sleeping yoga asanas
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમને રાત્રે ઊંઘ નથી આવતી? તમે એવા ઉપાયો શોધી રહ્યા છો કે જે રાત્રે સૂતા પહેલા કરી શકાય, તો આજે અમે તમારા માટે એવા જ કેટલાક યોગાસનો લઈએ આવ્યા છીએ, જેને તમારી દિનચર્યામાં સામેલ કરીને તમે તણાવને દૂર કરીને સારી ઊંઘ મેળવી શકો છો.

આ યોગાસન તમને આરામ પણ આપે છે. ફિટ અને સ્વસ્થ રહેવામાં પણ મદદ કરી શકે છે. બોલિવૂડની ફિટ એક્ટ્રેસ ભાગ્યશ્રીના ઈન્સ્ટાગ્રામ પર જોઈને અમને આ યોગ વિશે જાણકારી મળી છે. તે દર મંગળવારે તેના ચાહકો સાથે ફિટનેસ અથવા સ્વાસ્થ્ય સંબંધિત ટીપ્સ શેર કરે છે.

આ વખતે તેણે કેટલાક એવા યોગાસનો શેર કર્યા છે જેને કરીને તમે રાત્રે સુતા પહેલા કરી શકો છો અને આરામદાયક ઊંઘ મેળવી શકો છો. વિડિઓ શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘જો તમે તમારી જાતને પ્રેમ કરો છો… તો તમારે ખરેખર આ કરવું જોઈએ.

તણાવ દૂર કરવા માટે કસરત કરો, જેથી તમે રાત્રે આરામથી સૂઈ શકો. તમારા શરીરને રીપેર કરવા અને પુનઃસ્થાપિત કરવા માટે ઊંઘ ખુબ જ જરૂરી છે. આપણામાંના ઘણા આપણી રોજિંદા કામકાજમાં એટલા તણાવમાં હોય છે કે આપણે સારી રીતે ઊંઘી શકતા નથી.

આ લેખમાં કેટલાક યોગ પોઝ જણાવેલ છે જે 10/15 ગણતરી કરીને કરી શકાય છે અને દરેક યોગાસન તમારા શરીર માટે ખુબ જ ફાયદાકરાક છે. મને આશા છે કે તમને આ લેખ ખુબ જ મદદ કરશે.

રાત્રે સૂતા પહેલા સ્ટ્રેચિંગ કરવાથી તમને આરામ તો મળે છે, પરંતુ તે તમારા સ્નાયુઓને લવચીક પણ રાખે છે, જેનાથી તમને રોજિંદા કામકાજ દરમિયાન અસ્વસ્થતા અનુભવવાની શક્યતા ઓછી થાય છે. આ તમને દિવસ દરમિયાનના તણાવને દૂર કરે છે જેથી કરીને તમને સારી ઊંઘ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online)

આ યોગોની મદદથી તમે રાત્રે સારી ઊંઘ પણ મેળવી શકો છો. તો તમે પણ આજે આ યોગાસનો જરૂર કરો. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરજો. આવી વધુ જાણકરી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા