછી, તમારે પહેલા ઉગતા સૂર્યને અર્ઘ અર્પણ કરવું જોઈએ અને પછી તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. પંડિત જી કહે છે, ‘તુલસીને પાણી આપવાની પણ એક રીત હોય છે. તુલસી પર એક લોટો પાણી ના ચડાવો,તેનાથી છોડને નુકસાન પહોંચી શકે છે. જો ઘરમાં એક જ તુલસીનો છોડ છે તો ઘરના કોઈપણ સભ્ય તેના પર માત્ર એક જ વાર પાણી આપી શકે છે.
એક જ છોડને વારંવાર પાણી આપવાથી તે બગડી શકે છે. જો ઘરમાં ઘણા સભ્યો હોય જે નિયમિત રીતે તુલસીના છોડની પૂજા કરે છે, તો દરેક વ્યક્તિએ તાંબાના નાના વાસણમાં પાણી લઈને તુલસીના છોડને અર્પણ કરવું જોઈએ. ‘
પંડિત જી કહે છે કે હંમેશા તુલસીના છોડના મૂળમાં પાણી રેડવું જોઈએ. આ પછી બાકીનું પાણી છોડના આગળના ભાગ એટલે કે પાંદડા પર છાંટવું જોઈએ. તુલસીને જળ અર્પણ કરવાની પ્રક્રિયામાં પરિક્રમા પણ સામેલ છે.
પંડિત જી કહે છે, ‘હંમેશા તુલસીના છોડની પરિક્રમા કરતી વખતે જળ અર્પિત કરો અને માત્ર 3 વખત તુલસીની પ્રદક્ષિણા કરો.’ ઘણા લોકોના ઘરમાં આ વ્યવસ્થા નથી હોતી અને જ્યાં તુલસીનો છોડ લગાવવામાં આવેલો હોય છે, તે સ્થળે પરિક્રમા કરવા માટે જગ્યા નથી હોતી.
આ સ્થિતિમાં, પંડિત જી કહે છે, ‘જો તમે તુલસીના છોડની આસપાસ ફરીને તેની પરિક્રમા નથી કરી શકતા, તો પછી જ્યાં તમે ઉભા છો અને તુલસીને પાણી ચડાવો છો, ત્યાં 3 વખત ગોળ ગોળ ફરી લો.’
તુલસી પરિક્રમા કરતી વખતે આ મંત્રનો જાપ કરો : જ્યારે તુલસીજીને જળ અર્પણ કરો ત્યારે આ મંત્ર છે ‘મહાપ્રસાદ જનની, સર્વ સૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિ હરા નિત્યં, તુલસી ત્વં નમોસ્તુતે. ‘ આ મંત્રનો ઉચ્ચાર જરૂર કરો, તેનાથી તમને શુભ ફળ મળે છે.
તુલસીનો ખાસ ઉપાય : પંડિત જી કહે છે કે, ‘તાંબાના લોટામાં પાણી લઈને તુલસીના 5 થી 11 પાન નાખો. પછી તમારે 24 કલાક માટે લોટામાં ઢાંકીને મૂકી દો. પછી, બીજા દિવસે, આ પાણી ઘરના તમામ સભ્યોને પીવા માટે આપો અને બાકીનું પાણીથી આખા ઘરમાં છંટકાવ કરો.
આ નિયમિતપણે કરવાથી, તમારા ઘરમાં હકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. જો તમે કોઈ પણ મુશ્કેલ કાર્યમાં સફળતા મેળવવા માંગતા હોય તો તમને સકારાત્મક પરિણામ મળશે. આ સાથે, તમે ક્યારેય કોઈ આર્થિક તંગીનો સામનો કરવો નહિ પડે. જ્યારે પણ તમને પૈસાની જરૂર પડશે ત્યારે, ક્યાંકને ક્યાંકથી તેની વ્યવસ્થા થઇ જશે. જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ હોય તો પંડિતજીએ આપેલા પરિક્રમાના નિયમનું જરૂર પાલન કરો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.