sardi matadva na upay in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફરીથી તે સમય આવી ગયો છે જ્યારે બદલાતા હવામાનથી સાથે તમે હેલ્થ પ્રોબ્લમના જોખમ પર વધારે હોવ છો. જેને આપણે એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા કહીએ છીએ તે છે સામાન્ય શરદી, જે તમને આ સમયમાં સૌથી વધુ પરેશાન કરે છે. સામાન્ય શરદીમાં તમે ઘણી અગવડતાનો અનુભવ થાય છે, કારણ કે તેમાં માથું ભારે, નાક વહેતું રહે છે અને ગળામાં દુખાવો થવા લાગે છે.

જો કે સામાન્ય શરદી મટાડવા માટે બજારમાં ઘણી દવાઓ અને સિરપ મળી રહે છે, પરંતુ સારવાર માટે ઘરેલું ઉપચાર પર ભરોશો રાખવો સૌથી સારો ઉપાય છે. આપણે આજે પણ સામાન્ય શરદી જેવી સમસ્યાઓની સારવાર માટે હજુ પણ ઘરેલું ઉપચાર પર આધાર રાખીએ છીએ, જે આપણા માટે એક સારી બાબત છે.

આ ઉપાયોની સૌથી સારી વાત એ છે કે તે તમને દવાઓ જેમ કોઈ આડઅસર આપતી નથી. પરંતુ શરદીના ઘરગથ્થુ ઉપચારો જાણતા પહેલા જાણો સામાન્ય શરદીના લક્ષણો. છીંક આવવી, માથાનો દુખાવો થવો, નાક બંધ થવું, નાકમાંથી પાણી વહેવું, ઉધરસ થવી, ગળું સુકાઈ જવું, આંખો ભીની, તાવનો અનુભવ થવો

આમ પણ આપણા વડીલોએ કહ્યું છે કે જો તમારે સ્વસ્થ રહેવું હોય તો દવાઓ ત્યારે જ લો જ્યારે તેની ખૂબ વધારે જરૂર હોય. શરદી અને ફ્લૂથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ ઉપાય ઘરેલું ઉપચાર છે. ઘરગથ્થુ ઉપચારથી શરદીને ઝડપથી મટાડી શકાય છે અને સાથે તેનું નુકસાન પણ નહિવત છે. ચાલો જાણીએ આવા જ કેટલાક ઘરગથ્થુ ઉપાયો વિશે જેનાથી તમે શરદીથી ઝડપથી છુટકારો મેળવી શકો છો.

1. મધ અને દૂધ : મધમાં એન્ટિવાયરલ ગુણ હોય છે અને તે શરદી અને ઉધરસની સારવારમાં ખરેખર અસરકારક સાબિત થાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરદીથી થતા વાયરસને દૂર રાખે છે. તમારે ફક્ત ઓર્ગેનિક મધ અને એક ગ્લાસ દૂધની જરૂર પડે છે. દરરોજ રાત્રે જમ્યા પછી દૂધમાં 1 ચમચી મધ મિક્સ કરીને પી જાઓ. તમે દિવસમાં બે વાર કાચું મધ પણ ખાઈ શકો.

2. હળદરવાળું દૂધ : હળદર તેના એન્ટિ-બાયોટિક અને એન્ટીઑકિસડન્ટ ગૂણો માટે જાણીતી છે. આ સિવાય હળદરમાં કરક્યુમીન નામનું તત્વ જોવા મળે છે જે તેને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ પીણું બનાવે છે. હળદરવાળું દૂધ પીવાથી તમને શરદી અને ઉધરસમાં તરત જ આરામ મળે છે.

જો તમે ઈચ્છો તો હળદળવાળું દૂધની જગ્યાએ હળદરનું પાણી પણ લઈ શકો છો. તેને બનાવવા માટે તમારે એક ગ્લાસ દૂધમાં બે ચપટી હળદર પાવડર મિક્સ કરવાનો છે. જો તમે ઈચ્છો તો શિયાળામાં કાચી હળદર મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આ નુસ્ખા માત્ર બાળકોની સાથે પુખ્ત વયના લોકો માટે પણ અસરકારક સાબિત થાય છે.

3. આદુ : આદુ શરદી અને ફ્લૂ માટે શ્રેષ્ઠ દવાની જેમ કામ કરે છે. જ્યારે તમને ઠંડી લાગે છે, ત્યારે આદુ તમારા શરીરને ગરમ કરે છે. તેમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝને કારણે તે તમારા બંધ નાકને ઝડપથી ખોલવામાં મદદ કરે છે. જો તમને શરદી અથવા ફ્લૂ હોય તો તાજા આદુને જીણું છીણી લો અને તેને થોડા ગરમ પાણી અથવા દૂધમાં મિક્સ કરી લો.

તમે તેમાં થોડી ચા ની પત્તી અને તુલસીના પાન પણ ઉમેરી શકો છો . થોડી વાર ઉકાળ્યા પછી તેને પી જો. આ ઘરેલુ નુસ્ખા શરદી અને ફ્લૂથી ઝડપથી રાહત મેળવવામાં મદદ કરે છે.

4. તુલસીના પાન : આદુની જેમ તુલસીના પાન પણ શરદી માટે રામબાણ ઉપાય છે. તેનું સેવન કરવાથી શરદીમાં તરત રાહત મળે છે. એક કપ ગરમ પાણીમાં પાંચથી સાત તુલસીના પાન લો અને તેમાં આદુનો ટુકડો પણ નાખો. થોડી વાર ઉકળવા દો અને તેનો ઉકાળો બનાવી લો.

જ્યારે પાણી સંપૂર્ણપણે અડધું થઈ જાય પછી તેને ધીમે ધીમેથી પીવો. શરદી અને કફમાં રાહત મેળવવા માટે આ ઘરેલુ ઉપાય બાળકો તેમજ પુખ્ત વયના લોકો માટે પણ અસરકારક છે.

5. ગ્રીન ટી : ગ્રીન ટી પીવાથી શરદીમાં રાહતનો અહેસાસ થાય છે. ગ્રીન ટી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે તેને સામાન્ય શરદીમાં શ્રેષ્ઠ પીણું બનાવે છે. તે તમને શરદી દરમિયાન વહેતું નાક અને ગળામાં ખારાશ જેવા લક્ષણોથી તાત્કાલિક રાહત આપે છે.

તમે તમારા માટે ચા તૈયાર કરી શકો છો અને દિવસમાં બે વાર તેનો ઉપયોગ કરી શકો છો. વધારે ટેસ્ટ લેવા અને તેને હેલ્ધી બનાવવા માટે તમે તેમાં લીંબુ પણ ઉમેરી શકો છો. આ બધા ઉપાયોની સાથે તમે શરદીથી રાહત મેળવવા માટે સ્ટીમ લઈ શકો છો.

તો રાહ શેની જુઓ છો જ્યારે પણ શરદી અને કફ પરેશાન કરે તો તમારે આ ઘરેલુ નુસ્ખા અપનાવવા જોઈએ. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી જાણકારી કિચન ટિપ્સ, રેસિપી વગેરે માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા