sev tameta nu shaak recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે એક જ સાદું શાક ખાઈને કંટાળી ગયા હોવ અને જો તમે કંઈક નવું બનાવવા માંગતા હોવ તો સેવ ટામેટાનું શાક બનાવી શકો છો. આ શાક ઉત્તર ભારતીય લોકોનું ફેવરિટ છે. તો ચાલો જોઈએ સેવ ટામેટાંનું શાક બનાવવાની રીત.

સામગ્રી : સેવ – 100 ગ્રામ, સમારેલી ડુંગળી – 1, સમારેલા ટામેટા – 2, તેલ – 50 ગ્રામ, જીરું – 1/2 ચમચી, લસણ – 3-4 કળીઓ, આદુ – 1/2 ઇંચ, હળદર પાવડર – 1/2 ચમચી, મરચું પાવડર – 1/2 ચમચી, બેસન – 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ક્રીમ – 25 ગ્રામ અને ગરમ મસાલો – 1/2 ચમચી.

શાક બનાવવાની રીત : સૌ પ્રથમ ગેસ પર એક પેન મૂકો અને તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં જીણું સમારેલું લસણ અને આદુ નાખીને મિક્સ કરો. હવે તેમાં ટામેટાં અને ડુંગળી નાખીને 1 મિનિટ માટે સાંતળો.

પછી તેમાં અડધી ચમચી હળદર, મરચું અને ચણાનો લોટ નાખીને મિક્સ કરો. બધી વસ્તુ મિક્સ થઇ ગયા પછી 4 મોટી ચમચી પાણી ઉમેરો અને ઉભળો આવવા દો. જયારે પરપોટા જેવું થવા લાગે પછી તેમાં ક્રીમ નાખીને સારી રીતે મિક્સ કરી 2 મિનિટ પકાવો.

હવે તેમાં ગરમ ​​મસાલો અને કોથમીર નાખીને મિક્સ કરો. પછી તરત જ તેમાં સેવ નાખીને મિક્સ કરો અને ગેસ બંધ કરી દો. સેવ ટામેટાનું શાક તૈયાર છે. હવે તમે પૂરી, રોટલી સાથે ગરમાગરમ સર્વ કરો.

સૂચના : શાક બનાવ્યા પછી તેને ગરમ જ ખાઓ નહિતર ઠંડું થયા પછી તેનો સ્વાદ પહેલા જેવો નથી આવતો. જો તમે ઈચ્છો તો તેમાં વટાણા કે ચણા પણ ઉમેરીને શાક બનાવી શકો છો.

અમે આશા રાખીએ છીએ કે તમને સેવ ટામેટા બનાવવાની આ રીત પસંદ આવી હશે. જો તમને પણ આવી અવનવી રેસિપી જાણવાનો શોખ છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા