મસાલેદાર ખાવાના શોખીનો માટે ચટણીનું એક વિશેષ મહત્વ હોય છે. તેમને નાસ્તાથી લઈને રાત્રિભોજન સુધી ચોક્કસપણે ચટણીની જરૂર હોય છે. એવામાં એ જ કોથમી, ફુદીનાની અને ટામેટાની ચટણી ખાઈ ખાઈને કંટાળો આવવો સ્વાભાવિક છે. જો કે ચટણી ઘણી રીતે બનાવી શકાય છે, પણ આજે અમે તમને એવી ચટણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે પહેલા ક્યારેય નહીં ખાધી હોય.
આજે અમે તમને શિમલા મરચામાંથી બનેલી ચટણીની રેસીપી વિશે જણાવીશું. આ ચટણી બનાવવી સરળ હોય છે અને તેનો સ્વાદ પણ અદભૂત હોય છે. તો ચાલો જાણીએ કે ‘કેપ્સિકમ ચટણી’ બનાવવાની સરળ રીત
સામગ્રી : 1 કેપ્સિકમ મરચું સમારેલું, 1 ડુંગળી ઝીણી સમારેલી, 1 ટામેટું ઝીણું સમારેલું, 3-4 લીલા મરચા ઝીણી સમારેલા, 2 લસણની કળી, 2 સૂકા લાલ મરચા, 1 ચમચી કોથમીર ઝીણી સમારેલી, 1 ચમચી મગફળીની પેસ્ટ, 1 ચમચી તેલ ટેમ્પરિંગ માટે, 1/2 નાની ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 1/2 ચમચી સફેદ અડદની દાળ, 4-5 મીઠા લીંબડાના પાન
શિમલા મરચાની બનાવવાની રીત : સૌથી પહેલા શિમલા મરચું, ડુંગળી, ટામેટા, મરચાં વગેરેને ઝીણા કાપી લો. આ પછી ગેસ પર એક પેન મૂકીને તેમાં થોડું તેલ નાખો. હવે મગફળીને ધીમી આંચ પર ફ્રાય કરી લો અને પછી તેને ઠંડુ થવા માટે બાજુમાં રાખો. જ્યારે મગફળી ઠંડી થાય ત્યારે તેને મિક્સરમાં પીસીને પેસ્ટ તૈયાર કરો.
હવે પેનને ફરીથી ગેસ પર મૂકીને તેલ ઉમેરો. આ પછી જ્યારે તેલ ગરમ થાય ત્યારે તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ, ડુંગળી, ટામેટા અને લસણ ઉમેરો. હવે આ કેપ્સિકમ નરમ થાય ત્યાં સુધી ફ્રાય કરો.
પછી આ સામગ્રીને થોડી ઠંડી થવા દો અને પછી તેને પીસીને પેસ્ટ બનાવી લો. હવે કેપ્સિકમની પેસ્ટમાં મગફળીની પેસ્ટ મિક્સ કરો. હવે વગાર માટે ફરી એકવાર પેનને ગેસ પર પેન મૂકો. હવે તેમાં તેલ ઉમેરો અને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, અડદની દાળ, સૂકા લાલ મરચા અને લીંબડાના પાન ઉમેરો.
લસણની ચટણી કેવી રીતે ઘરે સરળતાથી બનાવી તે જાણવા અહીં ક્લિક કરો. લસણની ચટણી બનાવવાની રીત
આ વગારને ચટણીમાં નાખો. સિમલા મરચાની ચટણી સર્વ કરવા માટે તૈયાર છે. તમે આ ચટણીને કટલેટ, ઢોસા અથવા આલુ પરાઠા સાથે સર્વ કરી શકો છો. જો તમને આ રેસીપી ગમી હોય તો આવી વધુ વાનગીઓ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.