soup recipes in gujarati language
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આમ તો દરેક ઋતુમાં સૂપ પીવું લગભગ દરેકને પસંદ હોય છે, પરંતુ શિયાળાની ઋતુમાં ટેસ્ટી સૂપ પીવાની એક અલગ જ મજા છે. સૂપ શિયાળામાં શરીરને હૂંફ આપે છે. ઘણા લોકો વજન ઘટાડવા, સ્થૂળતા ઘટાડવા માટે તેમના આહારમાં સૂપનો સમાવેશ કરે છે

જો તમે પણ કંઈક અલગ અને સ્વાદિષ્ટ સૂપ બનાવવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમને હેલ્ધી અને ટેસ્ટી વેજીટેબલ સૂપની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. શિયાળામાં વિવિધ પ્રકારના શાકભાજી મળે છે, જેમાંથી તમે ઘરે સ્વાદિષ્ટ સૂપ બનાવી શકો છો.

(1) પાલક સૂપ સામગ્રી : પાલક – 250 ગ્રામ, આદુ – 1/2 ચમચી, ટામેટા – 1, માખણ – 2 ચમચી, મીઠું – સ્વાદ મુજબ, કાળા મરી – 1/2 ચમચી, કાળું મીઠું – 1/2 ચમચી, લીંબુનો રસ – 1/2 ચમચી, કોથમીર – 1/2 ચમચી, હિંગ – એક ચપટી.

સૂપ બનાવવાની રીત :સૌ પ્રથમ, પાલક, ટામેટા અને આદુને બરાબર સાફ કરીને કાપીને અલગ રાખો. હવે એક પેનમાં થોડું પાણી ગરમ કરો અને પાલક, ટામેટાં અને આદુને થોડી વાર ઉકાળો. ઉકળ્યા પછી, તેને ઠંડુ થવા દો અને તેને મિક્સરમાં નાંખો અને મિશ્રણ તૈયાર કરો.

આ પછી, એક પેનમાં એક કપ પાણી ગરમ કરો, તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો અને થોડી વાર પકાવો. 3-4 મિનિટ પછી બીજી સામગ્રી ઉમેરો અને થોડીવાર પકાવો. થોડીવાર રાંધ્યા પછી સૂપમાં માખણ અને લીંબુનો રસ નાખીને એક વાર બરાબર હલાવો અને ગેસ બંધ કરી દો. હવે તેને પ્લેટમાં કાઢીને સર્વ કરો.

(2) ગાજર અને આદુનો સૂપ સામગ્રી : ગાજર – 200 ગ્રામ સમારેલા, આદુ – 2 સમારેલા, તેલ – 2 ચમચી, મીઠું – સ્વાદ મુજબ, જીરું – 1/2 ચમચી, હિંગ – એક ચપટી, ખાંડ – 1/2 ચમચી, કાળા મરી – 1/2 ચમચી, લીંબુ રસ – 1/2 ચમચી, અજમો – 1/2 ચમચી.

કેવી રીતે બનાવવું : સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, અજમો, હિંગ નાખી થોડી વાર સાંતળો. હવે તેમાં કાળા મરી સાથે ગાજર અને આદુ નાખી થોડી વાર પકાવો. રાંધ્યા બાદ તેને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.

ફરી એક વાર પેનમાં તેલ ગરમ કરો અને આ મિશ્રણને પાંચથી સાત મિનિટ સુધી પકાવો. થોડીવાર રાંધ્યા બાદ તેમાં એક કપ પાણી અને લીંબુનો રસ ઉમેરીને એકવાર હલાવો અને ગેસ બંધ કરી દો.
ગરમ ગરમ સૂપ સર્વ કરવા માટે તૈયાર છે .

(3) ટામેટાનો સૂપ સામગ્રી : ટામેટા-3 નંગ, કાળું મીઠું-1/2 ચમચી, જીરું-1/2 ચમચી, ખાંડ-1/2 ચમચી, કાળા મરી-1/2 ચમચી, લીંબુનો રસ-1/2 ચમચી, ધાણાજીરું-2 ચમચી, માખણ -1/2 ચમચી, સાદું મીઠું – સ્વાદ મુજબ, ડુંગળી – 1 બારીક સમારેલી, હિંગ – એક ચપટી.

કેવી રીતે બનાવવું : સૌ પ્રથમ, ટામેટાં અને ડુંગળીને સાફ કર્યા પછી, તેને બે કપ પાણીમાં સારી રીતે ઉકાળો અને જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને મિક્સીમાં સારી રીતે પીસી લો. આ પછી એક પેનમાં માખણ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો અને તેમાં તૈયાર ટામેટાની પેસ્ટ નાંખો અને થોડીવાર પકાવો.

થોડી વાર પછી સાદું મીઠું, કાળું મીઠું, કાળા મરી અને ખાંડ નાખીને પકાવો. લગભગ 4-5 મિનિટ રાંધ્યા બાદ તેમાં કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને એકવાર હલાવો અને ગેસ બંધ કરી દો. તમારો ટેસ્ટી ટમેટા સૂપ સર્વ કરવા માટે તૈયાર છે.

જો તમને આ સૂપ રેસિપી પસંદ આવી હોય અને આવી જ બીજી અવનવી રેસિપી વિશે જાણવાનો શોકજ હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા