શાકભાજી માં કોઈ કેમિકલ કલર છે કે નહિ, આ રીતે ચકાશો

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

લીલા શાકભાજી ખાવા એ ખૂબ જ સારું માનવામાં આવે છે અને ઘણા સંશોધનો માને છે કે લીલા શાકભાજી તમારા માટે ફાયદાકારક પણ છે, પરંતુ કઈ શાકભાજી સારી છે અને કઈ શાકભાજી સારી નથી તે કોણ નક્કી કરશે? ના અમે અહીંયા તમારા પોષણ ચાર્ટ વિશે વાત નથી કરવાના, પણ અમે એ વાત કરી રહ્યા છીએ કે તમે બજારમાંથી જે શાકભાજી લાવો છો તેમાં કોઈ ભેળસેળ તો નથી ને?

આ જમાનો ભેળસેળવાળા લોકોનો છે અને આ સમયે શાકભાજીમાં ખરાબ રંગનો ઉપયોગ કરવામાં આવે છે જે આરોગ્યને બગાડી શકે છે. શાકભાજીનો રંગ અસલી છે કે નકલી તે નક્કી કરવું ખુબ મુશ્કેલ છે.

ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તેના ટ્વિટર એકાઉન્ટ પર ખોરાક અને પોષણ સંબંધિત ઘણી મહત્વની હકીકત આપી છે. જેમાં એક સરળ ટિપ આપવામાં આવી છે જે તમારા લીલા શાકભાજીમાં ભેળસેળ છે કે નહિ તે વિશે જણાવશે.

મેલાચાઇટ ગ્રીન એક પ્રકારનું કેમિકલ છે જેનો ઉપયોગ શાકભાજીને લીલો રંગ આપવા માટે થાય છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન નું એક સંશોધન કહે છે કે જો આ પ્રકારના રંગનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તે વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા કરી શકે છે જેમ કે શ્વાસ, હૃદયના રોગો અને પેશીઓની સમસ્યાઓ સાથે જોડાયેલી સમસ્યાઓ પેદા કરી શકે છે.

4

આનો ઉપયોગ લીલા મરચાં, વટાણા, પાલક, સાગ અને બીજા ખૂબ જ લીલા દેખાતા શાકભાજીમાં થાય છે. તે એક પ્રકારનું ટેક્સટાઇલ ડાઇ હોય છે જેનો ઉપયોગ માછલીના ઉત્પાદનમાં થાય છે. તે ફૂગના એટેકને રોકવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને દરિયાઈ જીવોમાં બેક્ટેરિયાને પણ ઘટાડી શકે છે, પરંતુ જો શાકભાજીમાં ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક બની શકે છે.

શાકભાજીમાં નકલી લીલો રંગ હોય તો કેવી રીતે ઓળખી શકાય ? જો શાકભાજીમાં લીલા રંગની ડાઇનો ઉપયોગ કરવામાં આવે છે, તો તમારે એક નેનો ટેસ્ટ કરવો પડશે જે તમે કોઈપણ લીલા શાકભાજી સાથે કરી શકો છો.

શાકભાજીઓને ટેસ્ટ કરવા માટે સૌથી પહેલા કપાસનું રૂ લઈને તેના પર થોડું રસોઈ તેલ અથવા લિક્વિડ પેરાફિન લગાવો. આ પછી તેને શાકભાજી પર ઘસો, તમારે તેને ઓછામાં ઓછી 1 મિનિટ સુધી ઘસવું પડશે. આમ કરવાથી તમે જોઈ શકશો કે રૂ પર રંગ લાગવા લાગ્યો હશે.

જો શાકભાજી પર કોઈપણ પ્રકારનું કેમિકલ કલર લગાવવામાં આવેલો હશે તો તે રૂ પર દેખાવા લાગશે અને જો તે લગાવેલો નહિ હોય તો રૂ પર કલર બેસસે નહિ એટલે રૂ સાફ જ રહેશે. રૂ પર કોઈપણ પ્રકારનું તેલ ન લગાવો કારણ કે તે પછી તમે તે શાકભાજીને ખાઈ શકશો નહીં.

તમે આ ટિપ્સનો ઉપયોગ તમે બીજા રંગના શાકભાજી પર પણ કરી શકો છો. આમ કરવાથી, તમે જાણશો કે તમારી પાસે ભેળસેળવાળો ખોરાક છે કે નહીં. અમે તમારી સાથે આવી ઘણી બધી ટિપ્સ પહેલા પણ શેર કરી છે અને આગળ પણ આ રીતે જ કરતા રહીશું.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

x