These mistakes should not be made while ironing
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઈસ્ત્રી દરેક ઘરોમાં વપરાતી રોજિંદી વસ્તુઓમાંની એક છે. કપડાંના પ્રેસ સિવાય, તેનો ઉપયોગ ક્યારેક બીજા હેતુઓ માટે પણ થાય છે. જો કે, કપડાને ઇસ્ત્રી કરતી વખતે આપણે ઘણીવાર કેટલીક એવી ભૂલો કરીએ છીએ, જેના કારણે કપડાંની સાથે ઇલેક્ટ્રોનિક ઉપકરણ પણ બગડવાનો ભય રહે છે.

ઈસ્ત્રી એ એક એવું ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે, જેનો સાચી રીતે ઉપયોગ કરીને તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. તેથી કપડા પ્રેસ કરતી વખતે થતી આ કેટલીક નાની ભૂલો કરવાથી બચો. કારણ કે જો એકવાર ઈસ્ત્રી બગડવાનું શરૂ થઇ જશે, પછી તે બગડ્યા જ કરશે.

એકવાર જો તેમાં કોઈ ખરાબી આવી જાય છે, પછી તેનો ઉપયોગ કરવો જોખમી છે, કારણ કે કપડા પ્રેસ કરતી વખતે પણ વીજળીનો કરંટ લાગી શકે છે. તો ચાલો જાણીએ તે નાની-નાની ભૂલો વિશે જે આપણે ઘણીવાર ઈસ્ત્રી કરતી વખતે અજાણતામાં કરતા હોઈએ છીએ.

વધારે પડતા સૂકા કપડાને ઇસ્ત્રી ના કરો : તડકામાં સૂકાયા પછી આપણે તરત જ કપડાંને પ્રેસ કરવાનું શરૂ કરીએ છીએ. આ એક ખોટી પદ્ધતિ છે કારણ કે તે સમયે કપડાં ખૂબ જ સૂકા હોય છે અને આવી સ્થિતિમાં જ્યારે આપણે કપડાને ઇસ્ત્રી કરીએ છીએ ત્યારે તે સારી રીતે પ્રેસ થતા નથી અને ક્યારેક ઇસ્ત્રી ખૂબ ગરમ થઈ જાય પછી બળી જવાનો ભય રહે છે.

તેથી, કપડાંને ઇસ્ત્રી કરતા પહેલા સ્પ્રે બોટલથી પાણીનો છંટકાવ કરો. થોડી વાર પછી કપડાંને પ્રેસ કરો. આમ કરવાથી કરચલીઓ નહીં પડે અને કપડા બળી જવાનો ડર પણ રહેશે નહીં.

ઇસ્ત્રીને સાફ કરવું પણ મહત્વપૂર્ણ છે : ઘણી વખત, ઇસ્ત્રી કરતી વખતે કપડાના ડાઘ તેના પર ચોંટી જાય છે. તેથી સમય સમય પર ઇસ્ત્રીને સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇસ્ત્રીને સાફ કરવા માટે પહેલા તેને ઠંડુ થવા દો.

હવે એક બાઉલ લઈને, બેકિંગ સોડાની પેસ્ટ બનાવીને લગાવો. પેસ્ટ લગાવ્યા પછી કોઈ જૂના ટૂથબ્રશ હોય તેની મદદથી તેને સ્ક્રબ કરો અને કપડાથી લૂછી લો. તેનાથી ડાઘ દૂર થઈ જશે. સાફ કરતી વખતે ઇસ્ત્રીની અંદર પાણી ના જવું જોઈએ, તેનું ધ્યાન રાખો.

યોગ્ય તાપમાન સેટ કરવું : આજકાલ મોટાભાગના લોકો ઓટોમેટિક ઇસ્ત્રીનો ઉપયોગ કરે છે. તેની ખાસિયત છે કે તે ઓટોમેટોઇ કપડાં પ્રમાણે તેનું ટેમ્પરેચર સેટ થઇ જાય છે. એવામાં તમે નોર્મલ મોડ સેટ કરવાને બદલે કપડાં મુજબ ટેમ્પરેચર સેટ કરો. જો ઈસ્ત્રી વધારે ગરમ થઇ જાય છે તો, ઠંડી થતા વાર લાગે છે અને ઓવરહિટિંગ ના કારણે કપડાં બળી જવાનો પણ ડર રહે છે.

આવા કપડાને શરુઆતમાં આ રીતે ઈસ્ત્રી કરો : ઘણી મહિલાઓ શરૂઆતમાં ભારે કાપડને ઇસ્ત્રી કરવાનું શરૂ કરે છે. તે દરમિયાન ઈસ્ત્રી ખૂબ ગરમ હોય છે અને તે ઝડપથી ઠંડુ થતું નથી. પછી જયારે હળવા ફેબ્રિકને ઇસ્ત્રી કરે છે ત્યારે, તરત જ બળી જાય છે.

તેથી શરૂઆતમાં લાઇટ ફેબ્રિકના કપડાને ઇસ્ત્રી કરો અને પછી હેવી ફેબ્રિકને પ્રેસ કરવાનું રાખો. આનું કારણ એ છે કે ઇસ્ત્રીને ગરમ થવામાં સમય લાગે છે, તેવી જ રીતે તેને ઠંડુ થવામાં પણ એટલો જ સમય લાગે છે. તેથી શરૂઆતમાં સિલ્ક, પોલિએસ્ટર જેવા કપડાંને ઇસ્ત્રી કરવાની શરૂઆત કરો.

ઇસ્ત્રી કરતા પહેલા કપડાં ફોલ્ડ કરો : આજના સમયમાં મોટાભાગના લોકો કપડાં સૂકવવા માટે વોશિંગ મશીન ડ્રાયરનો ઉપયોગ કરે છે . આમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. જો કે સૂકા કપડાને તરત જ ઇસ્ત્રી ના કરવી જોઈએ. પહેલા તેને સારી રીતે તપાસો અને કપડાંને બંડલમાં ફોલ્ડ કરો.

વાસ્તવમાં, ડ્રાયરથી સૂકાયા પછી કપડાં થોડા કડક થઈ જાય છે, તેથી જ્યારે તમે તેને ઇસ્ત્રી કરવા જાઓ છો ત્યારે તમારે ખૂબ મહેનત કરવી પડે છે. આ સિવાય, ઈસ્ત્રી બગડી જવાનો ભય રહે છે. આશા છે કે તમને આ માહિતી ગમી હશે. આવી જ વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા