thyroid thavana karno ane upayo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહીંયા તમને જણાવીશું થાઈરોઈડ શું છે, થાઈરોઈડ થવાના કારણો, થાઈરોઈડ ના લક્ષણો, અને થાઈરોઈડ ને કઈ રીતે દૂર કરી શકાય છે. આજકાલ તમે જુઓ તો ૧૫ માંથી એક માણસને થાઇરોઇડ નામનો રોગ જોવા મળે છે.

તો આ થાઇરોઇડ નામનો રોગ દિવસેને દિવસે વધતો જાય છે. આ રોગ કેવી રીતે થાય છે એના માટે કઈ કઈ ચીજ વસ્તુ ને વધારે પડતો ઉપયોગ કરવાથી આરામ થાય છે .આ રોગ થાય તો કઈ વસ્તુ નો ઉપયોગ ન કરવો અને આ રોગ થાય તો ઘરેલુ ઉપચાર શું કરવું.

1) આનુવંશિકતા: તમારા મમ્મી-પપ્પા કે દાદા-દાદી ને થાઇરોઇડ રોગ હોય તો એનો મતલબ તમને પણ થાઇરોઇડ થવાની શક્યતાઓ ખૂબ જ વધુ છે. કારણ કે આવી બીમારીઓ વારસાગત બીમારી કહેવાય છે. ૨) વધુ પડતો તણાવ:-  વધુ પડતો તણાવ એ થવાનું સૌથી મોટુ કારણ છે.

૩) દવાઓ ની સાઇડ ઇફેક્ટ: તમે અલગ-અલગ બીમારીઓ માટે વધુ પડતી દવાઓનું સેવન કરો છો, તો આ ટેવ તમને થાઇરોઇડ થવાનું કારણ હોઈ શકે.

૪) આયોડીન ની ઉણપ: લગભગ વિશ્વના ૧૨ કરોડથી પણ વધુ લોકોને આયોડીનની ઉણપ ની સમસ્યા છે. આયોડિનની ઊણપ એ થવાનું સૌથી મોટું કારણ છે.

૫) વજન વધવાથી થાઇરોઇડ થાય છે:- આજકાલ એવા નવા નવા કારણો સામે આવ્યા છે જેનાથી એવી ગંભીર બીમારી ઉત્પન્ન થાય છે.

૬) ખાંડ માંથી બનતી વાનગીઓ તળેલું વધારે પ્રમાણમાં ખાવાથી થાઇરોઇડ થઈ શકે છે 

૭) બહારના નાસ્તા, જમવાનું વધારે પડતું ખાવાથી વિરુદ્ધ આહાર ખાવાથી, વાસી ખોરાક ખાવાથી, દવાની કોઈ આડઅસર થવાથી  પણ રોગ થઈ શકે છે. 

આ પણ વાંચો (thyroid thavana karno ane upayo): 

થાઈરોઈડના લક્ષણો: જો તમને વારંવાર થાક લાગે, તમારા વજનમાં વધારો વધારો થાય તમારા વાળ ખરવા માંડે, અવાજ ઘોઘરો થઈ જાય, નાની નાની વાતો પણ ભૂલવાની બીમારી થાય, અનિદ્રાની સમસ્યા, કોલેસ્ટ્રોલ વધી જાય, રદયની કાર્ય ક્ષમતા ધીમી પડી જાય શરીર અને ચહેરા પર સુજન આવી જાય તો આવું કોઈ લક્ષણ દેખાય તો સમજવું તમને થાઇરોઇડની બીમારી છે.

થાઈરોઈડ રોગ થાય તો શું કરવું :

૧- એલોવેરાનું જ્યુસ:  એલોવેરાનો જ્યૂસ એટલે કે જે કુંવારપાઠું આવે છે. એ પાનની ઉપરની છાલ કાઢી અને એની અંદર જે જરબ આવેેછે એ આપણે ચમચી વડે સવારે ભૂખ્યા પેટે અને સાંજે જમ્યા પછી, જો એનો નિયમિત સેવન કરો તો એનાથી થાઇરોડ રોગ છે એ કંટ્રોલ મા આવી જાય છે.

૨- લીલા ધાણા અથવા કોથમીર નો જ્યુસ: – લીલા ધાણા અથવા કોથમીર નો જ્યુસ સવારે નરણા કોઠે પીવામાં આવે તો એ વધારે ઉપયોગી છે. 

૩-  સૂકા ધાણા: સૂકા ધાણાને રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ઊઠીને પાણી પીએ તો એનાથી પણ ફાયદો થાય છે.અથવા તો સૂકા ધાણાનો પાવડર બનાવી દો અને સવારે એક ચમચી પાઉડર ગરમ હૂંફાળા પાણી સાથે લઈ એતો એનાથી પણ ખૂબ રાહત થાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

2 replies on “થાઈરોઈડ થવાના મુખ્ય 7 કારણો અને તેના આયુર્વેદિક ઉપાયો”