તમે પણ બનાવવા માંગો છો માર્કેટ જેવા શક્કરપારા? જો હા, તો તમારે આ પોસ્ટ છેલ્લે સુધી અવશ્ય વાંચવી જોઈએ. આ પોસ્ટમાં, હું તમને ઘરે શક્કરપારા બનાવવાની એક સરળ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી શેર કરીશ, જેની મદદથી તમે ખૂબ જ સ્વાદિષ્ટ શક્કરપારા સરળતાથી બનાવી શકશો. તો ચાલો કોઈ સમય બગાડ્યા વિના આ શક્કરપારા રેસીપી શરૂ કરીએ.
સામગ્રી
- 1/2 કપ દૂધ દહીં
- 1/2 કપ ખાંડ
- 1/2 કપ ઘી અથવા તેલ
- 2 કપ મૈંદાનો લોટ
- તળવા માટે તેલ
શક્કરપારા બનાવવાની રીત
માર્કેટ સ્ટાઈલના શકરપારા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલ લો અને તેમાં 1/2 કપ ગરમ દૂધ નાખો. હવે તેમાં 1/2 કપ ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. ખાંડ ઓગળી જાય પછી, 1/2 કપ ઘી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. (ખાંડ ઓગળે તે પહેલાં ઘી ઉમેરશો નહીં).
હવે, 2 કપ મેદાનો લોટ (લગભગ 300 ગ્રામ) ધીમે ધીમે ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને સોફ્ટ લોટ બાંધો. લોટ બંધાઈ ગયા પછી, હવે લોટને ઢાંકીને 1 કલાક 15 મિનિટ માટે સેટ થવા રાખો.
1 કલાક પછી લોટને તપાસો અને તેને ફરીથી સારી રીતે મસળીને ગુંદી લો.
હવે કણકને બે ભાગમાં વહેંચી લો. હવે કણકના બીજા ભાગને ભીના કપડાથી ઢાંકી દો, જેથી કણક સોફ્ટ જ રહે. હવે તમે ગુલ્લાં બનાવીને વેલણની મદદથી પરોઠાની જેમ વણી લો અને ધ્યાન રાખો કે બહુ જાડો કે પાતળો પણ ન હોવી જોઈએ.
આ પણ વાંચો : મીઠાં અને તીખા શક્કરપારા હવે ઘરે બનાવો
હવે વણેલી રોટલીને તમારા મનપસંદ આકારમાં કાપો. હવે ગેસ પર એક કડાઈને મૂકો અને તેને તળવા માટે તેલ ઉમેરીને બરાબર ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય પછી, તૈયાર કરેલા શક્કરપરાને કઢાઈમાં નાખીને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
હવે ઝારાથી તેલને હલાવતા રહો અને જેથી શક્કરપારા સારી રીતે તળાઈ જાય, હવે તેને કઢાઈમાંથી કાઢીને પ્લેટમાં કાઢી લો. આ રીતે બધા શક્કરપારા તળી લો. હવે તમારા શકરપાર સંપૂર્ણપણે તૈયાર થઇ ગયા છે, અને તમે તેનો આનંદ માણી શકો છો.
જો તમને માર્કેટ જેવા શક્કરપારા બનાવવાની રીતે પસંદ આવી હોય તો, આવી વધી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.