taja garmi no upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Taja Garmi: આ માહિતીમાં તમને જણાવીશું તજા ગરમી ના લક્ષણો વિશે. તજા ગરમી શરીરમાં રહેલી એક અવ્યક્ત ગરમી જેને તજા ગરમી નામથી ઓળખવામાં આવે છે. ઘણા બધા લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ ઘણું બધું વધારે હોય છે. સામાન્ય માણસ કરતા ગરમીનું પ્રમાણ છે ઘણું બધું વધારે હોય છે જેને આપણે બધા જતાં ગરમી તરીકે ઓળખીએ છીએ.

ઘણા લોકોને પ્રશ્ન થાય કે તજા ગરમી શબ્દ ઘણા લોકોએ કદાચ પહેલીવાર પણ સાંભળ્યો હ,;hfdsશે. આ એક શરીરમાં રહેલી ગરમીનો એક પ્રકાર છે. તજા ગરમી હોય તો શું થાય? તો શરીર છે એમાં ગરમીનું પ્રમાણ વધારે હોય, વારંવાર તમને ઠંડા પીણા પીવા સાથે ઠંડું પાણી પીવાની વારંવાર ઈચ્છા થાય.

ઘણી વખત પગના તળિયામાં વારંવાર પરસેવો વળે અથવા શરીરમાં ગમે ત્યાં વારંવાર પરસેવો વળે. આમ કોઈ પણ ભાગમાં પરસેવો વળે છે. ઘણા બધા લોકોને તો ભર શિયાળે પણ કડકડતી ઠંડીમાં પણ પરસેવો વળતો હોય છે. તો આ બધા તજા ગરમી ના લક્ષણો છે. તે સિવાય હાથ પગના તળિયામાં બળતરા થાય, હાથ પગના તળિયા છે ત્યાં ચામડી સુકાઈ જાય, ચામડીમાં કીડા પડે.

એ સિવાય હાથ પગની ચામડી છે તે ઉખરવા માંડે અથવા તો તમારી આંખોમાં વધારે પડતી બળતરા થાય અથવા આંખો લાલ વધારે સમય સુધી રહે, ગાળામાં કે છાતીમાં વધારે પ્રમાણમાં બળતરા થવી. માથામાં કે મોં પર ઝીણી-ઝીણી ફોલ્લીઓ થઈ જાય.

એ સિવાય તમને પેશાબમાં બળતરા થાય અથવા પેશાબ ઓછો આવવો, ગરમીનું પ્રમાણ વધુ હોય તો પેશાબનું પ્રમાણ ઘટી જાય અને પેશાબને લગતી સમસ્યા પણ થાય છે. તજા ગરમીનાં કારણે નસકોરી ફૂટવાની સમસ્યા રહેતી હોય છે. એ સિવાય માનસિક રીતે તમને ગુસ્સો વધારે આવી શકે, નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય તો આવા બધા લક્ષણો થાય ત્યારે શરીરમાં તજા ગરમી હોય છે.

પણ વ્યક્તિને આવા લક્ષણો દેખાય એટલે મોટાભાગના લોકોએ યુરિન ટેસ્ટ કરાવે છે. ડાયાબિટીસ નો ટેસ્ટ કરાવે પરંતુ બધા જ ટેસ્ટ નોર્મલ આવે છે. ત્યારે તમારે સમજી જવું કે તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે છે અને દૂર કરવું જોઈએ. તો અહિયાં એક સરસ ઉપાય છે જેથી તમારે દસથી પંદર દિવસમાં તજા ગરમી શરીરમાં રહેલી છે તે શાંત પડી જશે અને ગરમી શાંત થઇ જશે. તો તજા ગરમી નો ઉપાય જાણી લો.

એક ગ્લાસ દૂધ લેવાનું છે. દેશી ગાયનું દૂધ લેવું. આ દૂધની અંદર તમારી એક ચમચી ઇસબગૂલ નાખવાનું છે. હવે કોઈ પણ નાની તપેલીમાં ગરમ કરવા માટે મુકવાનું છે અને તમારે ધીમે ધીમે હલાવતા હલાવતા ગરમ કરવાનું છે. પાંચથી દસ મિનિટ સુધી ગરમ કરવાનું છે. તમને એમ લાગે કે દૂધ ઘાટું થવા લાગ્યું છે.

જ્યારે લાગે કે ઘાટું થઈ ગયું છે ત્યાં સુધી ગરમ કરવાનું છે. ત્યાર બાદ તમારે તેને નીચે ઉતારી દેવાનું છે. નીચે ઉતર્યા અને થોડીવાર ઠંડુ થવા દેવું છે. સહેજ હુંફાળું રહે, સાવ ઠંડું ન થઇ જાય તેેનું ઘ્યાન રાખવાનું છે. સહેજ હૂંફાળું હોય ત્યારે તમારે તેને ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે.

હવે જાણો જ્યારે સેવન કરવાનુ છે. તો જ્યારે તમે સાંજે જમ્યા બાદ રાત્રે સૂવાનો સમય હોય, જમ્યાના એક કલાક પછી અને સુવાના 15 મિનિટ પહેલા તમારે આ દુધ પીવાનું છે. આ ઉપાય તમારે માત્ર રાતેજ એકજ ટાઇમ પીવાનું છે. તમે દસ દિવસ સુધી સતત આ ઉપાય કરશો તો શરીરમાં રહેલી વ્યક્તિ ગરમી જેને તજા ગરમી કહીયે છીએ તે 100% શાંત થઇ જશે, દૂર થઈ જશે.

શરીર હળવું ફૂલ થઇ જશે. તો જે લોકોને તજા ગરમી ની સમસ્યા હોય, શરીરમાં ગરમીની સમસ્યાઓ વધારે પડતી હોય ગરમી તમને દેખાતી હોય, તમને લક્ષણો દેખાતા હોય તો આ ઉપાય કરજો ખુબ સરસ ઉપાય છે અને સારું પરિણામ આપે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “શરીરમાં રહેલા આ સંકેતો તજા ગરમી ના લક્ષણો હોઈ શકે છે”