દરરોજ બપોરે એક શાક તો બને જ છે પરંતુ તેને સ્વાદિષ્ટ કેવી રીતે બનાવવું એ દરેક ગૃહિણીની ચિંતા હોય છે. બાળકો હોય કે પતિ, દરરોજ સ્વાદિષ્ટ શાક ખાવાની ઈચ્છા દરેક ગૃહિણીને પરેશાન કરતી રહે છે. આવી સ્થિતિમાં એવો એક મસાલો બનાવો જે તમારા દરેક શાકનો સ્વાદ વધારી શકે.
વિવિધ મસાલામાંથી બનાવેલ આ શાકનો મસાલા આ સાદા શાકને પણ સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવે છે. આ રેસિપીમાં અમે તમને આ શાકનો મસાલો કેવી રીતે બને છે, તેમાં કઈ સામગ્રી છે અને તેને સ્ટોર કરવાની રીત જણાવીશું.
શાકનો મસાલો શું છે? શાકનો મસાલો એક વિવિધ મસાલાઓનું એક મિશ્રણ હોય છે જે ખાસ કરીને વાનગીઓનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તે શાકને નવો સ્વાદ અને રંગબેરંગી રંગ આપે છે. 20 થી વધુ મસાલાને પીસીને એક એવો સુગંધિત મસાલો છે જે તમારી સાદી વાનગીને પણ ચટાકેદાર બનાવે છે.
શાકના મસાલામાં વપરાતી સામગ્રી : જે રીતે અમે તમને જણાવ્યું કે આમાં લગભગ 20-22 મસાલાનો ઉપયોગ થાય છે. કિચન કિંગ મસાલાની જેમ આ મસાલામાં પણ વધારે મસાલાનો ઉપયોગ થાય છે, પરંતુ કિચન કિંગ કરતા અલગ છે અને રંગ અને સુગંધમાં પણ થોડો તફાવત છે.
સામગ્રી : 2 ચમચી જીરું, 2 ચમચી ધાણા, 2 ચમચી કાળા મરી, 12-15 લવિંગ, 2 ચમચી મેથીના દાણા, 2 ચમચી કાળું જીરું, 4-5 નાની ઈલાયચી, 2 મોટી ઈલાયચી, 2 ચક્રફુલ, 1/2 જાયફળ, 1 મોટો ટુકડો તજ, 5-6 સૂકા લાલ મરચાં,
2-3 તમાલપત્ર, 2 ચમચી કસૂરી મેથી, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી કાળું મીઠું, 1 નાનો સૂકા આદુનો ટુકડો, 1/4 ચમચી હિંગ, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી સૂકા ફુદીનાના પાન અને 1 ચમચી મકાઈનો લોટ.
શાકભાજીનો મસાલો બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત : સૌથી પહેલા એક પેનમાં ધાણા, જીરું, કાળું જીરું, લવિંગ, કાળા મરી અને મેથીના દાણાને નાખીને શેકી (રોસ્ટ) લો. ત્યાર બાદ તેને બહાર કાઢીને એક પ્લેટમાં કાઢી લો.
હવે એજ પેનમાં નાની-મોટી ઈલાયચી, ચક્રફુલ, જાયફળ, સૂકું આદુ, તજનો ટુકડો, સૂકું લાલ મરચું અને તમાલપત્ર નાખી લગભગ 1 મિનિટ માટે મસાલો ગરમ કરો. આ પછી તેમાં કસૂરી મેથી નાખીને હલાવો અને આ મસાલાને પણ, પેલા શેકેલો મસાલો હતો તેમાં કાઢી લો અને ઠંડુ થવા માટે રાખો.
હવે એજ પેનને ખૂબ જ ધીમી આંચ પર ગરમ કરો અને તેમાં હળદર પાવડર ઉમેરો અને 5-6 સેકન્ડ માટે શેકીને કાઢી લો. હવે બધા મસાલાને એક ગ્રાઇન્ડરમાં નાખ્યા પછી તેમાં હિંગ, કાળું મીઠું, આમચૂર, ફુદીનો અને કોર્નફ્લોર નાખીને સારી રીતે પીસી લો.
તમારો ચટાકેદાર શાકનો મસાલો તૈયાર છે, કોઈપણ શાક બનાવતી વખતે 1 ચમચી ઉમેરો અને કોઈપણ સાદું શાક ટેસ્ટી બની જશે. શાકનો મસાલો સ્ટોર કરવાની રીત : આ મસાલામાં કોર્નફ્લોરનો ઉપયોગ કરવામાં આવેલો હોવાથી ધ્યાનમાં રાખો કે તેને એર ટાઈટ કન્ટેનરમાં જ સ્ટોર કરો. કારણ કે કોર્નફ્લોર ઝડપથી ભેજ પકડી લે છે તેથી આ મસાલાને ખુલ્લામાં રાખવાથી બગડી શકે છે.
જો તમે મસાલાને ફ્રિજમાં સ્ટોર કરવા માંગતા હોવ તો સૌ પ્રથમ તેને વેક્યૂમ બેગમાં યોગ્ય રીતે ઝિપ લોક કરો અને પછી તેને હવાચુસ્ત પાત્રમાં રાખીને સ્ટોર કરો. જો તમે ઇચ્છો છો કે મસાલો કડક અથવા ગઠ્ઠો ના થઇ જાય તો મસાલામાં કાચા ચોખાના થોડા દાણા ઉમેરો. આનાથી મસાલો સ્મૂધ રહેશે અને ગઠ્ઠો પણ નહીં થાય.
મસાલાને ખરાબ ન થાય તે માટે તેને ગરમીથી દૂર રાખો. રસોઈ કાઉન્ટર ટેબલ પાસે મસાલા રાખવાનું પણ ટાળવું જોઈએ. ગેસની ગરમીને કારણે શાકનો મસાલો ખરાબ થઇ શકે છે. હવે આ મસાલાને ઘરે બનાવીને તમારા શાકને સ્વાદિષ્ટ બનાવો.
અમને આશા છે કે તમને આજની આ રેસિપી દરેક ગૃહિણીને ગમી જ હશે. જો તમે આવી જ બીજી મસાલાની રેસીપી અને સ્ટોર કરવાની ટિપ્સ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો
Comments are closed.