એક વાર ફરી તે સમય છે જ્યારે આપણામાંના ઘણા લોકો સવારે શરદીને કારણે ગળામાં દુખાવો અને ભરાયેલા નાક સાથે ઉઠે છે. શિયાળો ચાલુ જ છે અને ઠંડો પવન આપણામાંના ઘણા લોકો માટે શરદી અને ખાંસી લાવે છે. શિયાળાની ઋતુની શરૂઆતમાં તો શરદી થવી એક સામાન્ય બાબત છે.
જો કે તે કોઈ ગંભીર સમસ્યા નથી પરંતુ તમને સામાન્ય સ્થિતિમાં પાછા આવવામાં લગભગ એક અઠવાડિયા જેવો સમય લાગી શકે છે. એક કે બે અઠવાડિયામાં તમે શરદી અને ઉધરસ માટે નિયમિત દવાઓ લઈ શકો છો પરંતુ આટલું જ તમને સારું મહેસુસ નહીં કરાવી શકે. એટલા માટે અમે તમારા માટે કેટલાક એવા ઉપાય લઈને આવ્યા છીએ, જેનાથી તમે રાહતનો અનુભવ કરી શકો છો.
શરદી દરમિયાન સારું અનુભવવા માટે કેટલીક સરળ ટિપ્સ જણાવવા જઈ રહયા છીએ. તેમાં સૂરજ, આદુ, લસણ, તુલસી અને હળદરની ચા, ઘણું બધું હાઈડ્રેશન અને થોડો આરામ નો સમાવેશ થાય છે.
જ્યારે તમને શરદી હોય ત્યારે કેવી રીતે રાહત મહેસુસ શકાય : તડકામાં બેસો : જો તમે થોડો સમય તડકામાં બેસો છો તો તમને શરદી દરમિયાન સારું અનુભવવામાં મદદ મળી શકે છે. જો તમને શરદી કે ઉધરસ હોય તો તડકામાં વધારે સમય તડકામાં વિતાવવાથી ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ રીતે તમે વિટામિન-ડીને શોષી લો છો જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. આ સિવાય શિયાળાના તડકામાં બેસવાથી તમને વધારે શક્તિનો અનુભવ થાય છે.
હર્બલ ચા પીવો : તમે શરદી માટે આદુ લસણની ચા બનાવીને પી શકો છો. આવો જાણીએ તેને કેવી રીતે બનાવી શકાય. આદુ લસણની ચાની સામગ્રી : આદુ 1 નાનો ટુકડો, લસણ 3 કળી, તજની લાકડી 1/4, તુલસીના પાન 3-4, મેથીના દાણા 1 ચમચી, કાચી હળદર 1 નાનો ટુકડો, પાણી 1 લિટર, લીંબુ 1/2
બનાવવાની રીત : આદુ અને લસણને એકસાથે પીસી લો અને લીંબુ સિવાય બધું પાણીમાં ઉકાળો. ધીમી આંચ પર ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે પાણી અડધુ ના થઈ જાય. એક કપમાં આ ચા નાખીને પછી તેમાં લીંબુ ઉમેરો. આ ચાને દિવસમાં બે વાર પીવો (દર વખતે 250 મિલી). તમે તેને એકવાર બનાવીને આખો દિવસ પી શકો છો.
આરામ છે જરૂરી : શરદીમાં વ્યક્તિએ બને તેટલો આરામ લેવો જોઈએ. આ એટલા માટે છે કારણ કે આપણા શરીરને ઠીક થવામાં અને ઝડપથી સામાન્ય થવા માટે આરામની જરૂર હોય છે.
આરામ એ તમારા શરીરને સામાન્ય કરવામાં શ્રેષ્ઠ રીતોમાંની એક છે, તે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે અને તમને શરદીથી ઝડપી રાહત આપે છે.
હાઇડ્રેટેડ રહો : જ્યારે પણ તમે શરદી અને તાવથી પીડાતા હોવ ત્યારે તમારા માટે દિવસભર હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે. દિવસભર પાણી પીવો અને તમે નિયમિત લીંબુ સાથે ગરમ પાણી પી શકો છો. તમે દિવસ દરમિયાન ફળોના રસ પણ પી શકો છો. કેફીન અને આલ્કોહોલ સંપૂર્ણપણે પીવાનું ટાળવો જોઈએ.
ગરમ સૂપ પીવો : ઘણાં કાળા મરી સાથે હોમમેઇડ ટામેટાંનો સૂપ પીવાથી તમને શરદી હોય ત્યારે સારું મહેસુસ કરવામાં મદદ કરે છે. ગરમ પ્રવાહી પીવું એ શરદી અને ઉધરસ માટેના સૌથી જૂના અને અજમાવેલા ઉપાયોમાંનું એક છે. સૂપ જેવા ગરમ પ્રવાહી ચૂસકી લો. તે લાળના પ્રવાહને વધારીને કંજેશન ઘટાડવામાં મદદ કરે છે.
જ્યારે તમને શરદી હોય ત્યારે આ ઘરેલું ઉપચાર અપનાવવાથી તમને સારું અનુભવ કરાવવામાં મદદ કરશે, તે દરેક માટે કામ ના પણ કરી શકે, કારણ કે તે ઘરેલુ ઉપાય તાસીર પ્રમાણે અસર કરે છે. જો તમને શરદી લાંબા સમય સુધી રહે છે તો તમારે તાત્કાલિક સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
Comments are closed.