આયુર્વેદમાં કહ્યું છે હજારો રોગોથી બચવું હોય તો આ વાસણ માં પાણી પીવાનું શરુ કરો.

tamba na vasan ma pani pivana fayda

આજે આપણે જોઇશુ તાંબાના વાસણમાં પાણી પીવાના મેજિકલ ફાયદાઓ વિશે. આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે.

તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે. અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે. તાંબાના જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછુ આઠ કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે. તો આજે જાણી લો તેના અઢળક ફાયદા.

૧) કેન્સર સામે લડવામાં સહાયક બને છે:  કેન્સર થવા પર હંમેશા તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ.  કારણ કે તાંબાના વાસણમાં રાખેલું પાણી વાત, પિત્ત અને કફની સમસ્યાને દૂર કરે છે.  આ પ્રકારના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે આ રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર કોપર અનેક પ્રકારે કેન્સરના દર્દીઓની મદદ કરે છે. આ એક લાભકારી ધાતુ છે જેમાં રાખો પાણી સૌથી વધુ લાભ પ્રદાન કરે છે. જે એન્ટિ કેન્સર ઈફેક્ટ નું કામ કરે છે.

૨) લોહીની ઉણપને દૂર કરે છે: કોપર વિશે આ તત્વ સૌથી વધારે આશ્ચર્ય પ્રદાન કરે છે. તાંબુ શરીરની મોટાભાગની પ્રક્રિયાઓમાં બહુ જ જરૂરી છે અને ફાયદાકારક હોય છે.  આ શરીરમાં આવશ્યક પોષક તત્વોને શોષવાનું કામ કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી લોહીની ઉણપ અને લોહીના વિકારની સમસ્યાઓ દૂર થાય છે.

૩) હૃદયને સ્વસ્થ બનાવે છે અને હાઈપર ટેન્શનને દૂર કરે છે:  જો કોઈ વ્યક્તિ હૃદયરોગથી પીડિત છે અથવા તો તેને હાર્ટની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેણે તાંબાના જગમાં રાતે પાણી રાખો અને સવારે ઊઠીને તે પાણી પી લેવું. આવો નિયમિત કરવું જોઈએ આવું પાણી રોજ સવારે પીવાથી હૃદય મજબૂત બને છે અને સ્વસ્થ બને છે.  તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે . આ સિવાય હાયપરટેન્શન ની સમસ્યા પણ તેનાથી દૂર રહે છે. 

૪) સાંધાના દુખાવા, વા અને સોજાને દૂર કરે છે.  સાંધાના દુઃખાવા અને વાની તકલીફમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી ઘણો જ ફાયદો થાય છે. વાસણમાં એવા ગુણો છે જે બોડીમાં યુરીક એસિડને ઓછુ કરે છે. અને સાંધાની સમસ્યાને દૂર કરે છે.

૫) પાચનક્રિયાને ઠીક કરે છે:  એસીડીટી અથવા ગેસ કે પેટની કોઈ અન્ય સાધારણ સમસ્યા થવા પર તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી રાહત મળે છે. આયુર્વેદિક અનુસાર તમે તમારા શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવા માંગતા હોવ તો તાંબાના વાસણમાં ઓછામાં ઓછુ આઠ કલાક રાખેલું પાણી પીવો તેનાથી સમસ્યાઓ દૂર થઈ જશે.

૬) વધતી ઉંમરને રોકે છે:  વધતી ઉંમર કોઈને ગમતી નથી કારણ કે તેની સાથે અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે સ્ત્રી હોય કે પુરુષ બંને ઈચ્છે કે વધતી ઉંમરની નિશાનીઓ છુપાયેલી રહે. ત્યારે તમે પણ જો એવું ઈચ્છતા હોય તો તાંબામાં રાખેલા પાણીને નિયમિત પીઓ. આ પાણી પીવાથી કરચલીઓ, ત્વચાનું ઢીલાપણુ વગેરે દુર થાય છે. આ પ્રકારના પાણીથી મૃત ત્વચા પણ દુર કરે છે. અને નવી વ્તચા આવે છે.

૭) વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે:  જો કોઈ પણ વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છતી હોય તો તેણે તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવું જોઈએ. આ પાણી પીવાથી શરીરનો એકસ્ટ્રા ફેટ ઓછો થાય છે અને શરીરમાં કોઈ કે કમજોરી આવતી નથી. શરીરમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીથી આરામ પણ મળે છે.

૮) ત્વચાને સ્વસ્થ બનાવે છે:  તાંબાના વાસણમાં રાખેલું પાણી ત્વચાને ચમકદાર બનાવે છે ત્વચાને શાઈની બનાવવા માટે સવારમાં ઉઠીને તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીઓ અને સ્વસ્થ રહો. આ સિવાય તમે આ પાણીથી આંખો પર ઝાલક પણ મારી શકો છો અને તેનાથી મોઢું ધોઇ જોવો. થોડા દિવસમાં તમે જોશો કે ત્વચાની સમસ્યાઓ મટી જશે.

૯) બેક્ટેરિયાને ખતમ કરે છે: કોપરની પ્રકૃતિ ને ઓલીગો ડાયનામીક ના નામથી ઓળખવામાં આવે છે. એટલે કે બેક્ટેરિયા પર ધાતુઓના સ્ટરલિંગ નો પ્રભાવ અને તેમાં રાખેલા પાણીને નિયમિત સેવનથી શરીરમાં રહેલા બેક્ટેરિયાનો સરળતાથી નાશ કરી શકાય છે. તેમાં રાખેલા પાણી પીવાથી ડાયેરીયા અને કમળા જેવા રોગોના કીટાણુ પણ મરી જાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાસણમાં સ્વચ્છ પાણી ભરેલું હોવું જોઈએ.

૧૦) થાઈરોઈડ ગ્રંથિની કાર્યપ્રણાલીને નિયંત્રિત કરે છે:  નિષ્ણાતોના મત પ્રમાણે કોપરની ધાતુના સ્પર્શવાળું પાણી, શરીરની થાઈરોઈડ ગ્રંથિને નોર્મલ કરી દે છે અને તેની કાર્યપ્રણાલીને પણ નિયંત્રિત કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી રોગ કાબુમાં આવે છે.  બસ શરત એટલી કે પાણી અને સંગ્રહ કરેલું તાંબાનું વાસણ સ્વચ્છ હોવું જોઈએ. 

૧૧) લોહીની ઉણપને દૂર કરે છે: શરીરની મોટાભાગની પ્રક્રિયાઓમાં ખુબજ જરૂરી છે. તે શરીર માટે આવશ્યક પોષક તત્વોને અવશોષિત કરવાનું કામ કરે છે. તાંબાનાા વાસણમાં રાખેલું પાણી પીવાથી લોહીની ઉણપ તેમજ વિકાર દૂર થાય છે.