tamalpatra in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે એક એવા મસાલા વાત કરીશું જે તમારા ઘરમાં હોય છે અને ઘણી બધી બીમારીઓની દવા પણ છે. જેનું નામ છે “તમાલ પત્ર”. ઘણી વખત પુલાવ બનાવતી વખતે કે કોઈ પણ પ્રકારનો વઘાર કરતી વખતે ઘણા લોકો આનો ઉપયોગ કરતા હોય છે.

આપણા દેશમાં આટલા બધા ગરમ મસાલાનો ઉપયોગ થાય છે તેમાં તમાલપત્ર નો ઉપયોગ કેમ થાય છે તો વાત-પિત્ત-કફ આ ત્રણ પર તમાલપત્ર તેના પર સૌથી સારું કામ કરે છે. સાથે સાથે કઇ-કઇ બીમારીઓમાં આ ઉપયોગી ઔષધી છે તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.

તમાલ પત્ર ને હિન્દી માં તેજપત્તા કહેવાય છે અને આયુર્વેદમાં તેને તમાલપત્ર કહેવામાં આવ્યું છે. તમાલપત્ર નાં ગુણ દર્શાવતા આયુર્વેદમાં એવું કહેવાયું છે તે વાત અને કફનો નાશ કરે છે. તમાલપત્ર ઉષ્ણ અને લઘુ હોવાને કારણે તે વાત અને કફનો નાશ કરે છે.

તમાલપત્રનો જો તમે જમવામાં ઉપયોગ કરશો તો તે વાત અને કફનાશક હોવાને કારણે અગ્નિ વધારવામાં મદદ કરશે. જેટલા પણ ગરમ મસાલા છે તે બધા પાચન વધારવામાં મદદ કરે છે. સાથે સાથે વાત કફનાશક હોવાને કારણે પરસેવો લાવવાનું કાર્ય કરે છે.

એવી ત્વચાની બીમારીઓ કે જેમાં પરસેવો આવતો નથી અથવા એવા લોકો જેમને પરસેવો બિલકુલ જ નથી આવતો તેવા લોકો માટે ગરમ મસાલાનો પ્રયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. જો તમને ઉધરસ આવતી હોય પછી તે સૂકી ઉધરસ હોય કે કફને કારણે આવતી ઉધરસ હોય ત્યારે બે થી ત્રણ ચપટી તમાલપત્ર નો પાઉડર મધમાં ભેળવીને દર પાંચ મિનિટે થોડો ચાટવામાં આવે તો ઉધરસમાં ખૂબ જ ફાયદો મળે છે.

વાત, કફ ને ઓછું કરતુ હોવાને કારણે તેનો વધારે એક ફાયદો જોવા મળે છે તે પાચન તંત્ર પર છે. તે ભૂખ વધારવાનું કામ કરે છે. તો એવા લોકો જેમની અગ્નિ મંદ છે, જેમને વ્યવસ્થિત ભૂખ નથી લાગતી, જેમનું પાચનતંત્ર નબળું છે એવા બધા લોકો માટે તમાલપત્ર ફાયદાકારક છે.

જેમને શરીરમાં ખૂબ જ દુખાવો થાય છે તે વાતને ઓછો કરે છે અને શરીરમાં જે કંઈપણ દુખાવા હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક વાત જવાબદાર હોય છે. તો એવામાં જો તમને પેટમાં દુખાવો થાય છે, ગેસ ના કારણે પાચન વ્યવસ્થિત ન થતું હોય ત્યારે તમાલ પત્ર તમારા માટે ફાયદાકારક છે.

તમાલપત્રને પાણી ઉકાળીને જો તેના કોગળા કરવામાં આવે તો મોં માંથી દુર્ગંધ આવે છે તેમાં અને પાયોરિયા જેવી તકલીફમાં તમને રાહત મળશે. તમાલપત્રના પાવડરને જો તમે મધમાં ભેળવીને ખાસો તો તેના શું શું ફાયદા થશે તે પણ જાણી લો.

તો તમને કફ અને વાતની કોઈ પણ તકલીફ હોય તેમા આનો પ્રયોગ કરી શકાય છે. જો તમને શ્વાસને તકલીફ હોય તેમાં ફાયદાકારક છે. કફ અને વાતને કારણે જે સૂકી ઉધરસ થાય છે તેમાં પણ તમારો પત્ર મધમાં ભેળવીને લેવું ફાયદાકારક છે.

એવા લોકો જેને નાકમાંથી એકદમ પાતળુ પાણી પડે છે એવા લોકોને તમાલપત્ર મધમાં ભેળવીને ખાવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે. બધા જ મસાલા પાચન કરવામાં મદદ કરે છે એટલા માટે આપણા દેશના લોકો ભોજનમાં મસાલાનો વધારે પ્રયોગ કરે છે.

ત્યારે ખાંદ્ય વસ્તુ જેવી કે પૂરી કચોરી પરાઠા બીજી વસ્તુઓ છે તો તેને હજમ કરવા માટે તેમાં આ ગરમ મસાલાનો પ્રયોગ કરવામાં આવે છે. માટે ભારતનું આહાર વિજ્ઞાન કે ભારતીય આહારશાસ્ત્ર જે છે તે ખૂબ જ અસરકારક અને ફાયદાકારક સાબિત થયું છે 

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા