Haradal varu dudh pivathi thata fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હળદર અને દૂધ ના ફાયદા: તો આજે જણાવીશું કે આપને હળદરવાળું દૂધ(Haradal varu dudh) પીવાથી આપણા શરીરમાં કેટલા લાભ થાય છે. અને કેવી રીતે નિરંતર નિરોગીતા મળે છે. હળદર એ એક એવું રહસ્ય છે જે ઔષધ ગુણોથી ભરપૂર છે. હળદર અને દુધ નું મિશ્રણ થવાથી તેની પૌષ્ટિકતા માં અપાર વૃદ્ધિ થાય છે. દૂધમાં હળદર મેળવી એટલે એની એક કહેવત છે કે “સોને પે સુહાગા”. હળદરવાળું દૂધ પીવાથી અનેક બીમારીઓ તથા મુશ્કેલીઓનો અંત આવે છે.

Haradal varu dudh

હળદર વાળું દૂધ બનાવવાની બહુ સાદી રીત છે. કે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર નાખી અને દૂધ ઉકાળવું.  ડાયાબીટીસ ન હોય તો અડધી ચમચી સાકરનું ચૂર્ણ ઉમેરવું. દૂધ ઠરીને હૂંફાળું થાય, ત્યારે ઘૂંટડે ઘૂંટડે પીવું. હળદરવાળું દૂધ પીવાથી ચામડીના રોગોમાં બહુ જ ફાયદો થાય છે ખાસ કરીને હળદરવાળું દૂધ પીવાથી દાદર ખાજ અને ખુજલી ના લોકો રોગો માટે ખૂબ જ લાભ થાય છે. અને આ દૂધ આ રોગો માટે રામબાણ ઈલાજ છે.  હળદરવાળું દૂધ પીવાથી શરીરની ચામડી સુંવાળી અને ચમકીલી રહે છે તથા ચામડી ક્યારે કરમાતી નથી.

Haradal varu dudh pivathi thata fayda

 

હળદર વાળું દૂધ રક્તને શુદ્ધ કરતું હોવાથી રક્ત નો બગાડ અને તેની મર્યાદાઓ દૂર કરનાર છે.અને તે આપોઆપ થઈ જાય છે.આ દૂધ પીવાથી ચામડીમાં જે એલર્જી ઉત્પન્ન થાય છે એ પણ સ્થગિત થઈ જાય છે.  આ દૂધ દર્દનિવારક ગુણ છે.હાટકુ તૂટી ગયું હોય, શરીરમાં ક્યાંક મચકોડ આવી ગઈ હોય, માંસપેશીઓમાં દર્દ થતું હોય, શરીરમાં દુખાવો થતો હોય તો હળદર વાળા દૂધ થી અને આ દૂધ પીવાથી ઘણી જ રાહત મળે છે. શરીરમાં અંદર ની કોઈ ઈજા થઈ હોય , શરીરમાંં અંદર ક્યાંક રક્ત નીકળતું હોય તો તેને ઠીક કરી દે છે, આમ હરદર બહુ જ ઉત્તમ ટોનિક છે અને એન્ટીસેપ્ટિક તરીકે હળદર મોટું કામ કરે છે.

પેટ સંબંધી રોગોમાં આ દૂધ ખૂબ ઉત્તમ છે.  હરદરના સેવનથી પાચન સારી રીતે થાય છે અને અપચાનો કોઈપણ પ્રકારનો મુદ્દો ઉપસ્થિત થતો નથી. આ દૂધ પીવાથી આંતરડા પણ સ્વસ્થ રહે છે તથા લીવર માટે તો હળદર મહોષધી તરીકે કામ કરે છે.ઋતુ ફેરફાર થવાથી ગળામાં કફ બાંધતા હોય છે . બેે ઋતુ નાં મિશ્રણ માં હમેશા કફ પ્રકોપ વધે છે એવા ટાણે હળદરવાળું દૂધ પીવાથી તુરંત રાહત મળે છેે. કાકડાના સોજામાં પણ હળદરવાળું દૂધ પીવાથી શાંત રહે છે.

Haradal varu dudh pivathi thata fayda

શરદી અને ઉધરસ માં ખાસ કરીને બહુ અરુચિ થઈ જતી હોય છે કે કઈ ગમતું ન હોય એવું થાય, મન પણ તાપ અનુભવતું હોય છે,તો એવા સમયે હળદર વાળું દૂધ રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.માતાઓ અને બહેનો માટે હળદર વાળું દૂધ વિશેષ લાભદાયી છે અને શરીરમાં કોઈ જ પ્રકારે દુખાવો થવા દેતું નથી. મિત્રો મેદસ્વિતા ઘટાડવા માટે આયુર્વેદ ઘણા બધા પ્રકલ્પો યોજે છે પણ એમાં દૂધ પીવાની મર્યાદા છે, છાશ પીવાની વાત છે. પણ ખાસ કિસ્સા તરીકે હળદરવાળું દૂધ પીવાથી આપણી ફાંદ જે પેટ વધી ગયું હોય એ પણ કાબુમાં આવે છે.

હળદર વાળા દૂધ માં એન્ટીઓક્સીડન્ટ તત્વ ભરપૂર હોય છે. તેના સેવનથી આવશ્યક વિટામિન તથા ખનિજ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે ,જેથી હળદર વાળું દૂધ સંક્રાત્મક રોગોને નાખનારું છે. આ દૂધ પીવાથી કોઇ રોગ શાંત રહેવા પામે છે. અનિદ્રા માટે હળદર વાળું દૂધ પરિણામ આપનારું છે. આ દૂધ પીવાથી શાંતિ ઊંઘ આવવી શરૂ થાય છે આ દૂધમાં જટામાંસી મળીએ ને પણ મેળવી અને આ દૂધ પી શકાય છે.

Haradal varu dudh pivathi thata fayda

આપણા ફેફસાંને પણ હળદર વાળું દૂધ યથાવત રાખે છે જેથી શ્વાસ સંબંધી રોગો પણ શાંત રહે છે. હળદર વાળું દૂધ લીવર માટે ખૂબ જ લાભદાયી છે, હળદરમાંથી મળતું તત્વ ફેટિલીવર ડીસીજ ની નબળાઈથી આપણા શરીરને બચાવે છે, જેથી લીવર અર્થાત્ આપણું કાળજું તંદુરસ્ત રહે છે. હળદર યુક્ત દૂધ થી લોહ તત્ત્વ શરીરમાં જળવાઈ રહે છે અને એને કારણે એનિમિયા સંબંધિત કોઇ રોગ હોય રોગ તે દૂર થાય છે. પાર્કિન્સન્સ નામનો એક મારક રોગ, આપણા શરીરમાં મોટી ઉંમરમાં થાય છે, વિચારોને આધારે થાય છે જે શરીરની ચેતના ને મંધ બનાવી દે છે. આ રોગમાં હળદર વાળું દૂધ અન્ય તત્વો સાથે બહુ જ લાભદાયી નીવડે છે. હળદરવાળું દૂધ પીવાથી વિટામીન એ ની ઉણપ રહેતી નથી તેનાથી આંખની જ્યોતિ પણ વધે છે.  ખાસ કરીને રાત્રે જેમને દેખાતું ન હોય એવા રતાંધળા રોગમાં આયોગ બહુ સાદો અને સહેલો છે. પણ ઉપકારક છે.

cow milk benifit

યાદશક્તિ અને પૂર્ણ ચેતનવંતી કરવા માટે હળદર વાળું દૂધ બહુ જ અસરકારક છે. આ દૂધના સેવનથી મોઢાનું તાળવું જીભ તથા પેેેઢા સ્વસ્થ રહે છે. આ દૂધનું નિયમિત સેવન કરનારા વ્યક્તિ તેની ક્ષમતાથી વધારે અને પ્રમાણસર કામ કરી શકે છે.  દૂધની જ્યારે વાત કરીએ ત્યારે આયુર્વેદમાં હંમેશા ગાયના દૂધને જ પ્રયોજિત કરવું એવી પરંપરા છે અને ગાયનું હળદર વાળું દૂધ બહુ જ ઉત્તમ ટોનિક છે.અલસરના રોગીઓ માટે હળદર વાળું દૂધ અત્યંત રીતે પથ્યકર

છે. હળદર વાળા દૂધ માં ખાસ કરીને હળદરમાં કેન્સલ પ્રતિરોધક તત્વો હોવાથી તે અંદરના ગડગૂમડ અને ગાંઠોને નાખવા સક્ષમ છે. આપણા સમગ્ર ભારત દેશના દરેક ઘરના રસોડાનું એક-એક બહુ અનિવાર્ય તત્વ છે, એક ભોજન છે, એક મસાલો છે, એને જેટલી ઉપમા આપી શકાય એટલી આપી શકાય એમ છે.

Haradal varu dudh pivathi thata fayda

અહિયાં હળદરના અમે જે ગુણો અને ફાયદા કહ્યા એનાથી પણ અપાર ગુણો છે પણ એને દૂધમાં મેળવીને પીવાથી આપણા શરીર સમગ્ર રીતે નીરોગીતા વહન કરે, અને આપણે હંમેશા સાજા રહી એ આપણા તમામ અવયવો સરસ રીતે સાજા રે એવો હળદર વાળા દૂધ માં બહુ મોટો સહયોગ છે.

ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “હળદરવાળું દૂધ પીવાથી થશે આટલા બધા ફાયદાઓ | Haradal varu dudh”