- ફરસાણની દુકાન જેવા એક્દમ સરળ રીતે ઘર મા રહેલી વસ્તુમાથી બનાવો મીઠાં અનેે તીખા શક્કરપારા(Shakkarpara). શક્કરપારા ને તમે ચા સાથે લઈ શકો. મુસાફરીમાં પણ તમે સાથે લઈ જઈ શકો. ખૂબ જ ફરસા અને મોમાં મૂકતાં જ ઓગળી જાય તેવા શક્કરપરા ઘરેે બનાવવાની રીત જોઇલો
તીખા શક્કરપારા (Tikha Shakkarpara)
સામગ્રી :
- ૧ કપ ઘઉંનો લોટ
- ૧ કપ મેંદાનો લોટ
- ૧ tsp ધાણાજીરું
- ૨ tsp લાલ મરચું
- ચપટી હિંગ
- 6. ૩ ચમચા ઘી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- તેલ તળવા
તીખા શક્કરપારા બનાવાની રીત:
- સૌ પ્રથમ લોટમાં ઘીનું મોણ દઈ ધાણાજીરું,મરચું,મીઠું,હિંગ લઇ પાણીથી લોટ બહુ કઠણ કે ન બહુ ઢીલો એવો મીડીયમ બાંધો.
- પછી એક સરખા લુવા કરી રોટલો વણી ચપ્પા કે શક્કરપારા કટરથી કાપી લો.
- તેલ ગરમ થઇ જાય એટલે તળી લેવા.
- તો તૈયાર છે તીખા શક્કરપારા.
મીઠાં શક્કરપારા (Mitha Shakkarpara)
સામગ્રી :
- ૧ કપ ઘઉંનો/મેંદાનો લોટ
- ૧૦ ચમચા ગોળ કે ખાંડ (અંદાજે)
- ૩ ચમચા ઘી
- જરૂર મુજબ પાણી (અંદાજે ૫ ચમચા)
- તેલ તળવા
મીઠાં શક્કરપારા બનાવાની રીત:
- સૌ પ્રથમ ખાંડ કે ગોળ ને પાણી માં ઓગળી લો.
- લોટમાં ઘીનું મોણ દઈ ખાંડવાળા પાણીથી લોટ બહુ કઠણ કે ન બહુ ઢીલો એવો મીડીયમ બાંધો.
- પછી એક સરખા લુવા કરી રોટલો વણી ચપ્પા કે શક્કરપારા કટરથી કાપી લો.
- તેલ ગરમ થઇ જાય એટલે તળી લેવા.
- તો તૈયાર છે મીઠા શક્કરપારા.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.