lili makai na bhajiya banavavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Lili Makai Na Bhajiya: આજે તમારી જોડે શેર કરીશું લીલી મકાઈ ના ભજીયા. આ ભજીયા બહારથી એકદમ સરસ, ક્રિસ્પી અને બહારથી સોફ્ટ બને છે બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે અને ટેસ્ટમાં તો ખુબ જ સરસ લાગે છે અને તમે સવારના નાસ્તામાં કે સાંજની ચા સાથે બનાવીને ખાઈ શકો છો.

કોઇ પાર્ટી કે ફંક્શનમાં તરીકે પણ સર્વ કરી શકાય અને આ ભજીયા બનાવી અને તમે બાળકોને લંચબોક્સમાં પણ આપી શકો છો તો ચાલો જોઈ લઈએ એકદમ ટેસ્ટી લીલી મકાઈ ના ભજીયા ની રેસીપી. રેસીપી સારી લાગે વધારે ને વધારે શેર કરજો.

  • સામગ્રી: એક કપ મકાઈના દાણા,
  • એક ટેબલસ્પૂન જેટલા આદુ-મરચાની પેસ્ટ,
  • બે ટેબલસ્પૂન જેટલું ખમણેલું ગાજર,
  • એક મિડીયમ સાઈઝની ઝીણી સમારેલી ડુંગળી,
  • ઝીણી સમારેલી કોથમીર,
  • 1/4 જેટલી હળદર,
  • ૧ ટેબલ સ્પૂન જેટલી ખાંડ,
  • ચપટી જેટલું લાલ મરચું પાવડર,
  • 1/4 જેટલો ગરમ મસાલો,
  • સ્વાદ પ્રમાણે મીઠું,
  • અડધા લીંબુનો રસ

બાઈન્ડીંગ માટે:

  • 1/3 કપ જેટલો ચણાનો લોટ,
  • 1/3 કપ જેટલો ચોખાનો લોટ

બનાવવાની રીત:

સૌથી પહેલા લીલી મકાઈ ના ભજીયા બનાવવા માટે એક કપ મકાઈના દાણા લીધા છે તમેય ફ્રોઝન અથવા ફ્રેશ કોઈપણ મકાઈ લઈ શકો છો. હવે આપણે આ મકાઈને અધકચરી પીસી લો. પીસાતી વખતે બિલકુલ પાણીનો ઉપયોગ ન કરીએ. હવે આ મકાઈની પેસ્ટને એક બાઉલમાં કાઢી લો.

આપણે જે મકાઈની પેસ્ટ બનાવી છે એજ બાઉલમાં બેટર તૈયાર કરવાનું છે. આપણે આપણા ભજીયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક ટેબલસ્પૂન જેટલા આદુ-મરચાની પેસ્ટ ઉમેરીશું. અહીંયા આપણે લાલ મરચું પાવડર ખૂબ જ ઓછું લેવાનું છે, જો તમારે તીખું ખાવું હોય તો લીલું મરચું વધારે લઈ શકાય.

ત્યારબાદ બે ટેબલસ્પૂન જેટલું ખમણેલું ગાજર ઉમેરીશું અને એક મિડીયમ સાઈઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કિપ પણ કરી શકાય. સાથે આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ લઇ શકો છો તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.

હવે આપણે આમાં 1/4 જેટલી હળદર, ૧ ટેબલ સ્પૂન જેટલી ખાંડ, ચપટી જેટલું લાલ મરચું પાવડર, 1/4 જેટલો ગરમ મસાલો,સ્વાદ પ્રમાણે મીઠું, અડધા લીંબુનો રસ ઉમેરીશું. આ લીંબુનો રસ ખાંડ અને ગરમ મસાલાનો સ્વાદ આ ભજિયાંમાં ખૂબ જ સરસ લાગશે.

હવે ભજીયા ના બાઈન્ડીંગ માટે 1/3 કપ જેટલો ચણાનો લોટ અને 1/3 કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. હવે આપણે આ બધી વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેશો. અહીંયા કોઈપણ પ્રકારનું પાણી ઉમેરવાનું નથી. બેટર તૈયાર થઇ ગયા પછી, બે થી ત્રણ મિનિટ માટે રેસ્ટ આપો.

વધારે પતલુ લાગતું હોય તો કોઈપણ લોટ તમે થોડો એડ કરી શકો છો. હવે ભજિયાને તળવા માટે ગરમ તેલમાં મીડિયમ સાઇઝનાં ભજીયા ઉમેરીશું. આ બેટરને તૈયાર કરીને એક દિવસ માટે રાખી પણ શકો છો જ્યારે પણ તમને ભજીયા ખાવાનું મન થાય ત્યારે આ રીતે ગરમ ગરમ બનાવી શકો છો.

અહીંયા મીડીયમ ફ્લેમ રાખવાની છે, તો ભજીયા ક્રિસ્પી બનશે, જો તમે હાઈ ફ્લેમ પર ભજીયા તળશો તો બહારથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે. ભજીયા સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશો. બહારથી એકદમ ક્રિસ્પી પણ થઇ ગયા છે તો હવે અને આપણે તેલ માંથી કાઢી લેશું અને તળાતાં બે મિનિટ જેટલો સમય લાગે છે.

તમે કોઈ ફંકશન કે પાર્ટી માટે આ સ્ટાર્ટર તરીકે આ ભજીયા બનાવતા હોય તો તમે થોડા કાચા પાકા તળાઈ જાય (કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય) એટલે તમે અને તેલ માંથી કાઢી લો અને જ્યારે તમારા સર્વ કરવા હોય ત્યારે ફરીથી તેમને એકદમ સરસ ગરમ કરી અને દસથી વીસ સેકન્ડ માટે તળી લો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા