શાહી કોફતા કરી બનાવવાની રીત

0
153
kofta kri

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી શાહી કોફતા કરી રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી :

  • પનીર – ૨૫૦ ગ્રામ
  • બટાકા – ૧૦૦ ગ્રામ
  • આરા લોટ – ૩ ટેબલસ્પૂન
  • મરચાંનો પાઉડર – ૧ ટેબલસ્પૂન
  • કાજુના ટુકડા – ૧ કપ
  • મગજતરીનાં બી – ૫૦ ગ્રામ
  • દૂધ – ૧ કપ
  • માવો – ૨ ટેબલસ્પૂન
  • કિસમિસ – ૨ ટેબલસ્પૂન
  • ગરમ મસાલો – દોઢ ટીસ્પૂન
  • આદું પેસ્ટ – ૧ ટીસ્પૂન
  • સમારેલી કોથમીર – ૧ ટેબલસ્પૂન
  • ઘી – ૨ ટેબલસ્પૂન
  • તેલ – તળવા માટે
  • મીઠું – સ્વાદ મુજબ

shahi kofta kri

બનાવવાની રીત:- 

  1.  બટાકા બાફી તેને મેસ કરો. તેમાં પનીર મેસ કરીને મિક્સ કરો.
  2. તેમાં કોથમીર, આરા લોટ, મીઠું ઉમેરી નાના-નાના લૂઆ તૈયાર કરો.
  3. લૂઆને હાથેથી થેપી તેમાં માવો અને કિસમિસ ભરી બોલ્સ વાળી લો.
  4. પેનમાં તેલ ગરમ કરી બોલ્સ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
  5. કાજુ અને મગજતરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ તૈયાર કરો.
  6. કડાઈમાં ઘી ગરમ કરી તેમાં કાજુ-મગજતરીની પેસ્ટ, મરચું, આદું પેસ્ટ નાંખી સાંતળો.
  7. ત્યારબાદ તેમાં દૂધ નાખી પકવો.
  8. દૂધ ઉકળે એટલે તેમાં કોફતા અને ગરમ મસાલો નાખીને ધીમી આંચે પાંચથી સાત મિનિટ સુધી પકવો.
  9. કોથમીરથી ર્ગાિનશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.