tal khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઇશું મુખવાસમાં વપરાતા તલ વિશે તલ કાળા, સફેદ અને રાતા એમ ત્રણ પ્રકારના થાય છે. એમાં કાળા તલ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. બધા જ પ્રકારના તલ મધુર તીખા, કડવા, તૂરા, સ્વાદિષ્ટ, ગરમ, કફ અને પિત કરનાર, વાળ માટે હિતકાર, ધાવણને વધારનારા, બુદ્ધિ પ્રદાન માટે હીતકારી તેમ જ મળને બાંધનારા છે.

તલમાં ઘણા પ્રકારના પોષક તત્વો જેમ કે કેલ્શિયમ, આર્યન, એમિનો એસિડ, પ્રોટીન, વિટામિન બી, સી અને ઈ ઘણી માત્રામાં હોય છે. તો હવે જાણીએ કેટલાક તલ ના ફાયદા વિષે.

જો બાળક રોજ રાતે ઊંઘમાં બાથરૂમ કરે છે તો તેને તલના લાડુ દરરોજ રાત્રે સુતા પહેલા ખવડાવી દો. બાળક પથારીમાં પેશાબ કરવાનું બંધ કરી દેશે.

દાંત માટે ફાયદાકારક:  દરરોજ દાંત સાફ કરવા માટે એક મોટી ચમચી તલ ચાવીને ખાવ તેનાથી દાંત ખૂબ જ મજબૂત થાય છે.

વાળ માટે:  વાળ અકાળે સફેદ થઈ જાય અને ખરવા લાગે તો તેનું નિયમિત તલનું સેવન કરો. તેનાથી વાળ સફેદ થવાનું અને ખરવાનું બંધ થઈ જશે.

દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાઓ અને ઠંડું પાણી પીવો. નિયમિત રીતે આનું સેવન કરવાથી તમારા મસા ઠીક થઈ જશે. આ મસા દુર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે.

તલ પીસીને શુદ્ધ ઘી અને કપૂરની સાથે ભેળવીને બળેલી જગ્યાઓ પર તેનો લેપ કરો. આમ કરવાથી બળેલી જગ્યાએ ખૂબ જ રાહત અનુભવાશે.

કબજિયાતમાં ફાયદાકારક:–  કબજિયાત થવા પર ૪૦ થી ૫૦ ગ્રામ તલ પીસીને એની અંદર થોડું ગળ્યું ભેળવીને ખાઓ. તેનાથી કબજીયાતની તકલીફમાંથી છુટકારો મળી જશે.

ખાંસી દૂર કરવા માટે ઉપયોગી: તલ અને સાકરને ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી ખાંસીથી દૂર થઈ જાય છે. ઉધરસ માટે તલ એક ઔષધિ સમાન છે.

પેટના દુખાવામાં લાભદાયક:  એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવશેકું પાણી પીવાથી પેટનો દુખાવો ઓછો થઈ જાય છે.

સાંધાના દુખાવામાં લાભદાયક: તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખીને ગરમ કરેલા તેલ ની માલીશ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો અને કોઈપણ પ્રકારનું અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે.

તલના તેલમાં થોડું સિંધાલૂણ ભેળવીને મોઢાના ચાંદા ની અંદર લગાવવાથી ચાંદા જલ્દીથી મટી જાય છે. ફાટેલી એડીઓ માં ગરમ તેલની અંદર સિંધાલૂણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાટેલી એડીઓ માં ખૂબ જ લાભ થાય છે.

તલ ને પીસીને માખણની સાથે ભેળવીને નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ પણ દૂર થાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા