શરીરમાં આ ૮ સંકેત બતાવે છે તમે ઓછું પાણી પીવો છો. જાણો આ ૮ સંકેત કયા છે.

pani ochhu pivay chhe te janvana sanket

શરીરમાં કેટલાક એવા રોગ હોય છે કે જે ઓછું પાણી પીવાથી થાય .પણ આપણે એની સમજદારીથી દૂર હોઈએ એટલે આપણે દવાઓ પાછળ પડી જતા હોઈએ છે. પણ હકીકતમાં પાણીની માત્રા વધારીએ તો તે રોગ આપોઆપ શાંત થઈ જતા હોય છે.  શરીર મા આ ૮ સંકેતો એવા છે કે તમે પાણી એકદમ ઓછું પિ રહ્યા છો.

આમ જોઈએ તો સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછું દિવસમાં દસ થી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ.  જરૂરી પાણી પીવાથી અમુક બીમારીઓ દુર થઇ જાય છે. કેટલાક લોકો તો એ જાણતા નથી કે તેઓ પુરતુ પાણી પીવે છે કે નહીં.  એમને એ વાતનો અહેસાસ જ નથી  કેે તેનું શરીર પાણી માગે છે. જાણકારીના અભાવથી પાણી ઓછું પીવાના નુકસાન પણ જાણી શકતા નથી. 

શરીર આપણને ચેતવણી તો અવશ્ય આપે છે કે આપણે જલ્દી પાણી પીવાની કમીને પૂરી કરવી અને પાણી પીવાની પૂર્તતા કરવી. પાણી પીવાના ક્યારે અવસરને નજર અંદાજ ન કરવું જોઈએ.  પાણી શરીરનું તાપમાન જાળવી રાખે છે. પાણી કોશિકાને આપણા સમગ્ર શરીરને ચલાવે છે.  કોશિકાઓ એ પોષક એને પોષક તત્વો પહોંચાડે છે. પાણી ખરાબ તત્વોને શરીરમાંથી બહાર કાઢે છે, એટલે કે શરીરમાં જ નડતર રૂપ જે કોઈ બાબતો  અંદર ગઈ હોય એને બહાર કાઢવાનું કામ પાણી કરે છે.

તો ચલો જાણિએ કે એવા કયા સંકેતો છે જેથી ખબર પડેે કે તમે  પાણી ઓછુુ પીવો છો.  ૧) યુરીન એટલે કે મૂત્રનો રંગ પીળો થવો : યુરીન નો રંગ ઘાટો પીળો આવે તો સમજવું કે તમે ઓછું પાણી પીતા હશો. અને એને કારણે કિડનીને લગતી પણ બીમારી આવે.  માટે જરૂરી પાણી પીવો.  પેશાબનો રંગ બદલવા ના અનેક કારણો છે.  પરંતુ મુખ્ય અને સામાન્ય કારણ મોટાભાગે ઓછુ પાણી પીવાનું જોવા મળે છે.

૨) તમારું મોઢું વારંવાર સુકાઈ જવું. જ્યારે તમારું મોં વારંવાર સુકાઈ જાય ત્યારે તમે સોફ્ટ ડ્રિંક પીવો છો. તો એવા સમયે પાણી પીવું. શરીર પાણી માગે છે સોફ્ટ ડ્રિંક નહીં.

૩) પાચન સંબંધી સમસ્યાઓ:  જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો સૌથી મોટો સંકેત એ છે કે તમે ઓછું પાણી પીતા હશો. તો તમે રેગ્યુલર પાણી પીતા હશો તો પાચનતંત્ર બરાબર કામ કરતું રહેશે. આપણે બધા જાણીએ છીએ કે પાચન ક્રિયામાં ફાઇબર એક જરૂરી પોષક તત્વ છે. પરંતુ ઓછું પાણી પીવાથી આસાનીથી કબજિયાત થઈ શકે છે. મિત્રો પર્યાપ્ત માત્રામાં પાણી પીવું એટલે જરૂરિયાત શરીર છે એટલું પાણી પીવું વધુ. 

૪) અલ્સર ની કે ચાંદાની સમસ્યા :- ઓછું પાણી પીવાથી લાંબા સમયે અલ્સર ની કે ચાંદાની સમસ્યા પણ થઈ શકે છે. ૪)  લાંબા સમય સુધી બીમાર રહેવું:  જો તમને લાગે છે કે તમે લાંબા સમય સુધી બીમાર છો. તો તેે પાણી પીવાથી બિનજરૂરી ટોક્સિનને બહાર નીકાળવા પડે છે. માટે ડોક્ટરો પણ બીમારીમાં ઉકાળેલું પાણી પીવાની સલાહ આપે છે.

૫) ચક્કર આવવાના:  ચક્કર આવવાના ઘણા કારણો છે પણ આ એક બહુ મોટી સમસ્યા છે. આજે કે કાલે ગમે તેને ચક્કર આવી શકે છે. આવું થવાનું કારણ કે તમે જરૂરી પાણી શરીરને આપતા નથી. જો તમે તાવમાં અથવા તો તમારા સમયગાળા દરમિયાન, ચક્કર આવવાના મહેસૂસ થાય તો પાણી પીવાનું સમજવું.  એટલે કે પાણી પીવાની સમસ્યા આપણે આપણી સાથે સોધી કાઢવાની છે.

૬) થાક લાગવો : થાક લાગતો હોય તો થકાવટ ના અનેક કારણો છે પણ તેમાં એક કારણ ઓછું પાણી પીવાનો પણ સંકેત છે. થાક અનુભવાય એ સમયે પાણી પીવાનું રાખો. પાણી ઝડપથી પીવાનુ નથી. ખૂબ તરસ લાગી હોય તો પણ પાણી ધીમે ધીમે પીવાનું છે.

૭) ચામડી સુકાઇ જવી:  ચામડી એ શરીરનું સૌથી મોટું અંગ છે. જો તમે પર્યાપ્ત માત્રામાં પાણી પીતા નથી તો એની અસર ત્વચા અને ચામડી પર થવા લાગે છે. આપણી  ત્વચા સુકાઈ જાય છે. તો પાણી પીવાનું રાખવું. પાણી એ કુદરતી ઔષધિ છે .આ પૃથ્વી પર સૌથી મોટી કોઈ ઔષધિ હોય  તો તેમા એક નંબરમાં જળ છે.

૮) આંખો વારંવાર સુકાઈ જવી: તમારી આંખો વારંવાર સુકાઈ જતી હોય એવું લાગે,  તો જરૂરી માત્રામાં પાણી ન પીતા હોય તો આંખ શુષ્ક થઈ જાય છે. માટે જરૂરી પાણી પીવાનું રાખો.  આંખ સ્મુધ રહેશે. જો નબળાઈ અનુભવાય છે. તો તેમાંનું એક કારણ ઓછું પાણી પીવાનુ પણ છે.