Swaminarayan khichdi recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સ્વામિનારાયણ મંદિર માં પ્રસાદ તરીકે મળતી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી. તો મંદિર માં મળતી આ ખીચડી ખાવાં ખુબ જ હેલ્ધી હોવાની સાથે, જો તમે ઘરે આ રીતે બનાવશો તો ધારણ બધા ખાતા રહી જશે.

  • સામગ્રી: અડધા કપ જેટલા જીણા ખીચડીયા ચોખા,
  • 1/4 કપ જેટલી મગની દાળ,
  • 1/4 કપ તુવેર ની દાળ,
  • 3 મોટી ચમચી જેટલું ઘી,
  • 3 મોટી ચમચી જેટલું તેલ,
  • 1 ચમચી રાઈ,
  • 1 ચમચી જીરું,
  • 4 નંગ લવિંગ,
  • 6 થી 7 મરીના દાણા,
  • 2 સૂકા લાલ મરચાં,
  • 1 ઈચ જેટલો તજનો ટુકડો,
  • 1 તમાલપત્ર,
  • 6 થી 7 લીમડાના પાન,
  • 1 મોટી ચમચી જેટલા લીલા મરચાની પેસ્ટ,
  • 1/4 કપ જેટલા સિંગના દાણા,
  • અડધા કપ જેટલા ટમેટાના ટુકડા,
  • 1 મીડિયમ સાઇઝના બટેટાના ટુકડા,
  • 1/4 જેટલા લીલા વટાણા,
  • અડધા કપ જેટલા રીંગણ ના નાના ટુકડા,
  • 1/4 કપ જેટલા ગાજરના ઝીણા ટુકડા,
  • 1 કપ જેટલું જીણું સમારેલું કોબી,
  • 1 ચમચી હળદર,
  • 1 ચમચી લાલ મરચું પાવડર,
  • સ્વાદ પ્રમાણે મીઠું,
  • અડધી ચમચી ગરમ મસાલા પાવડર,
  • 3 કપ જેટલું પાણી
  • 1 ચમચી જેટલો લીંબુનો રસ

ખીચડી બનાવવાની રીત :

સ્વામિનારાયણ ની ખીચડી બનાવવા માટે અહીંયા, અડધા કપ જેટલા જીણા ખીચડીયા ચોખા લીધા છે. ખીચડી બનાવા માટે હંમેશા ખીચડીયા કે કોઈપણ ઝીણા ચોખા લેવા, બાસમતી ચોખા ના લેવા. હવે તેની સાથે 1/4 કપ જેટલી મગની દાળ. તમે અહીંયા મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો.

1/4 કપ તુવેર ની દાળ એડ કરી લો અને દાળ-ચોખા ને બરાબર મિક્સ કરી લો અને તેને પાણીથી સારી રીતે ધોઈ લો. હવે બધું જ પાણી કાઢી લો અને દાળ અને ચોખાને બે કપ પાણીમાં 30 મિનિટ માટે પલાળી દો. દાળ અને ચોખાને પલાળવા થી ખીચડી બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. હવે લગભગ 30 મિનિટ પછી તમે જોઈ શકશો કે આપણા દાળ-ચોખા ખુબ જ સરસ રીતે પલળી ગયા હશે. હવે તેનું પાણી કાઢી લો.

આ હેલ્ધી ખીચડી આપણે અહીંયા ફટાફટ કુકરમાં બનાવીશું, તો તેના માટે કુકરમા 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરો અને સાથે 3 મોટી ચમચી જેટલું તેલ એડ લો. ઘી-તેલનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો પણ ઘી નો સ્વાદ ખીચડીમાં ખુબ જ સરસ લાગે છે તેથી તે એડ કરવું. હવે મીડીયમ ફ્લેમ પર આપણા ઘી અને તેલ ગરમ થઈ ગયા પછી તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 4 નંગ લવિંગ, 6 થી 7 મરીના દાણા, 2 સૂકા લાલ મરચાં, 1 ઈચ જેટલો તજનો ટુકડો, 1 તમાલપત્ર, 6 થી 7 લીમડાના પાન એડ કરીને વઘારને બે મિનિટ માટે ઘી માં સાંતળી લો.

હવે વગાર સરસ રીતે થઈ ગયા પછી, તેમાં 1 મોટી ચમચી જેટલા લીલા મરચાની પેસ્ટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરી લો. સ્વામિનારાયણ ખીચડીમાં ડુંગળી અને લસણ નો ઉપયોગ નથી થતો પણ જો તમારે ડુંગળી લસણ એડ કરવા હોય તો તમે આ સમયે તેમાં નાખી શકો છો. હવે આપણી મરચાની પેસ્ટ સારી રીતે ઘી માં સંતરાઈ ગઈ હશે.

હવે 1/4 કપ જેટલા સિંગના દાણા એડ કરી લો. સીંગના દાણા નો ટેસ્ટ ખીચડીમાં ખુબ જ સરસ લાગે છે તેથી તે જરૂરથી એડ કરવા અને તેને પણ બે મિનિટ માટે કુક કરી લો. હવે શાકભાજીમાં અડધા કપ જેટલા ટમેટાના ટુકડા, 1 મીડિયમ સાઇઝના બટેટાના ટુકડા (અહીંયા નાના પીસ કરીને લીધા છે).

તેની સાથે 1/4 જેટલા લીલા વટાણા, અડધા કપ જેટલા રીંગણ ના નાના ટુકડા, 1/4 કપ જેટલા ગાજરના ઝીણા ટુકડા અને 1 કપ જેટલું જીણું સમારેલું કોબી એડ કરી લો. આ બધા શાકભાજીને ઘી માં 2 મિનિટ માટે સાંતળી લો. આ સિવાય તમે ખીચડીમાં બીજા કોઈપણ વેજીટેબલ એડ કરી શકો છો. આ ખીચડી એકદમ શાકભાજીના વિટામીનથી ભરપૂર છે. હવે 2 મિનિટ પછી તમે જોઈ શકશો કે શાકભાજી ઘી માં સારી રીતે સંતરાઈ ગયા છે.

હવે મસાલામાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરીને મસાલાને શાકભાજી સાથે મિક્સ લો. હવે પલાળેલા દાળ-ચોખા એડ કરી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે 3 કપ જેટલું પાણી ઉમેરો. દાળ-ચોખા પ્રમાણે આ પાણીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે.

આ ખીચડીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને તે મોઢામાં મુકતા એકરસ થઈ જાય એવી ઢીંલી હોય છે. હવે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો. લીંબુ નો સ્વાદ ખીચડીમાં ખુબ જ સરસ લાગે છે. હવે કૂકરનું ઢાકણુ બંધ કરીને મીડીયમ ગેસ પર 4 વિશલ કરી લો. આ ખીચડી બનાવતી વખતે આપણે બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે (1) ખીચડી બનાવતા પહેલા આપણે દાળ ચોખા ને પલાળી દેવાના છે (2) કુકરમાં ખીચડીને મીડીયમ ગેસ ની ફ્રેમ પર જ બનાવની છે. ગેસની ફ્લેમ વધુ નથી રાખવાની, નહીં તો ખીચડી બળીને કૂકરના તળિયે ચોટી જશે.

4 વિશલ થઈ ગયા પછી કૂકરને ખોલી લો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી ખીચડી તૈયાર છે. તમે જોઈ શકશો કે ખીચડી એકદમ સરસ થઈને એક રસ થઇ ગઈ છે. હવે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી સ્વામિનારાયણ ખીચડી ને સર્વ કરો. આ ખીચડી તમે ઘી સાથે ખાઈ શકો છો. શાકભાજીના વિટામીનથી ભરપૂર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી આ સ્વામિનારાયણ ની ખીચડી જમવામાં જો હોય તો, બીજું કંઈ જ ન જોઈએ, તો ઘરમાં નાનાથી લઈને મોટા બધાને ભાવે એવી સ્વામિનારાયણ ની ખીચડી આજે જ બનાવો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા